ઉપયોગમાં આવે તેવી 16 રસોઈ ટીપ્સ તમને જરૂર રસોઈની મહારાણી બનાવશે

0

(1) ખીરને વધુ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનાવવા માટે આ ટીપ્સ જરૂર અપનાવજો ખીર ખુબ ટેસ્ટી બનશે ખીર બનાવતી વખતે ચોખા રંધાય જાય એટલે ચપટી મીઠું નાખી દો , ખાંડ ઓછી વપરાશે અને ખીર પણ સ્વાદિષ્ટ લાગશે અને તમારા ઘરના લોકો આંગળા ચાટતા રહી જશે .(2) ફણગાવેલા કઠોરને સાંજ પડે ત્યાં વાસ આવવા લાગે છે અને પછી ખાવાનું મન પણ નો થાય આ ટીપ્સ અપનાવશો તો કઠોળમાં વાસ નહિ આવે સૌપ્રથમ ફણગાવેલ કઠોળને ફ્રીજમાં મુકો ફ્રીજમાં મુક્ત પહેમાં તેમાં થોડુક લીંબુનો રસ નાખો આમ કરવાથી અનાજમાં વાસ નહીં આવે.

(3) પાઉંભાજીને ખુબ ટેસ્ટી બનાવવા માટે પાઉંભાજીમાં વઘાર કરતી વખતે માખણમાં એક ચમચી લીંબુનો રસ મિક્સ કરો . સ્વાદિષ્ટ બનશે . (4) કારેલાના શાકની કડવાસ દુર કરવા કારેલાના શાકના વઘારમાં વરિયાળી વધુ નાખો ….તેનાથી શાકની કડવાશ દૂર થઈ જશે અને શક કડવું નહિ લાગે. (6) પાલક પનીરનું શાક બનાવતી વખતે પાલકનો કલર ફિક્કો પડી જાય છે? શાકમાં પાલક પનીર માટે પાલક બાફતી વખતે અડધો કપ દૂધ અને ચપટી ખાવાના સોડા નાખી દો . શાકનો રંગ લીલો જ રહેશે ફીકો નહિ પડે .

(7) પાલકનું શાક બધા લોકોને નથી ભાવતું અને પાલક સ્વાસ્થ્ય માટે ખુબ સારું છે તો ટેસ્ટી શાક બનાવવા શું કરશો? પાલકના શાકમાં થોડા કુદીનાના પાન મિક્સ કરીને ઉપરથી લીંબુનો રસ નાખવાથી સ્વાદ વધી જાય છે . (8) કસ્ટર્ડ બનાવતી વખતે તેમાં ખાંડ ઓછી નાખો અને ઠંડું કરીને મધ મિક્સ કરો સ્વાદિષ્ટ લાગશે . (9) ડેરી જેવું દહીં ઘરે બનાવવા માટે હુંફાળા દૂધમાં ફટકરી ફેરવીને મેરવણ નાખો . દહીં બજાર જેવું જ જામશે . ટકરી સ્વાથ્ય માટે ફાયદેમંદછે . (10) ફ્રિઝરમાં આઇસક્રીમનું પેકેટ કિપલોક પોલીથિન બેગમાં રાખો . તેનાથી આઇસક્રીમ ક્રીમી રહેશે અને ચમચી વડે સરળતાથી નીકળી જશે . (11) કુલ્ફી બનાવતી વખતે ચપટી ખાવાનો સોડા દૂધમાં નાખી દો . મલાઈ નહીં જામે .(12) ખીર વધુપાતળી થઈ જાય તો તેને ઘટ્ટ કરવા થોડોકસ્ટર્ડ પાઉડર મિક્સ કરો . (13) ઢોસા બનાવતી વખતે ખીરું તવા પર ચોટી જાય છે ? ઢોસા બનાવવાના તવા પર રાતના જ તેલ લગાવીને રાખી દો . ઢોસા ચોંટશે નહીં .

(14) કસૂરી મેથીનો ઉપયોગ કરતા પહેલા તેને તવા પર સહેજ શેકી લો સ્વાદ વધી જશે .(15) ખાટ્ટાફળોનું જ્યુસ નીકાળતા પહેલા તેને થોડી વાર માટે માઇક્રો વેવમાં રાખો . ગરમ થવા પર વધુ જ્યુસ નીકળશે અને છાલ પણ સરળતાથી નીકળી જશે . (16) દહીને પાતળું કરવું હોય ત્યારે પાણી નાખશો તો સ્સવ મોરું પડી જશે પરતું દહીંપાતળું કરવું હોય તો તેમાં પાણીની જગ્યાએ થોડું દૂધ ઉમેરો સ્વાદ જળવાઈ રહેશે .

અમારા આ લેખ તમને પસંદ આવે તો અન્ય વ્યક્તિ સાથે શેર કરોઅને આવાજ અવનવા આર્ટીકલ મેળવવા અમારા ફેસબુક પેઝ્ને જરૂર like કરજો . જો તમે તમારા કોઈ લેખ અમારી વેબસાઈટમાં મુકવા માંગતા હોય તો કમેન્ટ જરૂર કરજો.

લેટેસ્ટ ન્યુઝ તમારા ફોન પર મેળવવા માટે અમારા ફેસબુક પેઝને લાઇક કરો

તમે અમને twitter અને telegram પર લાઇક અને follow કરી શકો છો ……………….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here