એનર્જી વાળો નાસ્તો શરીરની તાકાત વધારવા માટે ખાવ આ વસ્તુ

5

સુકો મેવો : અલગ અલગ પ્રકારના ડ્રાયફ્રુટ શરીરને અંદરથી ગરમ રાખે છે. બદામ, અખરોટ વગેરે જેવા નટ્સમાં વિટામીન અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે. શિયાળામાં ડ્રાયફ્રુટના લાડુ કે પછી પાક બનાવીને પણ આરોગી શકો છો. તમે ઈચ્છો તો દુધમાં બદામ અને અખરોટનો પાઉડર બનાવીને પણ પીવાના ઉપયોગમાં લઇ શકો છો.

ભીંડા ખાવાના ફાયદા ભીંડામાં મળવા વાળા લાલસા પદાર્થ આપણા હાડકાઓ માટે ઉપયોગી હોય છે . તેમાં મળવા વાળા વિટામીન – કે હાડકાઓને મજબુત બનાવવામાં સહાયક થાય છે

એનર્જી વાળોનારતો શરીરની તાકાત વધારવા માટે અંકુરિત ચણામાં લીંબુ આદુના ટુકડા , હલકુંમીઠું અને કાળામરી નાંખીને સવારે નાસ્તામાં ખાઓ તમને પુરા દિવસ ની એનર્જી મળશે .

આદુ : શિયાળામાં લગભગ દરેક ઘરમાં શરદી અને ઉધરસની તકલીફ થતી હોય છે, પણ જો નિયમિત ભોજનમાં કે પછી આદુવાળીચાને ઉપયોગમાં લેવી જોઈએ, આમ કરવાથી તમને શરદી, ઉધરસ,પાચનની તકલીફ, તાવ અને એસઈડીટી વગેરે જેવી તકલીફ સામે તમને રક્ષણ મળશે.

હળદર : હળદરમાં એવા ગુણ હોય છે જે શરીરને અંદરથી ગરમ રાખે છે એટલા માટે રોજ દૂધમાં એક ચપટી હળદર નાખીને પીવું જોઈએ.

મધ : આમ તો દરેક સીઝનમાં મધનું સેવન કરવું એ ફાયદાકારક છે પણ શિયાળામાં આનો ઉપયોગ વધારે લાભદાયી હોય છે. શરીરને સ્વસ્થ, નીરોગી અને ઉર્જાવાન રાખવા માટે મધ આયુર્વેદિક અમૃત કહેવામાં આવે છે. આ દિવસો દરમિયાન તમારે ભોજનમાં મધ જરૂરથી ઉમેરો, આનાથી પાચન શક્તિમાં વધારો થાય છે અને ઈમ્યુન સીસ્ટમ પર કોઈ ખરાબ અસર નથી થતી. શરીરને મધથી ગરમી મળે છે.

દાડમ : દાડમ વિટામીન સી અને વિટામીન કે પોટેશિયમ જેવા પોષક તત્વો હોય છે જે શિયાળામાં તમને સારી એવી ઊર્જા અને ગરમી મળશે.

લસણ : લસણ પણ શરીરમાં ગરમી ઉત્પન્ન કરવા માટે ઉપયોગી છે, એટલા માટે લસણ ઠંડીમાં ખાવા માટે એકદમ યોગ્ય છે. લસણ આપણા હૃદયને હેલ્ધી રાખે છે, તેનાથી શરદી અને ઉધરસ, પાચન શક્તિ પણ સારી રહે છે. તમે શિયાળામાં લસણનો સૂપ, ચટણી, શાક, દાળ અને રસમ વગેરે જેવી વાનગી આરોગી શકો છો.

લીલી મેથી : લીલી મેથીમાં ફોલિકએસીડ અને વિટામીન વધારે માત્રામાં હોય છે, જે શરીરમાં રહેલ રેડ બ્લડ સેલ્સ બનાવે છે, આ મેથીપાન એ શિયાળામાં શરીરની ગરમી વધારવા માટે મદદરૂપ છે.

જામફળ : જામફળમાં વિટામીન સી વધારે માત્રામાં હોય છે જે શરીરમાં ઇમ્યુનિટી વધારવાનું કામ કરે છે, જામફળમાં મેગ્નીશિયમ અને પોટેશિયમ પણ હોય છે જે શરીરને ગરમ રાખવાનું કામ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here