ભાદરવા માં રોગો ની વણઝાર થી બચવા આટલું કરવું

0

સામાન્ય રીતે ભૌગોલિક પરિસ્થિતિ આધારિત વાતાવરણમાં થતાં ફેરફારની અસર શરીર પર થાય. , તેના આધારિત દોષોની વિકૃતિ કે નડવાની તીવ્રતાનો આધાર રહે છે. વાત-પિત્ત, પિત્ત-કફ, વાત-પિત્ત-કફ પ્રકૃતિ ધરાવતી વ્યક્તિઓને ભાદરવા દરમ્યાન તકલીફ થવાની સંભાવના વધુ રહે છે. ભાદરવાની શરૂઆત થાય એટલે તાવ, શરદી, ચક્કર આવવા જેવી તકલીફ થાય છે. 

ભાદરવાનાં તાપથી થતા નુકશાન વિષે વધુમાં જાણો
  • આંખ લાલ રહેવી, બળતરા થવી
  • માથું તપી જવું, ચક્કર આવવા, માઇગ્રેન, સાયનોસાયટિસ, માથાનો દુઃખાવો થવો.
  • શરીર ભારે અનુભવાવું, ઝીણો તાવ રહેતો હોય તેવું લાગવું.
  • માસિક વધુ આવવું, પીળો-બળતરા યુક્ત યોનિસ્ત્રાવ થવો.
  • હાથ-પગના તળિયામાં દાહ થવો, હથેળી-તળિયાની ચામડી રૂક્ષ થઇ ઉતરવી, ચીરા પડવા-બળતરા થવી.
  • અરુચિ, અપચો, ભૂખ ન લાગવી, એસિડીટી, પિત્તનાં ઝાડા, છાતીમાં બળતરા.
  • પેશાબ ઓછો થવો,પેશાબમાં બળતરા થવી.
  • ભાદરવામાં બીમારીથી બચવા શું કાળજી લેશો ?

    • ભાદરવાનાં તાપથી બચવા માથે ટોપી, છત્રી વગેરેથીતમારું  માથું ઢાકવું જરૂરી છે .
    • તાપમાં બહાર ફરવાનું વધુ થતું હોય તેઓએ નિયમિત અંતરે પાણી એટલે પાણી પીવાનું વધારે રાખવું જોઈએ, તેમજ લીંબુનું સાકરવાળું શરબત, શતાવરી-સાકરવાળું દૂધ કે મોળી-ખાટી ન હોય તેવી છાશમાં સાકર નાંખી બનાવેલી લસ્સી, ખસ-ગુલાબનું શરબત, ધાણા-વરિયાળી-સાકરનું શરબત પીવાનું રાખવું. લીંબુ પાણી પણ વધારે પીવું જોઈએ 
    • સવારના નાસ્તામાં તીખા, તળેલા, મસાલેદાર પદાર્થોને બદલે ઘઉંના ફાડા, દૂધ, ખજૂર, બદામ, સાકરથી બનાવેલી પોરીજ કે પછી સાકર નાંખી મીઠું કરેલું દૂધ તાજી રોટલી, પરોઠું જેવો નાસ્તો કરવો.
    • ઘરની સાફ-સફાઈ, ગાદલા-ગોદડા તપાવતા દરમ્યાન ધાબે કે સૂર્યતાપમાં ખુલ્લા માથે ઉભા ન રહેવું. સમયાંતરે પાણી-શરબત પીતાં રહીને ઘરની સાફ-સફાઈની પ્રવૃત્તિ કરવી.
    • ભૂખ લાગતી ન હોય તો પણ ખાલી પેટે વ્યવસાય-વિદ્યા અંગે કે અન્ય કામે બહાર જવાને બદલે કેળાં, સફરજન, નાસપતિ જેવા ફળો, ખજૂર-અંજીરનો નાસ્તો કરવો. જે પચવામાં સરળ રહે તથા બિલકુલ ન ખાવાથી ખાલી પેટે થતી એસિડીટી-બળતરાને રોકશે.

    ભાદરવાનો તાપ ઘરનાં બાવા-ઝાળા, જીવાંત, ભેજની વાસ દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી છે પરંતુ સફાઈ દરમ્યાન ઉડતી ધૂળ-રજકણ અને સૂર્યતાપથી સ્વયંનું રક્ષણ કરવું. ભાદરવા પછી શરદી, ખાંસી, શ્વાસ, તાવ જેવા રોગથી પીડાતા દર્દીઓની લાઈન લાગવાના કારણોમાં સાફ-સફાઈ, રંગરોગાનમાં ઉડતી ધૂળ-રજકણ અને તાપ પણ ભાગ ભજવે છે. જીર્ણ તાવ, ઇમ્યુનીટીનાં અભાવથી થતાં રોગ વારંવાર થતાં હોય તેઓ કડુ, કરિયાતું, ગળો, સારીવા જેવા ઔષધો યોગ્ય માત્રા-વિધિથી લઇ શકે.

    શરદઋતુ ને રોગો ની માતા કહી છે કારણ કે આ ઋતુ માં બીજી બધી ઋતુ ઓ કરતા વધુ રોગો થાય . એટલે શતમ જીવેમ શરદ ” એવા આર્શીવાદ આપવામાં આવતા . ભાદરવામાં તુરીયા , ખાટી છાશ તાવ લાવે.માટે એનું સેવન ન કરવું . ઉપાય- પિત્ત શમન માં દુધપાક શ્રેષ્ઠ છે . શ્રાધ્ધ એટલે આપના પૂર્વજો ને યાદ કરવા ના દિવસો .

    આપને ત્યાં દુધપાક , દુધ ભાત , દુધપૌંવા ખાવાનો રીવાજ છે . દુધ શું કામ ? કારણ કે , દુધ આરોગ્ય ની દ્રષ્ટી એ પિત્ત શમન માં શ્રેષ્ઠ છે . દેશી ગાય ના દુધ નો ઉપયોગ કરવો કારણ કે દેશી ગાય નુ દુધ જીવનીય ગુણ અર્થાત જીવન આપનાર છે , રસાયન , મેઘા વર્ધક , સપ્તધાતુ વર્ધક , મૂદુ રેચક છે . થાક દુર કરનાર , બળ આપનાર છે . માટે દુધપાક માં સાકર ઇલાયચી અને દેશી ગાય નુ દુધ લેવું વધુ ઉતમ છે .

     કોને દુધ નાં પીવું -કફ ની તકલીફ હોય , સોજા હોય , ઝાડા થયા હોય , ભૂખ ના હોય , અગ્નિ મંદ હોય , ક્રિમી હોય એને દુધ ના પીવું . આમ આપણા બધા ધાર્મીક પ્રસંગ સ્વાથ્ય જાળવણી સાથે જોડાયેલા છે . શરદઋતુ માં વિરેચન કર્મ શ્રેષ્ઠ છે પિત્ત ની આ ઋતુ માં વિરેચન કર્મ થી પિત્ત નો નિકાલ એટલે કે શરીર શુધ્ધી કરણ કરાવાની શ્રેષ્ઠ ઋતુ છે.જેથી જુના પિત્ત જન્ય રોગો ઝડપ થી અને જડમૂળ થી નિકળી જાય છે .

    નિષ્ણાંત વૈદ્ય ની દેખરેખ માં જ કરાવવું . આ માહીતી તમને ગમે તોહ અચૂક શેર કરવી . –

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here