ઉપયોગમાં આવે તેવી 24 ઘરગથ્થું ટીપ્સ

0

ચાંદીના ઘરેણા ચમકાવવા માટે, એકવાર વપરાય ગયેલ તેલમાં વાસ આવે છે તો વાસ દુર કરવાનો ઉપાય, મીણબતી વધારે સમય સુધી ચાલે અને બુઝાય નહિ એ માટે, અડધા લીંબુના ફાળાને રાખી મુકવા માટે, નાળીયેર માંથી ટોપરું બહાર કાઢવામાં ખુબ માથાકૂટ થાય છે

(1) ઘીને લાંબા સમય સુધી તાજું રાખવા માટે ઘીની બરણીમાં નાગરવેલનું પાન મૂકવાથી ઘી લાંબા સમય સુધી બગડતું નથી. (2) તમને સતત માથું દુખતું હોય તો આ માથાના દુખાવાથી કાયમી છુટકારો મેળવવા માટે ગાયના દૂધમાં સૂંઠ ઘસી પેસ્ટ બનાવી લમણા અને કપાળ પર લગાડવાથી આધાશીશીમાં રાહત થાય છે. (3) પાલક, મેથી જેવી પાંદડાયુક્ત ભાજીને ગરમ પાણીમાં મીઠું ભેળવી રાંધવાથી ભાજીનો લીલોછમ રંગ જળવાઇ રહે છે ઉપરાંત પૌષ્ટિક તત્વ નાશ નથી પામતા. (4) અડધા લીંબુના ફાળાને રાખી મુકવા માટે આ ઉપાય ચોક્કસ અજમાવજો અડધા લીંબુના ફાડિયા પર મીઠું ભભરાવી રાખવાથી લીંબુ બગડશે નહીં અને સાચવી શકાશે.

(5) નાળીયેર માંથી ટોપરું બહાર કાઢવામાં ખુબ માથાકૂટ થાય છે નાળિયેરને તેના કોચલામાંથી બહાર કાઢવા ચાકુના ઉપયોગની બદલે નાળિયેરને ગેસ પર જરા ગરમ કરી તેના પર એકાદ-બે દસ્તા ઠોકવાથી તે છાલથી છૂટું પડી જશે. (6) દહીવડા બનાવતી વખતે તેને પોચા બનાવવા માટે દહીવ્દાનું મિશ્રણ બનાવતી વખતે આ વસ્તુ મિક્સ કરી દો દહીવડા એકદમ પોચા બનશે દહીંવડા બનાવતી વખતે વાટેલી દાળમાં એકાદ-બે બાફેલા બટાકાના ટુકડા ભેળવવાથી દહીંવડા પોચા બને છે.

(7) મીણબતી વધારે સમય સુધી ચાલે અને બુઝાય નહિ એ માટે મીણબતીનો ઉપયોગ આ રીતે કરવો મીણબત્તીનો ઉપયોગ લાંબા સમય સુધી કરવા મીણબત્તીને પાણીના ગ્લાસમાં રાખી પ્રગટાવવી. (8) ચાંદીના ઘરેણા ચમકાવવા માટે બહાર દેવાની જરૂર નથી ઘરે બેઠા આ ઉપાય થી તમે ચાંદીના ઘરેણા ચમકાવી શકશો. બાફેલા બટાકાના પાણીમાં ચાંદીના ઘરેણાં કે વાસણ એક કલાક રાખી મૂકી સાફ કરવાથી ચમકીલા થઇ જશે.

(9) સીલની સાડી વધારે સમય સુધી ન વપરાતી હોવાથી સિલ્કની સાડીઓની વચ્ચે બે-ત્રણ લવિંગ રાખવાથી સિલ્ક કાપડમાં જીવાત નહીં પડે.  (10) એકવાર વપરાય ગયેલ તેલમાં વાસ આવે છે તો વાસ દુર કરવાનો ઉપાય જરૂર અજમાવજો એક વાર ઉપયોગમાં લેવાયેલા તેલમાં ખાદ્યપદાર્થની વાસ આવતી હોય તો તેને દૂર કરવા તેમાં બટાકા તળી લેવા. આમ કરવાથી એકવાર વપરાય ગયેલ તેલમાં અગાવ તળેલ વસ્તુની વાસ નહિ આવે  (11) કફના વિકાર અને હેડકીથી છુટકારો મેળવવા માટેનો ઉપચાર, કફ વિકાર અને હેડકી થી છુટકારો પામવા ફુદીનાના પાન  અંજીર સાથે ચાવી ચાવીને ખાવા

(12) કોઇપણ કંપનીની ટુથ પેસ્ટ વાપરવ કરતા આ પાણીના કોગળા કરવાથી ટુથપેસ્ટ જેવું જ કામ કરશે ફુદીનાના તાજા રસમાં પાણી સાથે ભેળવી સવાર સાંજ કોગળા કરવા આ કુદરતી માઉથ વોશ સાબિત થયું છે. (13) આજકાલ દાદર નો રોગ ખુબ વધી ગયો છે અને આ દાદર દુર કરવી પણ ખુબ મુશ્કેલ બની જાય છે પરતું બીટનો આ ઉપાય જરૂર તમને દાદરથી છુટકારો આપવશે બીટના પાનનો રસ મધમાં ભેળવી દાદર પર લગાડવાથી રાહત થાય છે.

