મો માંથી આવતી દુર્ગધ દૂર કરવા માટે અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર

0

મો માંથી દુર્ગધ આવતી હોય કોઇને પણ ના ગમે . તમારા પ્રિયપાત્ર ( તમારી પત્ની કે પતિ ) ને તો કદાપિ નહીં . આ ઉપરાંત તમારી સાથે નજીક આવીને વાત કરનારાને પણ ના ગમે . મઝાની વાત એ છે કે જેને મોમાંથી વાસ આવતી હોય તેને આ બાબતની ખબર હોતી જ નથી . કદાચ તમારા પત્ની / પતિ કહે અથવા તો નાના બેબી કે બાબાને વહાલ કરવા જાઓ તે કહે “ તમારા મોંમાંથી ખૂબ ગંદી વાસ આવે છે .

” ખરાબ વાસ કોના મોંમાંથી વધારે આવે ? શ્વાસની દુર્ગંધનું ઉત્પત્તિ સ્થાન વ્યક્તિનું મોં છે. શ્વાસની દુર્ગંધનાં અનેક કારણો હોઈ શકે છે જે નીચે મુજબ છે: ૧. સિગરેટ અને દારૂ પીનારા પાનમાં તમાકુ ખાનારા દાંત સાફ કરવા પેસ્ટ તરીકે છીકણી લગાડતા હોય આ બધાના મોંમાંથી ન સહન થાય તેની વાસ આવે . ૨. કોઇપણ વસ્તુ ખાધા કે પીધા પછી જો મને કોગળા કરીને સાફ કરવાની આદત ના હોય . ૩. રાત્રે સૂતા પહેલાં બ્રશ કરીને સૂઈ ના જાઓ ત્યારે મોંમાંથી ગંદી વાસ આવશે કારણ ખોરાકના કણ જે તમારા દાંતમાં ભરાયા હશે તે સડવા માંડશે એની વાસ આવશે .

મોં સૂકું હોવું:લાળ મોંને સ્વચ્છ તથા ભેજયુક્ત રાખવામાં મદદ કરે છે. શુષ્ક મોં માં મૃત કોષો જીભ, ગાલ અને પેઢાં પર જમા થાય છે. જ્યારે આ મૃત કોષોનું વિઘટન થાય છે ત્યારે ખરાબ વાસ આવે છે. મોટેભાગે નિંદ્રાનાં સમય દરમિયાન મોં સૂકું થઈ જાય છે.

રોગો:લાંબાગાળાનો ફેફસાંનો ચેપ ખૂબ જ દુર્ગંધયુક્ત શ્વાસ પેદાં કરે છે. અન્ય રોગો જેવા કે કેન્સર તથા ચયાપચયની ક્રિયામાં ખામીને કારણે શ્વાસમાં દુર્ગંધ આવી શકે છે.

મોં, નાક અને ગળાની પરિસ્થિતિ:શ્વાસની દુર્ગંધ સાઈનસ સાથે પણ સંકળાયેલી હોય છે. સાઈનસમાં થતાં ચેપને કારણે ઉભી થતી ગંધ ગળાનાં પાછળનાં ભાગમાંથી નીકળી શ્વાસમાં દુર્ગંધ ફેલાવે છે.

તમાકુની બનાવટો:ધુમ્રપાનને કારણે મોં શુષ્ક થઈ જાય છે અને તેને કારણે અસુવિધાજનક શ્વાસની દુર્ગંધ પેદાં થાય છે. તમાકુ સેવન કરનારાઓમાં પાયોરીયા રોગ લાગુ પડવાની સંભાવનાઓ રહે છે. જે શ્વાસની દુર્ગંધનો વધુ એક સ્ત્રોત છે.

વધુ પડતાં ઉપવાસ: ઉપવાસને કારણે કેટોએસીડોસીસ, ઉપવાસ દરમ્યાન રસાયણો છુટા પડવાની પ્રક્રિયાને કારણે અસુવિધાજનક શ્વાસની દુર્ગંધ પેદા થાય છે.

મોંમાંથી ગંદી વાસ આવતી હોય ત્યારે શું કરશો ? ૧. સારા બ્રશથી અને સારી પેસ્ટથી દાંતને બધી બાજુએથી નિરાંતે પાંચથી સાત મિનિટ ) સાફ કરો . બ્રશ કર્યા પછી જીભને ઉલીયાથી સાફ ૨. દાંત વચ્ચે જગા હોય તેને દાંત સાફ કરવાની દોરી ( ડેન્ટલ ફૂલોસ ) થી દાંત વચ્ચે ભરાએલા ખોરાકના કણને કરો .કાઢી નાખીને ગરમ પાણીના કોગળા કરો પછી છેલ્લે થોડી પેસ્ટ આંગળી ઉપર લઇને અવાળાને સારી રીતે દબાવી માલીશ કરો .

૩. સવારે ઊઠીને અને રાત્રે સૂતા પહેલાં એમ બે વખત ૪ . આખા દિવસ દરમ્યાન કાંઇપણ ખાધું હોય કે પીધું હોય તો તે પછી કોગળા સારી રીતે કરો . ૫. રોજ બેથી અઢી લીટર ચોખું પાણી પીશો . ૬. ખાંડ અને દૂધ વગરની કાળી બ્રશ કરો .ચા- ગરમ કે આઈસ ટી ) પીઓ અને મોંમાં ગોળ ફેરવી પછી પેટમાં ઉતારો .

૭. મોંમાં વધારે લાળ આવે તેવા પ્રયોગ કરો ( એ ) એક ચમચો દહીં મોંમાં લઈ મમળાવી મોંમાં ગોળ ગોળ ફેરવો ( બી સફરજનના ટુકડા ચાવી તેનો રસ મોંમાં ગોળ ફેરવી ઉતારો . ( સી ) જેમાં ખાંડ ના હોય એવા “ સુગરલેસયુઇંગ ગમ ‘ રોજ બે ૮. બજારમાં મળતા માઉથવોશ વખત ચાવો .લાવી અને રોજ જમ્યા પછી મોંમાં લઈ કોગળા કરો .

૯. ‘ એલોવેરા ‘ ( કુંવારપાઠું ) નો રસ એક ચમચી લઇને મોંમાં ગોળ ગોળ ફેરવો અને પછી ખૂબ લાળ આવે તે પ્રવાહીને ઘૂંકી નાખી ગરમ પાણીના કોગળા કરો . ૧૦. સૂર્યમુખીના ચારપાંચ સૂકા બી ચાવો . લાળ સાથે મીક્ષ થાય પછી ઘૂંકી નાખી ગરમ પાણીના કોગળા કરો . ૧૧. લીંબુનું પાણી ( ખાંડ વગરનું ) બનાવી તેને થોડું ગરમ કરી કોગળા કરો .

૧૨. રોજ એક એલચીના દાણા ધીરે ધીરે ચાવીને ખાઓ . બસ આટલું કરશો તો તમારામોંમાંથી વાસ નહીં આવે અને બાળકોથી માંડીને મોટા તમારી આવશે ત્યારે ફરિયાદ નહીં તમારા મોંમાંથી ગંદી વાસ મારે

જેને મોંમાંથી વાસ આવતી હોય તેને આ બાબતની ખબર હોતી જ નથી . કદાચ તમારા પત્ની / પતિ કહે અથવા તો નાના બેબી કે બાબાને વહાલ કરવા જાઓ તે કહે “ તમારા મોંમાંથી ખૂબ ગંદી વાસ આવે છે . ”

તમે તમારી જાત માટે શું કરી શકો ?

  • દાંત તથા મોંની યોગ્ય સફાઈ રાખો
  • બ્રશ કરવા ઉપરાંત દાંત વચ્ચે જમા થયેલ ખોરાકનાં કણો દૂર કરવાં ફ્લોસનો ઉપયોગ કરવો
  • ઉલિયાનો ઉપયોગ કરી જીભનાં છેક પાછલાં ભાગ સુધી યોગ્ય રીતે સફાઈ કરો.
  • તમારાં દંતચિકિત્સક દ્રારા બતાવવામાં આવેલ માઉથવોશનો ઉપયોગ કરો. તેનો ઉપયોગ રાત્રે સૂતાં પહેલાં કરવો એ યોગ્ય છે.
  • પૂરતાં પ્રમાણમાં પ્રવાહી લો અને વધુ પડતી કોફી ટાળો.
  • દૂધ, માંસ કે માછલીનો ખોરાક લીધા બાદ તમારૂ મોં પાણીનાં કોગળાં કરી સાફ કરવું જોઈએ.
  • જો તમને મોં સૂકાઈ ગયેલું લાગે તો ખાંડરહિત ચ્યુંગમ ચાવો.
  • તાજા ફાઈબરયુક્ત શાકભાજી ખાવ.
  • નિયમિતરીતે તમારાં દંતચિકિત્સકની મુલાકાત લો અને દાંત સાફ કરાવો.

અમારા આ લેખ તમને પસંદ આવે તો અન્ય વ્યક્તિ સાથે શેર કરોઅને આવાજ અવનવા આર્ટીકલ મેળવવા અમારા ફેસબુક પેઝ્ને જરૂર like કરજો . જો તમે તમારા કોઈ લેખ અમારી વેબસાઈટમાં મુકવા માંગતા હોય તો કમેન્ટ જરૂર કરજો.

લેટેસ્ટ ન્યુઝ તમારા ફોન પર મેળવવા માટે અમારા ફેસબુક પેઝને લાઇક કરો

તમે અમને twitter અને telegram પર લાઇક અને follow કરી શકો છો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here