ગરમી, ગૂમડા, તાવ, શીળસ માટે ફાયદાકારક છે દૂધી તેના ઉપયોગો વાંચો અને શેર કરો

0

* દૂધી : દૂધી ઠંડી , પૌષ્ટિક , ધાતુવર્ધક , બળવર્ધક , વૃષ્ય , ગરમીને કારણે વજન ઘટતું હોય તો વજન વધારનારી અને ગર્ભને પોષણ આપનારી છે . દૂધી ગરમીવાળાને , ગરમીના રોગોવાળાને અને ગરમ ઋતુમાં વધુ માફક આવે છે . દૂધીનું તેલ પ્રકૃતિવાળા માટે ઉપયોગી છે . દુધીના તેલની માલિશથી બુદ્ધિ વધે છે . વળી દૂધી મધુર , સ્નિગ્ધ , ધાતુપુષ્ટદાયી , પાચનમાં હલકી ( પરંતુ વધુ ખાવાથી ભારે ) , હૃદય માટે હિતકારી , રુચિ તથા મૂત્ર ઉત્પન્ન કરનારી , ગ્રાહી ( ઝાડો બાંધાનાર ) , બેચેની , પિત્ત ( ગરમી ) , વિષ , શ્રમ , તાવ તથા દાહનો નાશ કરનારી , બુદ્ધિવર્ધક , ઊંઘ લાવનારી , તરસ દૂર કરનાર , રક્તસ્ત્રાવ અટકાવનાર , વાત – પિત્તનાશક તથા કફવર્ધક છે . બંગાળમાં દૂધીના પાનની ભાજી પણ બનાવવામાં આવે છે . દૂધીનાં બીજ મૂત્રલ છે . આથી તે સોજા ઉતારે છે .

( ૧ ) શરીરમાં દાહ – બળતરા થતી હોય , રક્તવિકાર , ગૂમડાં , શીળસ , ગરમી વધી હોય તથા નાક કે ગળામાંથી લોહી પડતું હોય તો દૂધીના રસમાં મધ , સાકર કે ઘી નાખી પીવાથી મટે છે .

( ૨ ) ખૂબ તાવ હોય અને મગજે ગરમી ચડી ગઈ હોય તો દૂધી અથવા બે ફાડિયાં કરી માથે કે કપાળે બાંધવાથી ઠંડક થઈ રાહત થાય છે .

( ૩ ) દૂધીના નાના ટુકડા કરી તેમાં આમલી અને સાકર નાખી ધીમા તાપે પાણીમાં ઉકાળી કપડા વડે ગાળીને પીવાથી મગજની ગરમી , માથાનો દુઃખાવો તેમ જ ગાંડપણમાં લાભ થાય છે .

( ૪ ) ઘી અને જીરુ વડે બનાવેલું દૂધીનું શાક ખાવાથી અને દૂધીના પાનનો રસ હરસ પર ચોપડવાથી હરસ મટે છે .

( ૫ ) દાઝી જવાથી થયેલા ત્રણ પર દૂધીના ગર્ભની લુગદી લગાડવાથી ફાયદો થાય છે ..

( 6) ૧૦ થી ૨૦ ગ્રામ દૂધીના બીના ચૂર્ણને સાકર સાથે વાટી સવારે નરણા કોઠે ખાઈ બે કલાક પછી બે ચમચી દિવેલ પીવાથી પેટમાંના ચપટા કૃમિ નીકળી જાય છે

( ૭ ) ૧૦ થી ૨૦ ગ્રામ દૂધીનાં બીના ચૂર્ણમાં સાકર અથવા મધ મેળવી દરરોજ સવાર , બપોર , સાંજે લેવાથી પેશાબનાં દર્દો મટે છે .

( ૮ ) મધમાખી , કાનખજૂરો જેવાં ઝેરી જંતુના ડંખ પર દૂધીના ડીંટાને પાણી સાથે ઘસી લેપ કરવાથી ડંખના વિષનો નાશ થાય છે .

( ૯ ) ગરમીમાં દૂધીના રસમાં સાકર નાખી શરબત બનાવી પીવાથી રાહત થાય છે . ( ૧૦ ) દૂધી નાખી પકાવેલું તેલ માથામાં નાખવાથી મગજને ઠંડક મળે છે .

( ૧૧ ) એક ચમચી દૂધીનાં બીજ પાણી સાથે સવાર – સાંજ ફાકી જવાથી મૂત્રપ્રવૃત્તિ વધી સોજા ઉતરે છે . ( દૂધીનાં બીજની અવેજીમાં સક્કરટેટી , કાકડી કે તરબૂચનાં બીજ પણ ચાલી શકે . ) ( ૧૨ ) દૂધીનો મુરબ્બો મગજને ઠંડક આપે છે .

( ૧૩ ) દૂધીનો હલવો ધાતુ પુષ્ટિકર છે . ( ૧૪ ) દૂધીનાં બીજનું તેલ માથાના દર્દોમાં સારું પરિણામ આપે છે . વાળ ખરતા હોય તો દૂધીનાં બીજ થી પકવેલું તેલ વાપરવાથી વાળ ખરતા તથા સફેદ થતા અટકે છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here