બાજરો આપણા શરીરમા હૃદયરોગથી બીજી અનેક બીમારીઓ સામે લડે છે તો વધુમા વાંચવા કલીક કરો

0

બાજરો ખાવાથી શરીરમાં થાય છે આ, જે 90% લોકોને ખબર નથી- એક વાર જરૂર જાણો બાજરાના દાણામાં અન્ય અનાજની સરખામણી એ પ્રોટીનની માત્રા અધિક હોય છે અને એમિનો એસિડનું સારું સમતોલન હોય છે. તેમાં ‘લાયસિન’ (lysine) અને મેથિઓનાઇન+સિસ્ટાઇનની (methionine + cystine) ઊંચી માત્રા હોય છે. ઘાસચારાની સરખામણીમાં તેમાં બમણું મેથોઈનાઇન (methionine) છે જે પ્રાકૃતિક પોલ્ટ્રી ઉત્પાદનમાં મહત્વનું છે……………..

બલિહારી તુજ બાજરા, જેના લાંબા પાન; ઘોડે પાંખું આવિયું, બુઢ્ઢા થયા જુવાન.USAમાં બાજરી ભારતીય પદાર્થ વેચતી દુકાનોમાં મળે છે.AMERICA વસતા આફ્રિકનો અને ભારતીય ઉપખંડનાં લોકોમાં બાજરો પ્રખ્યાત અને પારંપારિક ખાદ્યાન્નનું સ્થાન ધરાવે છે. આ ‘ગ્લુટેન'(ધાન્યોમાં રહેલું નત્રલ, ચિકાશ યુક્ત પદાર્થ) મુક્ત અનાજનો અમેરીકામાં ભિન્ન ખોરાક તરીકે પ્રસાર મર્યાદિત રહ્યો છે. પદાર્થના લેબલીંગમાં અસામાન્યતા મળે છે. ઘણા અન્ય ધાન્યો પણ બાજરાના નામે વેચી મરાય છે. આને લીધે બાજરીથી બનેલ ખાદ્ય પદાર્થમાં એકસ્તરતા નથી………

બાજરાના રોટલા સ્વાદમાં જેટલી જ સ્વાદિષ્ટ હોય છે, સ્વાસ્થ્ય માટે તેટલી જ ફાયદેમંદ પણ છે. ઘઉં અને ચોખાની તુલનામાં બાજરામાં અનેક ગણી એનર્જી હોય છે, બાજરાના રોટલા ઘીની સાથે ખાવાથી તેનું ન્યુટ્રીશન અનેકગણું વધી જાય છે, તેના નિયમિત સેવનથી શરીર મજબૂત અને શક્તિશાળી બને છે.

  1. ગર્ભવતી મહિલાઓ માટે ફાયદેમંદ:

ગર્ભવતી મહિલાઓ માટે બાજરો ખુબ જ ફાયદેમંદ રહે છે. બાજરાની ખીચડી કે રોટલા ખાવાથી મહિલાના શરીરમાં આયર્ન અને કેલ્શિયમની ખામી દૂર થઇ જાય છે. આ સિવાય ડિલિવરીના સમયે થતા દર્દથી પણ રાહત મળી શકે છે. આ સિવાય સ્તનપાન કરાવતી મહિલાઓને જો દૂધ નથી બની રહ્યું તો બાજરાનું સેવન દૂધની માત્રા વધારવામાં મદદ કરે છે.

  1. મોટાપાને કરે છે દૂર:

જો તમે પણ તમારા વધતા જઈ રહેલા વજનને ઓછું કરવા માંગો છો તો બાજરાનું સેવન તમને ફાયદો આપી શકે છે. બાજરામાં ટ્રિપ્ટોફન નામનું એમિનો એસિડ હોય છે જેનાથી પેટ ભરેલું ભરેલું લાગે છે અને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી જેને લીધે વજનને કંટ્રોલ કરવામાં મદદ મળી રહે છે.

  1. હાડકાની મજબૂતી માટે:

બાજરો કેલ્શિયમનો ભરપૂર સ્ત્રોત માનવામાં આવે છે. જે બાળકો અને વૃદ્ધોમાં હાડકાને મજબૂતી આપે છે. કેલ્શિયમની ખામીને લીધે ઓસ્ટિયોપોરોસીસ નામનો રોગ થાય છે જે બાજરાના સેવનથી દૂર થાય છે.

  1. હૃદયની તંદુરસ્તી માટે:

બાજરો મેગ્નેશિયમ અને પોટેશિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે જે કોલેસ્ટ્રોલના લેવલને ઓછું કરે છે અને હૃદયને તંદુરસ્ત રાખે છે. બાજરાનું સેવન હૃદયની બીમારીઓના જોખમને ઓછું કરે છે અને બ્લડ પ્રેશરને પણ નિયંત્રણમાં રાખે છે.

  1. પાચનક્રિયા માટે મદદરૂપ:

બાજરમાં ફાઈબર ભરપૂર માત્રામાં મળી આવે છે જે પાચનક્રિયાને યોગ્ય બનાવે છે. જેને લીધે કબજિયાત, ગેસ, એસીડીટી વેગેરે જેવી બીમારીઓથી છુટકારો મળે છે.

  1. મગજને રાખે છે શાંત:

બાજરો ખાવાથી અંદરથી શાંતિ મળે છે. બાજરો ડિપ્રેશન, તણાવ, ઊંઘ ન આવવી વગેરે જેવી સમસ્યાઓને દૂર કરે છે. બાજરામાં મેન્ગેનિશ્યમ તત્વ મળી આવે છે જે માથાનો દુખાવો અને માઈગ્રેનમાં રાહત આપે છે.

