તમારી પાસે બીજા કોઇ શાક હાજર ન હોય ત્યારી બનાવો ગાઠીયાનું શાક

ગાઠીયાનું પ્રખ્યાત ગુજરાતી સબ્જી તમે એવા સમયે બનાવીને પીરસી શકો કે જ્યારે તમારી પાસે બીજા કોઇ શાક હાજર ન હોય. આમ તો દરેક ગુજરાતીઓના ઘરમાં ગાંઠિયા તો હાજર હોય જ છે પણ જો ન હોય તો તે બજારમાં સહેલાઇથી મળી શકે છે. આ ગાંઠિયાની સબ્જી સ્વાદમાં તો રસદાર છે અને સાથે થોડા સમયમાં ઓછી મહેનતથી બનાવી શકાય એવી પણ છે. ખાઈ ને બધા આંગળા ચાટતા રહી જશે

  • જરૂરી સામગ્રી
  • ૧ ૧/૨ કપ તૈયાર ગાંઠિયા
  • ૨ ટેબલસ્પૂન તેલ
  • ૧/૨ ટીસ્પૂન રાઇ
  • ૩/૪ કપ તાજું દહીં
  • એક ચપટીભર હીંગ
  • ૧/૪ ટીસ્પૂન હળદર
  • ૧ ટીસ્પૂન મરચાં પાવડર
  • મીઠું , સ્વાદાનુસાર

બનાવવાની વિધિ

એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં રાઇ ઉમેરો.જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં દહીં, હીંગ, હળદર, મરચાં પાવડર, મીઠું અને ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી . …સતત હલાવતા રહી રાંધી લો.પીરસવાના સમય પહેલા, ……..તેમાં ગાંઠીયા ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી૨ મિનિટસુધી વચ્ચેવચ્ચે હલાવીને રાંધી લો.કોથમીર વડે સજાવી ને તરત જ પીરસો સજાવવા માટે:ઝીણી સમારેલી કોથમીર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *