કોલેસ્ટ્રોલ, પાચન ક્રિયા, ડાયાબીટીસ, આંખની રોશની માટે અનેકગણી લાભકારી છે આંબલી

0

આમલીની ઉપરની ખરબચડી છાલનું ચૂર્ણ ગાયના દહીંમાં એક ચમચી જેટલું સવાર-સાંજ ખાવાથી મસા-પાઈલ્સ મટે છે.  ભૂખ લાગતી ન હોય કે આહારનું પાચન થતું ન હોય તો એક કપ જેટલું પાકી આમલીનું સાકરમાં કે ગોળમાં બનાવેલું તાજું શરબત પીવું.  આમલીનું શરબત પીવાથી ભાંગનો નશો ઊતરી જાય છે. કચુકાનો પાઉડર અને હળદરનો લેપ કરવાથી મચકોડ મટે છે.  આમલીના પાનની ચટણી બનાવી ખાવાથી ભૂખ ઓછી થાય છે.

આમલી વિશે આપણે બધા જાણીએ છી. ખાટી મીઠી આમલી ખાવામાં દરેકને ટેસ્ટી લાગે છે. ચાટ, પાણીપુરીનો સ્વાદ તો આનાથી એકદમ વધી જાય છે. આ આરોગ્ય માટે પણ એટલી જ લાભકારી છે. આરોગ્ય સાથે જોડાયેલ અનેકપરેશાનીઓમાંથી રાહત અપાવવામાં મદદરૂપ છે. આવો જાણીએ આમલીના ફાયદા વિશે…

1. દિલ માટે લાભકારી – આમલીમાં પોટેશિયમ જોવા મળે છે અને આ દિલ માટે ખૂબ લાભકારી છે. તેનાથી બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે.

2. કોલેસ્ટ્રોલ ઓછુ કરે – આ શરીરમાં રહેલા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે.

3. પાચન ક્રિયા રાખે વ્યવસ્થિત – તેમા ફાઈબરની માત્રા વધુ જોવા મળે છે જે ખોરાકને પચવામાં મદદ કરે છે. તેનાથી કબજિયાત અને ડાયેરિયા જેવી સમસ્યાઓથી મુક્તિ મેળવી શકાય છે.

4. પોષક તત્વોથી ભરપૂર – આમલીમાં વિટામીન સી.ઈ અને બી જોવા મળે છે. તેમા કેલ્શિયમ, આયરન, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગનીઝ અને ફાઈબર જેવા બધા ગુણ રહેલા છે. જે શરીર માટે જરૂરી છે.

5. રક્ત સંચાર સુચારુ – આ શરીરમાં રક્ત સંચારને ઠીક રાખે છે અને રેડ બ્લડ સેલ બનાવવામાં સહાયક છે. નબળાઈ, યાદગીરિ અને પેટ સંબંધી સમસ્યાઓમાં પણ લાભકારી છે.
6. માંસપેશિયોનો વિકાસ – માંસપેશિયોના વિકાસ માટે પણ આનુ સેવન લાભકારી છે.

7. ડાયાબિટીસમાં લાભકારક – ડાયાબિટીસના દર્દી માટે આમલીનુ સેવન ખૂબ લાભકારી છે. આ કાર્બોહાઈડ્રેટ્સને સહેલાઈથી પચાવવામાં મદદ કરે છે. જેનાથી લોહીમાં ગ્લુકોઝ અને ઈંસુલિનનુ સંતુલન કાયમ રહે છે.

8. આંખોની રોશની વધારે – આમલી વિટામિન એ થી ભરપૂર હોય છે જે આંખો માટે ખૂબ જરૂરી છે. આમલીનુ સેવન રોજ કરવાથી ચશ્મા નહી આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here