(14) ચોમાસામાં ગળામાં દુખાવાની સમસ્યા થતી હોય અથવા તો તીખું તળેલું ખાવાથી ગળું પકડાય જતું હોય તો એક ગ્લાસ પાણીમાં અડધા લીંબુનો રસ અને ચપટી મીઠું ભેળવી કોગળા કરવાથી ગળાના દુખાવામાં રાહત થાય છે. (15) મચ્છર ડંખ મારે ત્યારે ખુબ ખંજવાળ આવે છે અને ત્યાં લાલ થાય જાય છે આથી મચ્છરના ડંખ પર લીંબુનો રસ લગાડવાથી બળતરાથી રાહત થાય છે અને ખંજવાળ નહિ આવે. (16) એનીમિયા મુખ્યત્વે રક્તકણ ઘટવાથી થતો હોય છે આથી રક્ત કણ વધારવા માટે આ ઉપચાર જરૂર કરજો જરૂર રક્તકણમાં વધારો થશે એનિમિયાથી પીડાતી વ્યક્તિ એક એક ચમચો બીટનો રસ દિવસમાં ત્રણ વખત પીએ તો રક્તમાં લાલ કણની માત્રા વધે છે. બીટમાં આર્યન વધુ હોવાથી તેનું સેવન ફાયદાકારક નીવડયું છે.

(17) ભોજન બાદ બાદ શા માટે વરીયાળી ખાવામાં આવે છે. ભોજન બાદ વરિયાળી ખાવાથી ભોજન સરળતાથી પચે છે. વરિયાળી ચાવવાથી પેટ હળવું રહે છે. આથી ભોજન બાદ વરીયાળી ખાવી જોઈએ (18) નાના બાળકોને પેટમાં દુખાવો થવાનો પ્રોબ્લેમ ખુબ થતો હોય છે તેનું મુખ્ય કારણ કે બાળકોને ખોરાક બરાબર પચતો નથી આથી નાના બાળકને પેટમાં દુખાવાથી રાહત આપવા વરિયાળીનો રસ પીવડાવવો. તેથી બાળકોને પેટમાં દુખાવો થવાની સમસ્યા થશે નહિ અને બાળક રડશે પણ નહિ

(19) માસિક ધર્મમાં દુખાવાથી રાહત પામવા ૮-૧૦ બદામ પાણીમાં રાતના પલાળવી સવારે તેની છાલ ઉતારી ચાવી ચાવીને ખાવી.આ પ્રયોગ માસિક ધર્મના ૧૫ દિવસ પહેલાં કરવો.બદામને નિયમિત સવાર સાંજ નાસ્તા પહેલાં ચાવીને ખાવી.(20) કટલેસ બનાવતી વખતે તેનું મિશ્રણ ઢીલું થાય ગયું છે અને બરાબર કટલેસ વળતી નથી તો શું કરવું કટલેટનું મિશ્રણ ઢીલું થઇ ગયું હોય તો બ્રેડને પાણીમાં ભીજવી તેમાં ભેળવી દેવાથી કટલેટ બરાબર વાળી શકાશે. અને હાથમાં પણ નહિ ચોંટે

(21) લસણ ફોલવાનો સૌ ને કંટાળો આવે છે પરંતુ હવે લસણ ફોલવાનું સાવ સરળ થઇ જશે આ રીત જરૂ અપનાવજો લસણની કળીઓને એક મિનિટ માટે માઇક્રોવેવ ઓવનમાં ગરમ કરવાથી તેના છોતરા સરળતાથી ઉતારી શકાશે. અથવા તો તમે લસણ ફોલતાં પહેલા થોડી વાર તડકે મૂકી ડો લસણ ના ફોતરા સરળતાથી ઉત્રેઈ જશે (22) સવારના ઊઠતાં જ તુલસી છ પાન ચાવવાથી ગલું ,મુખ અને પેઢાનું ઇન્ફેકશન થતું નથી. અને તમે હમેશ સ્વસ્થ રહેશો અને શરદી થી પણ બચી શકશો]

(23) ઢોસા લોઢીને ચોંટે નહીં માટે તવા પર પહેલાં અડધો કાંદો અથવા બટાટા ફેરવવા. તવા પર બે-ત્રણ ટીપાં તેલ પાથરી ઢોસા ઉતારવા. આમ કરવાથી ઢોસા બનાવતી વખતે ચોટશે નહિ અને આરામ થી ઢોસા ઉથલી જશે (24) શરદીમાં રાહત મેળવવા માટે દહીંમાં થોડો મરીનો ભૂક્કો અને ગોળ ભેળવીને ખાવાથી શરદીમાં રાહત થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here