બાળકોને બરાબર બોલતાાં ન આવડતું હોય, મોડુ અને તોતડુ બોલતાાં હોય તો આની ફક્ત એક ચમચી

0

અક્કલકરો : અક્કલકરાના એકથી દોઢ ફુટના છોડ બંગાળ , ઈજીપ્ત અને અરબસ્તાનમાં થાય છે . આપણો ત્યાં આ છોડ કોઈ કોઈ સ્થળે થાય છે . તેના મુળ અને ડાંખળી આપણા દેશમાં આયાત થાય છે . એના છોડને પીળાં – સોનેરી ફુલો આવે છે . તેની ડાંખળી ચાવવાથી જીભે રવરવ થાય છે અને મોઢામાંથી લાળ પડે છે . તેનાં ફુલો ઉધરસ ઉપર પાનમાં ખવાય છે . એની આયાત અજીરીયાથી કરવામાં આવે છે . એનાં મુળ બજારમાં મળે છે . તે બેથી ત્રણ ઈંચ લાંબાં અને ટચલી આંગળી જેટલાં જાડાં હોય છે . આ મુળ બહારથી ભુરા રંગનાં અને તોડવાથી અંદર સફેદ જેવાં હોય છે . મુળને ચાખવાથી જીભ પર ચમચમાટ થાય છે .

એ ગરમ અને બળવર્ધક છે તથા વાયુ , કફ , પક્ષાઘાત , મોઢાનો લકવા , કંપવા અને સોજા મટાડે છે . વળી એ શુક્રસ્થંભક અને આર્તવજનક છે . એને ઘસીને લગાવવાથી ઈન્દ્રીય દૃઢ થાય છે . દાંતનાં પેઢાં ફુલી જવાં , જીભ જકડાઈ જવી વગેરેમાં ઉપયોગી છે . ( ૧ ) એક ચમચી મધમાં નાના વટાણા જેટલું અક્કલકરાનું ચુર્ણ મીશ્ર કરી રોજ રાત્રે ચાટી જવાથી શરીરમાં ગરમાવો થઈ જાતીય ઉત્તેજના અનુભવાય છે . ( ૨ ) બાળકોને બરાબર બોલતાં ન આવડતું હોય , મોટું અને તોતડું બોલતાં હોય તો વાણી સુધારવા અક્કલકરો અને ઘોડાવજનો ઘસારો મધ સાથે ચટાડવાથી લાભ થાય છે .

( ૩ ) લીવ ઓઈલ સાથે અક્કલકરી વાટી ચોળવાથી મસ્તકના રોગ , સાંધાના રોગ , સ્નાયુના રોગ , મોઢાના અને છાતીના રોગ , પક્ષાઘાત , મોઢાનો લકવા , કુબડાપણું , હાથપગમાં શુન્યકાર , જેવા જુના , હઠીલા રોગો મટે છે . ( ૪ ) અક્કલકરાનું ચુર્ણ સડેલા , પલા , દાંતની ઉપર રાખવાથી દુખાવો મટે છે . ( ૫ ) પા ૧/૪ ) ચમચી જેટલું અક્કલકરાનું ચુર્ણ મધ સાથે ચાટવાથી અથવા ચપટી ચુર્ણ નાકમાં નાખવાથી અપસ્માર ( હીસ્ટીરીયા ) મટે છે . ( ૬ ) અક્કલકરાનું ચૂર્ણ મોટામાં ઘસીને કોગળા કરી નાખવાથી મોઢાની વીરસતા મટી જાય છે .

( ૭ ) અક્કલકરાદી ચુર્ણ બજારમાં મળે છે . તેનાથી મંદાગ્ની , અરુચી , ઉધરસ , સળેખમ , દમ , ઉન્માદ , અપસ્માર વગેરે મટે છે . અખરોટ : અખરોટનો મગજ આકારનો ગર્ભ સ્વાદે મધુર , જરાક ખાટો , સ્નીગ્ધ , શીતળ , ભારે , કફ તથા વીર્યવર્ધક છે . તેનાથી વાયુ અને પીત્તના દોષો શાંત થાય છે . ખાસ કરીને યાદશક્તી વધારવા , મગજની નબળાઈ દુર કરવા , ચહેરાનો લકવો દુર કરવા તથા વાયુના સોજા મટાડવા અખરોટના ગર્ભ તથા અખરોટમાંથી બનાવેલા તેલનો ઉપયોગ કરવામાં આવે છે . અખરોટ મધુર , સ્નીગ્ધ , શીતળ , ધાતુવર્ધક , ચીકારક , કફ – પીત્તકારક , બળકારક , વજન વધારનાર , મળને બાંધનાર , ક્ષયમાં હીતકર ,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here