લસણ ફોલવાની સૌથી સરળ રીત જાણી લો ફોતરાં નહિ ઊડે કે નહી હાથમાં લસણની ગંધ આવે

0

રસોડામાં રસોઈ કરવી તો બધાને ગમે પરંતુ રસોઈના ટેસ્ટમાં વધારો કરનાર લસણ ફોલવામાં ખૂબ જ કંટાળો આવે. લસણ ફોલતી વખતે વાર પણ એટલી જ લાગે અને તેના ફોતરાં પણ બહુ ઊડે..એ તો ઠીક પણ લસણ ફોલયા પછી હાથમાથી લસણની દુર્ગંધ તો કેટલાય કલાક સુધી આવે જેનો સૌથી મોટો કંટાળો. તો ચાલો આજે અમે તમને લસણ ફોલવાની કેટલીક એવી ટિપ્સ વિષે જણાવીશું જેનાથી નહી ફોતરાં ઊડે કે નહી હાથમાં લસણની ગંધ આવશે.

સૌથી પહેલા તો તમારે જેટલું લસણ ફોલવાનું છે એ લસણ લઈ લો પછી એ બધી જ લસણની કળીને એક વાટકીમાં પાણી ભરો ને એમાં ડૂબાડી રાખો. આમ 1 ક્લાક સુધી રાખવું ને પછી એ લસણની કાળી કાઢો ને હળવા હાથે પ્રેસ કરો તો તરત જ લસણ અને ફોતરાં બંને અલગ અલગ થઈ જશે. ને તમારું લસણ ફોલાઈ પણ જશે.જો તમારે ઉપર જણાવ્યુ એમ લસણ ના ફોલવું હોય તો ચાકુની મદદ્થી લસણ ફોલો. એક લસણ લો ને ચાકુની મદદથી ઉપરનો ભાગ કાઢો અમે પછી ફોતરાં કાઢી નાખો. આમ કરવાથી હાથમાં લસણની વાસ પણ નહી આવે ને લસણ સરળતાથી ફોલાઈ જશે.જો તમારા ઘરે ઓવન છે તો તમે લસણને ઓવનમાં મૂકી રાખો.અને પછી લસણ ફોલો આમ કરવાથી ફોતરાં આરામથી નીકળી જશે અને વાસ પણ નહી આવે. અથવા તો રોટલી શેકવાની લોધે ઉપર લસણને ગરમ કરો અને પછી લસણ ફોલો આમ કરવાથી પણ લસણ જલ્દી ફોલાઈ જશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here