July 9, 2020
Breaking News

બિરિયાની મસાલો બનાવવાની પરફેક્ટ રીત

સામગ્રી ૮-૧૦ નંગ કાશ્મીરી લાલ સુકા મરચા, ૨ ટેબલસ્પૂન સુકા ધાણા, ૧ ટેબલસ્પૂન જીરું,૨ ટેબલસ્પૂન શાહીજુરું, ૪-૫  ટુકડા તજ (૨ ઇંચ), ૧ ટેબલસ્પૂન લવિંગ, ૩-૪ મસાલા ઈલાયચી,૧/૨ ટેબલસ્પૂન કાળામરી, ૬-૭ નાની ઈલાયચી, ૨ નંગ જાવંત્રી,૨-૩ નંગ બાદીયા,૩-૪ દગડફુલ (સ્ટોન ફ્લાવર),૨-૩ નંગ તમાલપત્ર,૧/૨ ટીસ્પૂન જાયફળ પાવડર,૧ ટીસ્પૂન હળદર

બનાવવાની  રીત

  • જાયફળ પાવડર અને હળદર સિવાયના બધા આખા મસાલાને ધીમા તાપે, ૩-૪ મિનીટ શેકી, ઠંડા કરવા.
  • તેમાંથી એક તમાલપત્ર, ૮-૧૦ કાળામરી, ૨ ટુકડા તજ અલગ કાઢી લેવા.
  • મસાલા ઠંડા થાય એટલે તેમાં જાયફળ અને હળદર મિક્સ કરી, મિક્સરમાં ઝીણા વાટી, ચાળી લેવા.
  • હવે તજ અને તમાલપત્રના નાના નાના ટુકડા કરવા.
  • ચાળીને તૈયાર કરેલા મસાલામાં આખા કાળામરી અને તજ-તમાલપત્રના ટુકડા મિક્સ કરી લેવા.
  • મસાલાને કાચની એરટાઈટ બોટલમાં ભરી લેવો.
  • બિરિયાની બનાવતી વખતે ટેસ્ટ મુજબ આ મસાલો નાખવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *