કબજીયાત, ગેસ, અપચો માટેના મુખ્ય કારણો, ઉપાયો અને પરેજી વાંચો અને શેર કરો

0

( ૧ ) ક્બજીયાત , ગેસ , અપચોઃ કારણોઃ કબજીયાત થવાનું કારણ ફાઈબરયુક્ત ખોરાક ન લેવો , બેઠાડું જીવન , પાણી ઓછું પીવું , ભોજન ચાવી ચાવીને ન ખાવું , વગર ભૂખે ભોજન લેવું , ચા વધારે પ્રમાણમાં લેવી . આ બધા કબજીયાત થવાના કારણો છે . અસંખ્ય લોકો કબજીયાતના રોગથી પીડિત છે . કબજીયાતમાં આંતરડામાં મળનો સંગ્રહ થાય છે . મળ એ ગંદકી છે.જે દૂર થવી જોઈએ . કબજીયાતથી એસિડીટી , ગેસ થાય છે . મળ આંતરડામાં રોકાવાથી પેટમાં દુ : ખાવો થાય છે . કબજીયાત બધા રોગોનું મૂળ હોવાથી , શકય એટલું ઝડપથી દૂર કરવું જોઈએ , નહિતર શરીરના બીજા અંગો પર તેની ગંભીર અસર થાય છે .

( ર ) ઉપાયો : તેથી ધવા જઠર ઉપ ( ૧ ) જે ખોરાકમાં ફાઈબર અને રફેજ વધારે હોય તે ખોરાક પેટ ભરીને ખાવો જોઈએ . જેથી રફેજ આંતરડામાં રહેલ મળને સાવરણીની જેમ સાફ કરશે . ફાઈબરયુક્ત ખોરાકમાં ગાજર , બીટ , કોબિજ , ટમેટા , ફલાવર , કાકડી , વિગેરે અને ફળમાં જામફળ , સફરજન , બોર , પપૈયુ , કિસમીસ , મુનકકા , ખજુર , અંજીરનો સમાવેશ થાય છે . ફણગાવેલ અનાજમાં ખાસ કરીને મગનું પ્રમાણ વધારવું જોઈએ .

( ૨ ) શરૂઆતમાં ત્રણ દિવસ દરરોજ સવાર સાંજ પાણીમાં એક લીંબુનો રસ અને એક ચમચી ખાવાના સોડા નાંખીને , એનિમા લેવો જોઈએ અને સાંજે ગરમ પાણીનો એનિમા લેવો જોઈએ . ત્યારબાદ જરૂરિયાત મુજબ એનિમા લેવો જોઈએ , એનિમા રોગ અને નિવાર કબજીયાતનો અકસીર ઉપાય છે .

( ૩ ) કબજીયાતમાં ઉપવાસ અસર કારક છે . અઠવાડીયામાં એક દિવસ ઉપવાસ કરવો જોઈએ અને વર્ષમાં બે નવરાત્રિ ઉપવાસ ફકત આદુ – મધ – લીંબુ ઉપર જોઈએ .

( ૪ ) બે કારેલા , બે કાકડી , ત્રણ ટમેટાનો જયુસ અઠવાડિયામાં એકવાર લેવો જોઈએ

( ૫ ) પેટ ઉપર ગરમ – ઠંડા પાણીના લપેટનો પ્રયોગ અને ત્યારબાદ કાળી માટીનો લેપ ૪૫ મિનિટ કરવો જોઈએ .

( ૬ ) સવાર , બપોર , સાંજ એક ગ્લાસ પાણીમાં એક લીંબુનો રસ નાંખીને મિશ્રણ પીવું જોઈએ .

( ૭ ) રામચરિત માનસ આધારિત નવી ભોજન પ્રથા અપનાવવી ,

( ૮ ) દરરોજ સવારે ૫ મિનીટ ચાલવું .

પરેજી : ( ૧ ) ચા કબજીયાતનું મુખ્ય કારણ છે . તેથી ચા બંધ કરવી જોઈએ .

( ૨ ) શ્લેષ્માયુકતખોરાક ( Mucus Food ) ન લેવો જોઈએ . જેવા કે , મેંદાની બનાવટ , ઘઉના ઝીણા લોટમાંથી બનાવેલ ખોરાકનો ઉપયોગ ન કરવો .

( ૩ ) જમવા બેસીએ ત્યારે ૨૫ % પેટ ખાલી રાખવું જોઈએ ,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here