web counter
March 28, 2020

પૂરણ પુરી બનાવવાની રીત

પૂરણ પુરી બનાવવાની રીત
પૂરણ પુરી બનાવવા માટે જરૂરી સામગ્રી : (ચાર વ્યક્તિઓ માટે)

200 ગ્રામ ચણાની દાળ,
300 ગ્રામ ચોખ્ખુ ઘી,
6-7 ઇલાયચીના દાણા,
2 જાયફળ, 8-10 વાળા કેશર,
300 ગ્રામ ખાંડ,
300 ગ્રામ લોટ (મેંદાની ચાળણીથી ચાળેલ)

પૂરણ પુરી બનાવવાની રીત : સૌ પ્રથમ ચણાની દાળને બાફી લો. હવે તે ઠંડી થાય એટલે તેને એક મોટી ચાળણીમાં કાઢીને બધું પાણે નિતારી લો જેથી દાળ એકદમ પાણી રહિત થઇ જાય. જ્યારે તે ઠંડી થઈ જાય એટલે તેમાં 300 ગ્રામ ખાંડ લઈને તેને દળી લો. હવે તેને પીસેલી દાળની અંદર મિક્સ કરી લો.

હવે તેને ગેસ પર મુકીને ચડવા દો. જ્યારે પુરણ સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેને નીચે ઉતારી લો. ત્યારબાદ તેમાં જાયફળ, ઇલાયચી, કેશર નાંખીને સરસ રીતે મિક્સ કરી લો ત્યારબાદ 8 થી 10 ગોળીઓ બનાવી લો.

પૂરણ પુરી બનાવવા માટે :

એક થાળીમાં મેંદાની ચાળણીથી લોટ ચાળો. તેમાં ઘી નાંખીને તેનો લોટ બાંધી લો. તેના નાના નાના લુઆ બનાવી એક એક લુઆની અંદર પૂરણની ગોળીઓ ભરી દો. હવે તેની રોટલી બનાવી લો. ત્યાર બાદ તેને તવા પર ઘી લગાવીને બંન્ને બાજુ ગુલાબી રંગની થાય ત્યાં સુધી શેકો. હવે આ પૂરણ પુરી પર ઘી લગાવીને તેને ગરમ ગરમ પીરસો.