ગાંઠ ગૂમડાં બાંબલાઈથી રાહત મેળવવા માટે અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર જરૂર વાંચો અને શેર કરો

0

ગૂમડાં ( ૧ ) ગૂમડાં ઉપર રસવંતીનો લેપ કરી પાટો બાંધી રાખવાથી ગુમડુ ફૂટી જાય છે . ( ૨ ) સરગવાની છાલ ઘસીને ચોપડવાથી ગૂમડું બેસી જાય છે ( ૩ ) ઘઉના લોટમાં મીઠું અને હળદર નાખી પોટીસ બનાવી ગૂમડાં પર બાંધવાથી ગૂમડું પાકી ને ફૂટી જશે ( ૪ ) બાફેલા કાંદામાં મીઠું નાખી પોટીસ બનાવી ગૂમડાં પર બાંધવાથી ગૂમડું ફૂટી જશે . ( ૫ ) ધંતુરો અથવા આંકડાના પાનની પોટીસ બનાવી ગૂમડાં પર બાંધવાથી ગુમડું પાકી જશે . ( 6 ) લસણ અને મરી વાટી લેપ કરવાથી ગાંઠ , ગૂમડાં પાકીને ફૂટી જશે . .

( ૭ ) હળદરની રાખ અને ચૂનો ભેગાં કરી બાંધવાથી ગૂમડું ફૂટી જશે , ( ૮ ) બાજરી બાફી પોટીસ બનાવી બાંધવાથી ગુમડાં સારાં થઈ જાય છે . ( ૯ ) કાંદાની કાતરી ઘી કે તેલમાં શેકી હળદર મેળવી પોટીસ કરી બાંધવાથી ગૂમડું પાકી જશે . ઘા પર બાંધવાથી દર્દ મટે છે . ( ૧૦ ) બોરડીનાં પાન વાટી ગરમ કરી પોટીસ બનાવી બાંધવાથી ગૂમડું પાકીને ફૂટી જશે . _ ( ૧૧ ) મરીનો બારીક પાઉડર કરી પાણી નાખી ઘૂંટીને મલમ જેવું બનાવવું . એને ગૂમડો – ફોલ્લા પર ચોપડી રૂ મૂકી પાટો બાંધી દેવો . દરરોજ દિવસમાં એક વખત આ રીતે ગાઢો લેપ કરતા રહેવું . થોડા જ દિવસોમાં આશ્ચર્યજનક ફરક પડશે .

( ૧૨ ) સરગવાની છાલનો કવાથ પિવડાવવાથી અને તેની છાલની પોટીસ બાંધવાથી લોહી વિખેરાઈને ગૂમડું મટી જાય છે અથવા જલદી પાકીને ફૂટી જાય છે . ( ૧૩ ) અંજારની પોટીસ બનાવી ગૂમડાં પર બાંધવી .

( ૧૪ ) ગાજર બાફી પોટીસ બનાવી બાંધવાથી ગૂમડાં સારાં થાય છે . ( ૧૫ ) ધિલોડીનાં પાનનો રસ અથવા પાનની પોટીસ બનાવીને બાંધવાથી ગૂમડાની વેદના શાંત થાય છે અને ગૂમડાં પાકીને ફૂટી જાય છે .

( ૧૭ ) જામફળીના પાનની પોટીસ બનાટી બાંધવાથી ગૂમડાં મટે છે . ( ૧૭ ) દૂધીનો રસ કાઢી થોડા મધ કે સાકર સાથે લેવાથી ગૂમડાં મટે છે .

( ૧૮ ) નારંગી ખાવાથી ગૂમડાં દૂર થાય છે . ( ૧૯ ) બાફેલી ડુંગળીમાં મીઠું મેળવી , પોટીસ કરી કાચા ગૂમડાં પર બાંધવાથી ગૂમડાને પકવે છે અને રુઝવે

( ૨૦ ) બોરડીનાં પાનને પીસી , ગરમ કરી , તેની પોટીસ બાંધવાથી અને વારંવાર તેને બદલતા રહેવાથી ગૂમડાં જલદી પાકીને ફૂટી જાય છે . ( ૨૧ ) રીંગણાંની પોટીસ ગડગૂમડ પર બાંધવાથી ગૂમડાં જલદી પાકી જાય છે .

( ૨૨ ) લસણ અને મરી વાટી લેપ કરવાથી ગાંઠ , ગૂમડાં , બાંબલાઈ વગેરે પાકીને જલદી ફૂટે છે . ( ) તાદળજાના પાનની પોટીસ બનાવી ગડગૂમડ પર બાંધવાથી ગૂમડું પાકીને જલદી ફૂટી જાય છે .

( ૨૪ ) સીતાફળીનાં પાનની લુગદી બનાવી ગુમડાં પર બાંધ વાથી લાભ થાય છે . ( ૨૫ ) સીતાફળીનાં પાન , તમાકુ અને કોરો ચૂનો મધમાં મેળવી ગૂમડા પર બાંધવાથી ગુમડું પાકી અંદરનું પરું નીકળી જઈ ઘાનું શોધન થાય છે . ( 26) ઘઉંના લોટની પોટીસ બનાવી બાંધવાથી ગૂમડું પાકે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here