શું કામ માસ્ક પહેરવા છતાં કોરોના ફેલાય છે? તમે જાણો છો? માહીતી વાંચો અને શેર કરો

0

શું કામ માસ્ક પહેરવા છતાં કોરોના ફેલાય છે?

1) માત્ર N95 માસ્ક 95% વાયરસ ફિલ્ટર કરે છે. પરંતુ તેની કિંમત વધુ હોવાથી લોકો વાપરતા નથી. અથવા રી યૂઝ/ધોઈને યૂઝ કરે છે જે ખોટું છે. તેની ક્વૉલિટી સંપૂર્ણ ભરોસાપાત્ર હોતી નથી.

2) વાલ્વ વાળું N95 માસ્ક : પહેરનારનો ઉચ્છવાસ ફિલ્ટર થયા વિના બહાર ફેંકે છે. જેથી તે બીજાને વાયરસ અસાનીથી ફેલાવે છે. પહેરનારને મિથ્યા ખોટો આત્મવિશ્વાસ રહે છે કે તે વધુ કીમત આપી સુરક્ષિત માસ્ક પહેરે છે. અને બિન્દાસ રીતે કોરોના ફેલાવે છે.

3) 3 Ply સર્જીકલ માસ્ક : મિડિયમ ક્ષમતા થી વાયરસ ફિલ્ટર કરે છે. પરંતુ તેમાં નાક પર ફિટ રહેવા માટેની ક્લિપ ન હોય તો તે વાયરસ ચારે બાજુથી શ્વાસમાં આવે છે. જો વ્યવસ્થિત રીતે પહેરવામાં આવે તો તે સૌથી સસ્તું અને કોસ્ટ ઈફેકેટીવ માસ્ક છે.

સાદો રૂમાલ અને સાદા કપડા નું માસ્ક વાયરસ ને બિલ્કુલ ફિલ્ટર કરતું નથી. તેનો ઉપયોગ માત્ર ખુલ્લી જગ્યામાં બહાર ઉપયોગી છે. જ્યાં તમારો ઉચ્છવાસ દૂર સુધી જતો અટકે છે. કોઈ પણ ઈન્ડોર જગ્યામાં આ બિલકુલ કામ આપતું નથી. જે ઓલરેડી બીમાર છે તે વ્યક્તિએ ઘરમાં કે બહાર આ પહેરવું અતિશય ભયજનક છે.

માસ્ક ને નાક થી નીચે કરવું એનો મતલબ કે તમે કોઈ માસ્ક પહેર્યું નથી. કોઈની સાથે વાત ચિત કરવા માટે માસ્ક કાઢવું ભયજનક છે.

માસ્ક ને આગળ ની તરફ અડવું : એટલે તમારા હાથ અને માસ્કને contaminate (ચેપી) બનાવવું. માસ્કને સરખું કરવા, કે નાક પાસે ખંજવાળ આવે ત્યારે તેને આગળથી ઉંચુ કરવાની બદલે, Sanitizer વાળો હાથ કરી અંદરની સાઇડ થી અડીને સરખું કરવું જોઈએ. ત્યારબાદ ફરીથી હાથમાં Sanitizer લગાવવું જોઈએ.

હવે લોકોને લાગશે કે Practically આટલી બધી ચીવટ રાખવી શકય જ નથી. વૃદ્ધો અને ઓછી યાદશક્તિ વાળા લોકોને આટલી ડીટેલ યાદ પણ નથી રહેવાની. તો આ માહિતી નો શું મતલબ. મતલબ આ પ્રમાણે છે.

દુનિયાનું કોઈ પણ માસ્ક, કોઈ પણ ઉકાળો, કોઈપણ વિટામિન, કોઈ પણ ક્લોરોક્વિન તમને વાયરસ થી ખાતરી પૂર્વક બચાવી શકવાનુ નથી. માટે વૃદ્ધો અને ડાયાબીટીસ વાળા વગેરેને લોકડાઉન/હેલ્થી કેવોરેંટાઈન સિવાય કોઈ વિકલ્પ નથી. અન્ય લોકો એકબીજા થી દૂર રહી કામ ધંધા રોજગાર કરે, વડીલોથી દૂર રહે, માસ્ક પહેરીને કામ ધંધા રોજગાર કરે ,
કોઈ પણ વેન્ટિલેશન વિનાની (સેન્ટ્રલ એ સી) ઓફીસ/ફેક્ટરી માં ન જાય , સૌ ઘરમાં બારીઓ ખુલ્લી રાખે. આ બધું સાથે મળીને ધ્યાન રાખે તો ફેલાવો ચોક્કસ અટકે છે.

માહિતી ઉપયોગી લાગે તો શેર કરવાનું ના ભૂલતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here