  1. ડાયાબીટીસ માટે ફાયદેમંદ:

નિયમિત રૂપે બાજરો ખાવો ડાયાબિટિસના દર્દીઓ માટે ખુબ ફાયદેમંદ છે. બાજરો લોહીમાં શુગરની માત્રાને કંટ્રોલ રાખવામાં મદદ કરે છે માટે ડાયાબિટીસના દર્દીઓ માટે બાજરો એક વરદાન સમાન છે.

બાજરો આપણે ત્યાં કયાંથી આવ્યો ? તે અંગે ભલે કોઈ ચોક્કસ માહિતી ન હોઈ પરંતુ તેનું મૂળ પૃથ્વીના ઉષ્ણ કટીબંધ પ્રદેશમાં હોવાનું કૃષિ વૈજ્ઞાનીકો માને છે, તેથી બાજરાને આફ્રીકામાંથી દક્ષિણ એશિયા થઈ ભારતમાં આવ્યો હોવાનું કહેવાય છે. અમેરીકા, ઓસ્ટ્રેલીયા, બ્રાઝીલ વગેરે દેશોમાં બાજરાએ ઈસુની અઢાર કે ઓગણીસમી સદીમાં પ્રવેશ કર્યો હોય આ દેશોમાં બાજરાને લોકો ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગમાં લેતા નથી. ………….

સૌરાષ્ટ્ર-કચ્છમાં બાજરા ના આગમન વિશેની લોકવાર્તા નીચે મુજબ સાંભળવા મળે છે. ઈતિહાસ પ્રસિદ્ધ કચ્છનો રાજા લાખો ફુલાણી એક વખત શિકારે નિકળતા તે સાથીઓ સાથે ભુલો પડતા પડતા અંધારીયા ખંડમાં પહોંચી ગયો હતો. ઘણા દિવસો થી શિકાર પાછળ રઝળ પાટ કરતા લાખા ફુલાણી ના કાફલાની ખાદ્ય સામગ્રી ખુટતા તે મુંઝાયો હતો,

ત્યારે સતત ભાગદોડ થી થાકેલા ઘોડાઓ નદી કિનારે ઉગેલા અજાણ્યા ઉંચા છોડના ડૂંડાઓનો ચારો ચરી રહ્યા હતા. અજાણ્યા છોડનો ઉત્સાહથી ચારો ચરતા ઘોડાઓને જોઈ ભૂખની પીડાથી હેરાન લાખા ફુલાણીને નવાઈ લાગી હતી. લાખા ફુલાણીએ ઘોડાઓની નજીક જઈ છોડ ઉપર આવેલા ડુંડાને દબાવી તેના લીલાછમ દાણા પોતાના મોઢામાં મુકતા તેના અનેરા સ્વાદ સાથે શરીરમાં તાજગી અનુભવતા બોલી ઉઠ્યો હતો

 શાકાહારી ઘરડાને પણ થતા જોયા  જુવાન. આયુર્વેદમાં બાજરાને ગરમ, હૃદયને હિતકર, રૂક્ષ, જઠરાગ્નિ પ્રદિપ્ત કરનાર, પિત્તને વધારનાર, શરીરનાસ્નાયુઓ બાંધનાર,ભૂખ લગાડનાર, કફનાશક, કાંતિજનક, બલવર્ધક અને સ્ત્રીઓમાં કામને વધારનારો માનવા માં આવે છે. એ સાથે બાજરામાં કાર્બોહાઈડ્રેટ,  પ્રોટીન અને ફેટનું પ્રમાણ ઉંચું હોઈ તેને વાત, પિત્ત, અને કફજન્ય ગણાવેલ છે.

બાજરો વિટામીન એ, બી અને સી, આયર્ન અને કેલેરીનું ઉંચુ પ્રમાણ ધરાવે છે, અરે બાજરામાં રહેલ આયર્નના ઉંચા પ્રમાણના કારણે તેને આયર્ન કેપ્સ્યુલ નું પણ બીરૂદ આપવામાં આવેલ છે. આયુર્વેદમાં બાજરાની મર્યાદાઓનું પણ વર્ણન કરવામાં આવેલ છે. બાજરો પચવામાં ભારે હોય તેને કેટલાક અંશે મળને બાંધનાર કહી હરસના દર્દીઓને સાવધાનીથી તેનો ઉપયોગ કરવાની સલાહ આપી છે.

વધુ પડતો બાજરો ખાવાથી મસાની બીમારીની શક્યતા વધી જાય છે. બાજરામાં ફાઇબર્સનું પ્રમાણ બહુ ઓછું હોઈ કબજીયાતની બીમારીથી બચવા બાજરાના રોટલા સાથે પાંદડા કે રેસાવાળી ભાજીનું શાક ખાવાની આયુર્વેદમાં સલાહ આપવામાં આવેલ છે. તથા બાજરાના રોટલાને મેદસ્વી લોકો માટે પણ હિતકર ગણાવેલ નથી. બાજરાને આપણા લોકસાહિત્ય અને કહેવતો માં પણ વણી લેવામાં આવ્યો છે. ઘોકે જાર બાજરો, ઘોકે ગમાર પાધરો; ઘોકે ડોબું દોવા દે, ઘોકે છોકરૂં છાનું રે’.

આયુષ્ય સાથે જોડાયેલી ‘બાજરી ખુટવી’, ‘હજુ બાજરી બાકી છે’ તેમજ ‘બાજરો સેલી(રાખ)થી અને બાવો ભભૂતથી શોભે’ વગેરે કહેવતો આપણે  રોજબરોજની વાતચીતમાં સાંભળીએ છીએ. જે આપણા જીવનમાં રહેલું બાજરાનું મહત્વ દર્શાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here