મહારાષ્ટ્રની એક ચટાકેદાર રેસીપી, “કર્જત વડા પાંવ”

0

ઘરથી દૂર હોવા છતાંયે ક્યારેય દૂર ન ગયા હોવાનો અહેસાસ ત્યારે થાય છે જ્યારે ઘરમાં પોતાના ગામનો સ્વાદ બનાવીએ. આજે એવો જ એક સ્વાદ આપની સમક્ષ મૂકી રહી છું “કર્જત વડા પાઁવ” રૂપે. મુંબઈથી દક્ષિણ તરફ જનાર કોઈપણ ટ્રેનો કરજતના વડા પાઉંનો સ્વાદ લેવા માટે ચોક્કસ ઊભી રહે છે.

સામગ્રી:

૧) ૯ થી ૧૦ મિડિયમ સાઈઝના બાફેલા બટાટા૨ )પાંઉ-બ્રેડ૩ ) લસણની સૂકી ચટણી અને કોથમીરની લીલી ચટણી૪ ) બારીક સમારેલી કોથમરીલસણની સૂકી ચટણી માટેની સામગ્રીઓ :લસણની કળીઓ ૨૦ થી ૨૫, લાલ મરચાનો પાવડર, સૂકા નાળિયેરનો પાવડર, તલ
ધાણાજીરૂ, મીઠું (સ્વાદાનુસાર), તેલ, બધી જ સામગ્રી મિક્સ કરીને વાટી લેવી.લીલી ચટણી માટેની સામગ્રીઓ : કોથમરી, શિંગદાણા, લીલા મરચાં ૬ થી ૭, લીમડાના પાન, લીંબુનો રસ, સાકર, મીઠું સ્વાદ અનુસારથોડું પાણી, બધી જ સામગ્રી મિક્સ કરી વાટી લેવું.

મસાલાની સામગ્રી:૧ ) આમચૂર પાઉડર ૨ ) સ્વાદાનુસાર મીઠું ૩ ) નાનો ટુકડો આદુ ૪ ) ૪ થી ૫ કળી લસણ ૫ ) ૫ થી ૮ લીલા મરચા ૬ ) ૧/૨ – કપ સમારેલી કોથમીર ૭ ) ૨ -ચમચી તેલ ૮ ) હળદર ૯ ) મીઠા લીમડાના પાન વડા તળવા માટેની સામગ્રી:૧ ) ૨- કપ ચણાનો લોટ ૨ ) ૧-ચમચી હળદર ૩ ) સ્વાદાનુસાર મીઠું ૪ ) તળવા માટે તેલ ૫ ) લાલ મરચાનો પાવડરરીત:૧ ) આદુ, મરચા અને લસણની પેસ્ટ અને સમારેલી કોથમીર ઉમેરી સારી રીતે મિક્સ કરો૨ ) તેલ ગરમ કરી તેમાં હળદર, આદું,મરચાં અને લસણની પેસ્ટ નાખવા અને સરસ રીતે મિક્સ કરી થોડીસેકન્ડ માટે સાંતળવું.થોડી કોથમરી પણ તેમાં નાંખી મિક્સ કરવી.૩ ) બાફેલા બટાટાનો ગાંઠા ન રહે તેમ માવો બનાવવો૪ ) બાફેલા બટેટાના માવામાં સાંતળેલો મસાલો, મીઠું, આમચૂર પાવડર ઉપરથી બીજી થોડી વધુ કાપેલી કોથમરી નાખીને મિક્સ કરીને તેનાં ગોળા બનાવો..૫ ) ચણાનાં લોટમાં મીઠું , હળદર અને લાલ મરચું ઉમેરી તેમાં થોડું પાણી ઉમેરી મિક્સ કરો. તે વધારે જાડું અથવા તો વધારે ઢીલું પણ ન થાય.૬ ) એક કઢાઈમાં આ વડા તળવા તેલ ગરમ કરો.
૭ ) આ ચણાનાં લોટની પેસ્ટમાં બટાટા વડાનાં ગોળા ડૂબાડી ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન તળો.પહેલા પાંઉને વચ્ચેથી કાપી વચ્ચે લસણની સૂકી ચટણી અને કોથમીરની ચટણી લગાડી તેની ઉપર આ તળેલા વડા મૂકો.નોંધ- આમલી ગોળ અને ખજૂરની બનાવેલી મીઠી ચટણીનો ઉપયોગ પણ કરી શકાય છે.આમલીની ચટણીના બદલે એપલ બટરમાં પાણી, લાલમરચું, મીઠું, ધાણાજીરું નાખી મિકસ કરીને તેનો ઉપયોગ પણ કરી શકાય.જે લોકો આમલી ન ખાતા હોય તેમને માટે એપલ બટરની ચટણી અતિ ઉત્તમ છે.નોધ: બટેટાના આ જ માવામાંથી બીજી એક અન્ય સામગ્રી પણ બને છે તેનું નામ છે “પતૌડી” તેનો પણ આપણે થોડા જ સમય પહેલા સ્વાદ બ્લોગ પોસ્ટ પર માણેલ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here