આંખમાં થતી વેલ શું છે? તે ક્યાં કારણથી થાય છે? વેલના લક્ષણો વાંચો અને મિત્રો સાથે શેર કરો

0

વેલ શું છે?વેલ ને અંગ્રેજીમાં “Pterygium” કહેવામાં આવે છે તથા હિન્દીમાં “नखुना” કહેવામાં આવે છે. વેલ એ ત્રિકોણ આકારની આંખની સફેદ ચામડીનો આંખની કોર્નિયા ઉપર થતી વૃધ્ધિ છે…………વેલ” નામ એટલા માટે આપવામાં આવ્યું છે કારણકે જેમ વેલને કાપ્યા બાદ પણ એની વૃધ્ધિ થઈ શકે છે. એ જ કારણ થી એને હિન્દીમાં નખૂના એટલેકે  નખ કહેવાય છે કારણકે નખને કાપ્યા બાદ પણ એની વૃધ્ધિ થયા કરે છે.વેલ કયા કારણથી થાય છે?એવું માનવામાં આવે છે કે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ લાંબા સમય સુધી આંખના સંપર્કમાં આવવાથી વેલ થાય છે આથી…. જ મહદંશે વેલ ઉષ્ણકટિબંધમાં રહેતા લોકોમાં જોવામળે છે પરંતુ તે અન્ય લોકોમાં પણ જોઈ શકાય છેવેલના લક્ષણો કયા છે?ઘણી વાર વેલના એવા કોઈ જ લક્ષણો હોતા નથી કે જેના માટે તમારે ત્વરિત સારવાર કરાવવી પડે….અમુક સમયે વેલની ચામડી લાલ થઈ જાય છે અને તેમાં સોજો આવે છેજાડી ચામડીની વેલના કારણે ઘણા લોકોને કશુંક ખટકતા હોવાનો ભાસ થતો હોય છે.. .બહુ વધારે મોટી વેલના કારણે ચશ્માના ત્રાંસા નંબર પણ આવી શકે છે અને દર્દીને ઝાંખુ પણ દેખાઈ શકે છે.વેલની સારવાર શું છે?વેલની સારવાર તેની માત્રા ઉપર, તેના કદ ઉપર તથા તેમાં કેટલી વાર સોજો આવે છે તેના ઉપર આધાર રાખે છે.નાના કદની વેલઃ ૧-૨ મિમિ. કદની વેલ કે જેમાં બહુ વખત સોજો ન આવતો હોય તો મહદંશે તેમાં કોઇ સારવારની જરુર પડતી નથી. કયારેક સોજો આવે ત્યારે ડોક્ટરની સલાહથી Mild Steroids તથા Soothing/Lubricating Eyedrops લઈ શકાય છે………….

મધ્યમ કદની વેલઃ ૨-૩ મિમિ. કદની વેલની સારવાર પણ ઉપર મુજબ છે. ચશ્માનાં નંબરની તપાસ જરુરી છે કારણકે આ કદ ની વેલના કારણે ત્રાંસા નંબર આવવાની સંભાવના રહે છે.મોટા કદની વેલઃ૩-૪ મિમિ કે વધારે કદની વેલ માટે શસ્ત્રક્રિયા Sur gery) જરુરી છે. …..જયારે વેલના કારણે બહુ વધારે ચશ્મા ના નંબર આવી ગયા હોય……….વેલની શસ્ત્રક્રિયા ક્યારે જરુરી છે?મહદંશે શસ્ત્રક્રિયાનો નિર્ણયઆંખના નિષ્ણાંત તબીબની સલા હ ઉપર આધાર રાખે છે. દરેક તબીબનું મંત્વય અલગ-અલગ હોઈ શકે છે જયારે મોટા કદની વેલ તમારી કોર્નિયાના મધ્ય ભાગ સુધી આવી ગઈ હોય ..જયારે દર્દીને બહું ખૂંચવા ની તકલીફ હોયજ્યારે વેલમાં બહું વધારે લાલાશ કે સોજા આવતા હોયવેલની શસ્ત્રક્રિયામાં શું કરવામાં આવે છે?વેલની શસ્ત્રક્રિયા દરમિયાન વેલગ્રસ્ત ચામડી ને કાપીને દુર કરવામાં આવે છે.વેલને ફરીથી થતી અટકાવવા માટે આંખની પારદર્શક ચામડીનો એક ભાગ લઈને તેનું વેલ વાળી જગ્યાએ પ્રત્યારોપણ કરવામાં આવે છે.