ડેન્ગ્યુ, મેલેરીયા, સ્વાઇન ફલૂ તથા ફલુ માટે અસરકારક ઔષધ સદેડો

0

સહદેવીનું દેશી નામ સદેડો, સદેડી છે.સહદેવીનો છોડ એક ફુટથી બેફુટ લો ઉંચો વધે છે. તેમાંથી બે-ચાર શાખાઓ નિકળી ઉપર તરફ ઉંચે વધે છે. અથવા ઘણીવાર શાખાઓ ટુંકી અને ઘણી હોય છે તે દાંડીઓ તળીયેથી પાતળી અને લીલારંગની હોય છે. કોઇવાર આછા જાંબુડીયા રંગની છાયાલેતી અને લગભગ ટચલી આંગળી જેટલી પાતળી કે તેથી પણ પાતળી હોય છે. તેમાં ઉભી નસો આવેલી હોય છે તેના પર સફેદ સુક્ષ્મ રૃવાટીઓ આવેલી હોય છે. તે ડાળીને આડો કાપ મુકતા વચ્ચે ધોળો ગર્ભ અને બાજુમાં છીદ્ર હોય છે. ડાળી પોલી હોય છે. પાન ગોળકડા ખાંચવાળા ટેરવે બુઠી અણી લેતા આંતરે આવેલ હોય છે. પાન અડધા ઇંચથી અઢી ઇંચ લાંબા અને એક તૃતીયાંશથી બે ઇંચ પહોળા હોય છે. ફુલ પુષ્પ ધારણ કરનારી સળી ઉપર મથાળે આવેલ હોય છે. તે ફુલ સુક્ષ્મ ફુલડીઓનું ઝુમખુ બનાવે છે. તે જાંબુડીયા રંગના હોય છે.(

કુદરતના અંગોમાં વનસ્પતિ એક દિવ્ય અંગ છે.સહદેવી એક દિવ્ય વનસ્પતિ છે. સહદેવી’ તાવ માટે અકસીર સાબિત થઇ છે. જે ચોમાસામાં આપણા ડુંગરો, ખેતરોના શેઢા પર તેમજ પાળીયે અને બીડમાં પુષ્કળ પ્રમાણમાં થાય છે. તે આખાય ગુજરાતમાં જોવા મળે છે. ભિનાશવાળી જગ્યામાં બારેમાસ જોવા મળે છે.

સહદેવીના દરેક અંગનો પંચાગ એટલે મુળ શાખા પાન ફુલ અને ફળ એ વનસ્પતિના પાંચ અંગો છે. સહદેવીના ગુણધર્મો જવરધ્ર મૂત્રલ કફચ શોથધ્ર છે. તેથી ડેન્ગ્યુ, મેલેરીયા, સ્વાઇન ફલૂ અને ફલુની ખુબ જ અસરકારક અને રામબાણ ઔષધી છે.

સહદેવીના ઉપયોગથી બહુ જ થોડા સમયમાં દર્દી તંદુરસ્ત થઇ જાય છે અને રોગના તમામ લક્ષણો દુર થાય છે. સાથે તેની કોઇ આડઅસર પણ થતી નથી. દર્દી પુનઃ શક્તિ મેળવી તંદુરસ્ત થાય છે. ડેન્ગ્યુ, મેલેરીયા, સ્વાઇન ફલૂ તથા ફલુમાં સહદેવીના પંચાગનો રસ (લીલો છોડ મળે તો) બે ચમચી અને બાળકને અડધીથી એક ચમચી રસ કાઢી આપવો. લીલો છોડ ન મળે તો સહદેવીના સુકા છોડને અધકચરા ખાંડી દસથી પંદર ગ્રામ એક ગ્લાસ પાણીમાં નાખી ધીમા તાપે ઉકાળવું. અડધુ પાણી રહે ત્યારે ઉતારી તેના બે ભાગ કરી સવાર સાંજ લેવાથી ઉપરોક્ત દર્દો જલદીથી સારા થાય છે.ઉપચારો યોગ્ય આરોગ્ય ચિકિત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહિતી માત્ર શૈક્ષણિક હેતુસર આપવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here