એકાગ્રતામાં સતત વૃદ્ધિ, માનસિક શાંતિ, વિદ્યાર્થીઓએ આ આસન જરૂર કરવુ વાંચેલું યાદ રહી જશે

0

આસન કયા સમયે કરવાથી ફાયદો થાય ? આસનોના અભ્યાસક્રમનો સર્વોત્તમ સમય સવારનો છે. વહેલી સવારે સૂર્યોદય પહેલાં વાતાવરણમાં શાંતિ તથા તાજગી હોય છે. બીજો અનુકૂળ સમય સાંજનો છે. એ વખતે પણ વાતાવરણ અનુકૂળ હોય છે.

ધ્યાન રાખવા જેવી બાાબતો: આસન અનુભવી વ્યક્તિના માર્ગદર્શન હેઠળ કરવા હિતાવહ છે. આસન કરતી વખતે શરીર ઉપર બળજબરી કરવી નહીં. મોટા ભાગના આસનો પેટ સાફ થયા પછી કરવાના હોય છે. સાધક નિરોગી હોય એ પણ આવશ્યક છે. સ્વાસ્થ્ય માટે ઉપયોગી કરવા યોગ્ય મુખ્ય આસનો વિશે જણાવીશું.

સિદ્ધાસન (Adept Pose) : સૌપ્રથમ જમીન પર બેસી ડાબા પગને ઢીંચણથી વાળી એ પગની પાનીને સીટની નીચે રાખવી. અને જમણો પગ વાળી એ પગની પાનીને લિંગના મૂળમાં રાખવી. પછી જમણા પગના પંજાને ડાબા પગની પીડી અને સાથળ વચ્ચે ભરાવી દેવો. આસનમાં કરોડ અને કમર સીધાં એક રેખામાં રાખવા. બંને પંજાને ઢીંચણ પર ચત્તા મૂકી જ્ઞાન મુદ્રા કરવી. દ્રષ્ટિ ભ્રમરની મધ્યમાં સ્થિર કરવી. પાંચ મિનીટથી શરૂઆત કરી સમય વધારતાં વધારતાં ત્રણ કલાક સુધી સિદ્ધાસનમાં બેસી શકાય. અગત્યની વાત સમય કરતાં આસનમાં સ્થિરતા અને એકાગ્રતાથી બેસવાની છે.

આસનના લાભ: આ આસન કરવાથી।એકાગ્રતામાં સતત વૃદ્ધિ થાય છે. માનસિક શાંતિ મળે છે. વીર્યના રક્ષણ માટે આ આસનને અકસીર માનવામાં આવ્યું છે, આ આસનથી વીર્યધરા નાડી સબળ બને છે. વિદ્યાર્થીઓ આ આસનનો અભ્યાસ કરે તો તેમની યાદશક્તિ તીક્ષ્ણ બને છે અને વાંચેલું યાદ રાખવામાં સહાયતા મળે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here