સિક્રેટ ટીપ્સ સાથે બનાવો કંદોઈ જેવા ભાવનગરી ગાંઠિયા

0

ઘરે કંદોઈ જેવા ગાંઠિયા બનાવવા માટે આ tips અપનાવશો તો જરૂર કંદોઈ જેવા ગાંઠિયા બનશે

  • 500 ગ્રામ ચણાનો લોટ
  • પા કપ તેલ
  • ૧ કપ પાણી
  • 1/2ચમચી સોડા બાય કાર્બ
  • સ્વાદ અનુસાર મીઠું
  • 1 ચમચી અજમા
  • તળવા માટે તેલ

સૌ પ્રથમ એક વાસણમાં તેલ, પાણી એકદમ મિક્સ કરો આ બંને વસ્તુ બરાબર મિક્સ કરવા તમે બ્લેન્ડરનો પણ ઉપયોગ કરી શકો છો બ્લેન્ડરનો ઉપયોગ કરશો એટલે સરસ રીતે મિક્સ થઇ જશે . એ ઘી જેવું સફેદ કલરનું થઈ જાય ત્યાં સુધી હલાવતા રહો. હવે એક બીજા વાસણમાં લોટ ચાળી લેવો. હવે તેની અંદર અજમાં, થોડા સોડા બાય કાર્બ અને મીઠું નાખો. હવે તેલ અને પાણીનુ મિશ્રણ બનાવ્યું છે, એનાથી લોટ બાંધી લો. લોટના મોટા લુવા કરો. ત્યારબાદ ગાંઠીયા પાડવાના સંચામાં લોટ રાખી દો. હવે એક કડાઈમાં ગાંઠિયા તળવા માટે તેલ મૂકો. તેલ ગરમ થઇ જાય એટલે મીડીયમ તાપે ગાંઠીયા પાડી લો અને તળી લો. તૈયાર છે આપણું namkeen ભાવનગરી ગાંઠિયા…. જે ચા અને કોફી સાથે ખાઈ શકાય છે. નાસ્તામાં લઈ શકાય છે અને બાળકોને લંચબોક્સમાં પણ આપી શકાય છે…

જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો તમે ઘરે જરૂર ટ્રાય કરી શકો છો આવીજ અવનવી વાનગી મેળવવા માટે અમારું ફેસબુક પેઝ જરૂર લાઇક કરજો અને તમે કોઈ રેસીપી વિષે માહિતી મેળવવા માંગતા હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરશો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here