નાના બાળકના પેટમાં ગેસ થાય તો દવા નહીં કરો આ દાદીમાના ઘરગથ્થુ ઉપાય

0

નાના બાળકોને જો  ગેસની સમસ્યા વારંવાર થાય છે તો ગેસની તકલીફથી બાળકોમાં ચિડીયાપણું વધી જતું હોય  છે. નાના બાળકને ગેસના કારણે બેચેની રહેતી હોય  છે અને તેના કારણે તે પૂરતી ઊંઘ પણ કરી શકતા નથી. બાળકોની ગેસની સમસ્યાને કેટલાક ઘરગથ્થુ ઈલાજથી દૂર કરી શકાય છે.

બાળકને ગેસ થય ત્યારે તેને ઓડકાર આવે તે જરૂરી હોય છે. જો બાળક ઓડકાર ન લઈ શકે તો તેને ખભા પર લઈ અને તેની પીઠ પર હળવો  હાથ ફેરવવો. થોડીવારમાં જ બાળકને ઓડકાર આવી જશે અને પેટમાંથી ગેસ નીકળી જશે. છે ને સાવ સિમ્પલ રીત

બાળક જ્યારે ગેસથી પરેશાન  હોય ત્યારે તેને જમીન પર સુવડાવી અને તેના પગને  થોડા ઉપર નીચે કરવા. આમ કરવાથી પેટમાંથી ગેસ નીકળી જશે.

બાળકના પેટ પર હળવા હાથે મસાજ કરો. મસાજ કરવા માટે સરસવનું તેલ ઉપયોગમાં લેવું. તેલને થોડું ગરમ કરી અને તેનાથી મસાજ કરવાથી બાળકને રાહત થશે.

ગેસની સમસ્યાને દૂર કરવા હીંગનો ઉપયોગ પણ કરી શકો છો હીંગને પાણીમાં ઉમેરી તેની પેસ્ટ બનાવો અને આ પેસ્ટને બાળકની નાભિની ફરતે લગાવી દો. થોડી જ વારમાં બાળક શાંત થઈ જશે.

આ પણ વાંચો :

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here