દવાના પેકેટમાં લાલ લીટી હોવા પાછળનું કારણ જાણો છો? જાણવા અહી ક્લિક કરો

0

આપને ઘણી વખત વિચારતા હોઈએ છીએ કે મેડીકલમાંથી દવા લઈએ છીએ તેમાં દવાના પેકેટમાં લાલ લીટી હોય છે ઘણી બધી દવામાં તો ખાલી દવા વગરનું પેકેટ પણ હોય છે તો આના પાછળનું એક મુખ્ય કારણ છે જે દરેક લોકોએ ખાસ ધય્ન રાખવું જોઈએ મેડિકલમાંથી દવા ખરીદતા સમયે રાખો લાલ નિશાનનું ધ્યાન “ નાની – મોટી બિમારી થતા હંમેશા લોકો મેડિકલ સ્ટોર પર જઈ ડોક્ટરને પૂછ્યા વગર દવા ખરીદી લાવે છે. એવામાં કેટલીક વખત આવુ કરવું શરીર માટે નુકશાનકારક સાબિત થાય છે કેટલીક વખત તો નવી બિમારીઓ દર્દી ઘરે લઈ આવે છે. જેથી સરકાર આ મુદ્દે મહત્વની જાણકારીઓ આપી રહી છે . સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી જાણકારીમાં બતાવવામાં આવ્યું છે કે ,

દવાના પેકેટ પર લાલ લાઇન હોય તો , તે દવાનું સેવન ડોકટરની સલાહ વગર ન કરવું જોઈએ. તો જોઈએ લાલ પટ્ટીનો શું છે મતલબ : દવાની સ્ટ્રિપ પર લાલ નિશાનનો મતલબ શું હોય છે – તેનો મતલબ છે કે , આ પ્રકારની દવા ડોકટરના પ્રિકિસપ્શન વગર ન આપી શકાય. કોઈ પણ મેડિકલ સ્ટોરવાળા આ દવા ડોક્ટરના પ્રિસિપ્શન વગર વેચી શકે અથવા ના તે આવી દવાનો ઉપયોગ કરવાની સલાહ પણ આપી શકે . એન્ટિબાયોટિક દવાના દુરઉપયોગને રોકવા માટે દવાઓ પર આ ખાસ લાલ રંગની પટ્ટી આપવામાં આવે છે . તમે હંમેશા દવાના પેકેટ પર Rx લખેલું જોયું હશે . પરંતુ , શું તમે ક્યારે તેના વિશે વિચાર્યું છે . ઉલ્લેખનીય છે કે , જે દવાઓ પર Rx લખેલુ હોય છે , તે માત્ર ડોકટરની સલાહથી લેવી જોઈએ . જો ડોકટર આ પ્રકારની દવા લખીને આપે તો જ લેવી જોઈએ , નહી તો આ દવા તમારા શરીરને નુકશાન પહોંચાડી શકે છે . આ પ્રકારની દવાઓને માત્ર એવા જ ડોકટરો સજેસ્ટ કરે છે , જેમની પાસે શિલી દવાઓનું લાયસન્સ પ્રાપ્ત હોય . નશિલી દવાના લાયસન્સ વગરના ડોક્ટર કે , મેડિકલ સ્ટોરવાળા આ પ્રકારની દવા બિલકુલ ન વેચી શકે . આ પ્રકારની દવાઓને માત્ર તમે સીધા મેડિકલ સ્ટોર પર જઈ ખરીદી નથી શકતા . આ દવાઓ એવા જ ડોક્ટર સજેસ્ટ કરી શકે જેમની પાસે આ દવાઓ વેચવાની પરવાનગી હોય છે . એટલે કે , આ દવા માત્ર ડોકટર જ તમને આપી શકે છે .

આથી બને ત્યાં સુધી સીધા મેડીકલમાંથી દવા લેતી વખતે આ લાલ લાઈનનું ખાસ ધીના રખવું જોઈએ જે તમારા શરીરને કોઈ નુકશાન ના થાય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here