ખાંસી તથા શ્વાસનાં દર્દ દૂર કરવા આશીર્વાદ સમાન છે આ ઔષધિ માહિતી વાંચો અને શેર કરો

આપણો વન વગડો

વૈદ્યમિત્રોની વહાલી વનસ્પતિઃભોંયરીંગણી

અાયુર્વેદમાં ઘણી બધી વનસ્પતિ ખૂબ આદર અને સન્માન પામી છે. શહેરીજનો જેને કાંટાવાળો છોડ ગણીને દૂર ભાગે છે તેને આયુર્વેદપ્રેમીઓ તથા વેદ્યમિત્રોએ બહુ પ્રેમથી આવકારી ખૂબ સન્માન આપ્યું છે. આવી જ એક વનસ્પતિ છે ભોંયરીંગણી. જેનો ઉપયોગ કરવાથી ખાંસી તથા શ્વાસનાં દર્દ દૂર થાય છે. આ વનસ્પતિ બહુધા પડતર જમીન કે ખેતરોમાં આપમેળે ઊગી નીકળે છે.

તેનાં પાંચેય અંગ ઉપયોગી છે. જેને વૈદ્યમિત્રો પંચાંગ (ફળ, ફૂલ, પત્ર, પુષ્પ તથા મૂળ) કહે છે. આવો આપણે આયુર્વેદની આ પ્રિય વનસ્પતિનો પરિચય કેળવીએ તથા આપણા વન વગડા દ્વારા શહેરીજનોથી અલિપ્ત થતાં દિવ્ય અમૃતનું પાન કરીએ.

ભોંયરીંગણી (સંસ્કૃત: કંટકારી; વૈજ્ઞાનિક નામ: સોલેનમ ઝેન્થોકાર્પમ-Solanum xanthocarpum; અંગ્રેજી: Yellow Berried Night shade) એ એક વનસ્પતિ છે. આ વનસ્પતિનો છોડ જમીન પર ફેલાતો, બહુવર્ષાયુ છોડ હોય છે. આ છોડનાં પાંદડાં લાંબાં, કાંટાયુક્ત અને લીલાં રંગનાં હોય છે; તેનાં પુષ્પો જાંબલી રંગનાં હોય છે. તેનાં ફળ કાચાં લીલા રંગના અને પાકી જાય ત્યારે પીળા રંગનાં થઇ જાય છે. આ ફળમાં બીજ હોય છે, જે નાંનાં અને ચીકણાં હોય છે. આ છોડ પશ્ચિમ અને ઉત્તર ભારતમાં સુકાં સ્થાનો પર જોવા મળતાં હોય છે.

આયુર્વેદિક ગુણ કર્મ,ગુણ– લઘુ, રુક્ષ, તીક્ષ્ણ, રસ– તિક્ત, કટુ,વિપાક– કટુ,વીર્ય– ઊષ્ણ.

કફવાત શામક, કાસહર, શોથહર, રક્તશોધક, બીજ શુક્રશોધન, હૃદયરોગનાશક, વાતશામક, રક્તચાપશામક (Lowers the Blood pressure)

શાસ્ત્રી હિમાંશુ વ્યાસ (પત્રકાર)

આ છોડ એ ૧00થી પણ વધારે બીમારીઓ દૂર કરી શકવાની ક્ષમતા ધરાવે છે . પણ તમને જણાવી દઈએ કે મુખ્ય કઈ બીમારીઓમાંથી ફાયદો થશે . અસ્થમા , દરેક પ્રકારનું સંક્રમણ , પથરી , બવાસીર , ખરજવું અને જેમને ગર્ભ ના રહેતો હોય તેમના માટે પણ આ ફાયદાકારક છે . આ છોડનો ઉપયોગ કરવા માટે આ છોડના મૂળને વાટીને પાણીમાં ઉકાળો અને જયારે પાણી ઉકળીને અડધું થઈ જાય ત્યારે તેને ગાળી લો અને પછી એ પી જાવ . આવું નિયમિત એક મહિના સુધ કરવાથી દરેક પ્રકારની બીમારી દૂર થઈ જશે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *