પનીર ટીક્કાનું શાક બનાવવાની રીત

0

પનીર ટીક્કા (paneer tikka)સામગ્રી:
અઢીસો ગ્રામ પનીર ક્યુબ્સ
એક કેપ્સીકમ
એક ડુંગળી મોટા ટુકડામાં સમારેલી
એક ચમચી લીંબુનો રસ
અડધી ચમચી લાલ મરચુ
અડધી ચમચી ગરમ મસાલો
પા ચમચી હળદર
છ ચમચા ફેંટેલુ ઘટ્ટ દહી
અડધો ઈંચ આદુનો ટુકડો અને ચાર-પાંચ કળી લસણની પેસ્ટ

બે-ત્રણ ચમચી જાયફળનો પાઉડર
એક ચપટી કેસર (ઈચ્છો તો)
એક ચમચો બેસન
અડધી ચમચી તેલ
મીઠુ સ્વાદ મુજબ

ગ્રેવી માટે

બે-ત્રણ ડુંગળીની પેસ્ટ
બસો ગ્રામ ટમેટાની પ્યુરી
એક ચમચી આદુ મરચાની પેસ્ટ
બે-ત્રણ ચમચા દહીં
દોઢ ચમચી ધાણાજીરૂ
અડધી ચમચી ગરમ મસાલો
અડધી ચમચી લાલ મરચુ
પા ચમચી હળદર
અડધી ચમચી કસુરી મેથી
અડધો કપ પાણી
ત્રણ-ચાર ચમચા ક્રિમ
બે ચમચા તેલ કે બટર

અડધી ચમચી ખાંડ
કોથમીર ગાર્નિશ માટે મીઠુ સ્વાદ મુજબ

દીકરો નાપાસ થતાં પિતાએ કર્યું આ કામ જાણીને રહી જશો દંગ http://likeinindia.com/home/દીકરો-નાપાસ-થતાં-પિતાએ-કર/ ‎

રીત:

પનીર, ડુંગળી અને કેપ્સિકમ સિવાયની મેરિનેટ માટેની સામગ્રી એક બાઉલમાં લઈ સારી રીતે મિક્સ કરી લો. પછી તેમાં પનીર, ડુંગળીના મોટા ટુકડા અને કેપ્સિકમના ટુકડા ઉમેરીને તે બધા મેરીનેટ પેસ્ટથી કવર થઈ જાય તે રીતે મિક્સ કરો. તેને 1 કલાક માટે મેરીનેટ કરવા સાઈડમાં મુકી દો.
એક પેનમાં થોડુ તેલ લઈને મેરિનેટ થયેલા પનીર, ડુંગળી અને કેપ્સીકમને શેલો ફ્રાય કરી લો.
એક પેનમાં 2 ચમચા તેલ કે બટર ગરમ કરી તેમાં ડુંગળીની પેસ્ટ ઉમેરો. તે ગોલ્ડનબ્રાઉન થાય એટલે તેમાં ટમેટાની પ્યુરી ઉમેરીને પાકવા દો. તેલ તેની ઉપર આવવા લાગે એટલે તેમાં ધાણાજીરૂ, લાલ મરચુ, હળદર અને ગરમ મસાલો ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. હવે તેને ગેસ પરથી ઉતારી તેમાં દહી ઉમેરી સારી રીતે મિક્સ કરી લો. પછી તેમાં ખાંડ અને પાણી ઉમેરો. હવે તેને ગેસ પર ફરી પકાવવા મુકો. 5-6 મિનીટમાં આ ગ્રેવી ઘટ્ટ થવા લાગશે એટલે તેમાં કસુરી મેથી અને ક્રિમ ઉમેરી દો. 1-2 મિનીટ પકાવો. જરૂર જણાય તે મુજબ મીઠુ ઉમેરો. પછી તેમાં પનીર, ડુંગળી અને કેપ્સીકમ ઉમેરી 1-2 મિનીટ પકાવો. તૈયાર છે પનીર ટિક્કા મસાલા.

દીકરો નાપાસ થતાં પિતાએ કર્યું આ કામ જાણીને રહી જશો દંગ http://likeinindia.com/home/દીકરો-નાપાસ-થતાં-પિતાએ-કર/ ‎

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here