પગના મચકોડ પર આ પાન બાંધવાથી સોજો અને દુઃખાવો તેમજ સર્ગભા સ્ત્રીઓની ઊલ્ટી – ઊબકા મટે છે

0

પીળા ફૂલથી શોભતી આ આવળ ભારત માં બધે જોવા મળે છે

ગુણ :ઔષધિય ઉપયોગ માટે તેના ફૂલોની પાંખડીઓનો સાકરમાં ગુલકંદ બનાવી ઉપયોગ કરી શકાય.

આ ગુલકંદ પેશાબના ત્વચાના અને પેટના રોગોમાં સારો ફાયદો કરે છે.આવળ કડવી, શીતળ અને આંખોને હિતકારી છે.
એક ચમચી આવળના ફૂલની પાંખડીઓ સાકર સાથે ચાવવાથી સગર્ભાની ઊલટી- ઊબકા બંધ થાય છે.

આવળ : આવળ ભારતમાં બધે જ થાય છે . એનાં પીળાં સોનેરી ફૂલોથી આ છોડ તરત ઓળખાઈ જાય છે . આવળ કડવી , શીતળ અને આંખોને હિતકારક છે . ઉષણ , ( ૧ ) એક ચમચી આવળના ફૂલની પાંદડીઓ અને એટલી જ સાકર ગાયના દુધમાં વાટીને ચાટી જવાથી સર્ગભા સ્ત્રીઓની ઊલ્ટી – ઊબકા બંધ થાય છે . ( ૨ ) આવળના ફૂલોનો ગુલકંદ પેશાબના , ત્વચાના અને પેટના રોગોમાં સારો ફાયદો કરે છે તથા શરીરનો રંગ સુધારે છે . ( ૩ ) પગના મચકોડ પર આવળના પાન બાંધવાથી મચકોડનો સોજો અને દુઃખાવો મટી જાય છે .

( ૪ ) આવળનાં ફૂલોનો ઉકાળો અથવા આવળના પંચાંગનું ચૂર્ણ અડધી ચમચી જમતાં પહેલાં લેવાથી અને જરૂરી પરેજી પાળવાથી ડાયાબીટીસમાં ફાયદો થાય છે . ( પ ) આવળના ફૂલોને સૂકવીને બનાવેલું ચૂર્ણ અડધી ચમચી જેટલું ગરમ પાણી સાથે લેવાથી સર્વ પ્રકારના પ્રમેહ મટે છે

સાત વર્ષ પહેલાં મને ડોક માં દુ:ખાવો થતાં , orthopedic doctor નું નિદાન- તમારી ડોક અને કરોડરજ્જુ વચ્ચે જગ્યા થવાની શરૂઆત છે, ડોકનો પટ્ટો અને pain killer ખાવાનું કહ્યું.પરબત ભાઈ નામના મારા factory સાથીદારે આવળ ના પાન નું ઓશીકું બનાવી , ડોકે રાખી સૂવાની સલાહ આપી.
20 દિવસ ની સારવાર બાદ એકદમ રાહત થઈ ગયી અને દુ:ખાવો દૂર થઈ ગયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here