મગજનો તાવ, ટીબી કે ગાંઠ પણ માથાના દુઃખાવાનું કારણ હોઇ શકે તેના લક્ષણો અને ઉપચાર વાંચો અને શેર કરો

0

દરેક વ્યક્તિને જીવનમાં ક્યારેક ને ક્યારેક માથાનો – દુઃખાવાનો સામનો કરવો પડે છે . માથામાં દુખાવો થવાના ઘણા કારણો હોય છે જેમ કે મુખ્યત્વે માઈગ્રેન ( આધાશીશી ) , TTH ( ટેનાન ટાઈપ હેડએક ) , કલ્સટર હેડએકનો સમાવેશ થાય છે . અન્ય કારણોમાં મગજનો તાવ ટીબી કે ગાંઠ ( ટ્યુમર ) પણ ઘણીવાર માથાના દુઃખાવાનું કારણ બનતા હોય છે . અલબત્ત , એનું પ્રમાણ ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે . માઈગ્રેન ( આધાશીશી ) એક એવો જટિલ રોગ છે જેમાં વારંવાર માથામાં દુખવાના લક્ષણ જોવા મળે છે . મોટાભાગે માથાના એકબાજુમાં દુખાવો થાય છે અને કેટલાક કિસ્સાઓમાં દશ્ય અને સંવેદનાત્મક લક્ષણો પણ જોવા મળે છે . જેને સામાહિક રૂપે આભા ( AURA ) તરીકે ઓળખવામાં આવે છે . આધાશીશી સ્ત્રીઓમાં વધારે ન્યૂરો ફિઝિશિયન પ્રમાણમાં જોવા મળે છે અને આનુવંશિક કારણો સંકળાયેલા હોય છે .

કારણો » મુખ્યત્વે આનુવંશિક ) તાણ » અપૂરતી નિદ્રા » ધુમ્રપાન » તીવ્ર વાસ જેમ કે પરફ્યુમ , પેટ્રોલિયમ પ્રોડક્ટ » હોર્મોનમાં બદલાવ જેમ કે માસિક સમય , ગર્ભ અવસ્થા ) માથામાં ઈજા » વાંરવાર ઉપવાસ

માથાના કોઈ એક હિસ્સાથી ચાલુ થાય છે જેમાં વ્યક્તિ ને તીવ્ર સણકામારતો દુખાવો થાય છે . દુઃખાવાનો સમય 4 થી 72 કલાક સુધીનો હોય છે . માથામાં દુ : ખાવાની સાથે સાથે ઉબકા અને ઉલ્ટી જેવા લક્ષણો જોવા મળે છે . માથાના દુઃખાવાના સમયે તીવ્ર રોશની કે ઘોંઘાટથી ખૂબ તકલીફ થાય છે . અમુક કિસ્સાઓમાં પક્ષઘાત જેવા લક્ષણો પણ જોવા મળી શકે છે . ઉપચારઃ જો તમને વારંવાર કે લાંબા સમયથી માથામાં દુખાવો થતો હોય તો ચિકિત્સક ( Doctor ) જોડે જાઈ એનું ચેક અપ કરાવું ખૂબ જરૂરી છે . તપાસમાં મુખ્યત્વે કિલીનીકલ એકસામીનેશન ( Clinical Examination ) લોહીની તપાસ સીટી સ્કેન અથવા એમઆરઆઈની જરૂર પડી શકે છે .

માઈગ્રેનમાં આપવામાં આવતી દવામાં મુખ્યત્વે બે પ્રકારની હોય છે . 1 . દુઃખાવા વખતે દુઃખાવાને કાબુમાં લેવા માચે વપરાતી દવા અને 2 . માઈગ્રેનની બિમારી ઓછી કરવામાં વપરાતી દવા ) માઈગ્રેનના દર્દીએ ટાળવા માટેના ખોરાકો » ચોકલેટ , ચીઝ , વધુ પડતી ચા કે કોફી , આર્ટીફિસીયલ , સ્વીટનર્સ તમાકુ અને આલ્કોહોલ , આધાશીશીના દુખાવો ઓછા કરવાના સ્વસંભાળ સૂચનો » ચોક્કસ માથાના દુ : ખાવાના ટ્રિગર્સને ઓળખો અને ટાળો . એક મહિનામાં માથાના દુ : ખાવાની ડાયરી જાળવી રાખવી એ ઓળખવામાં મદદ કરી શકે છે કે આધાશીશી શું અને તેને વધુ સારી બનાવે છે .

તંદુરસ્ત અને નિયમિત જીવનશૈલી જાળવો જેમાં સામેલ 1 . આરોગ્યપ્રદ ખોરાક 2 . નિયમીત વ્યાયામ 3 . નિયમીત ઉંઘની પેટર્ન 4 . વધુ પડતો આલ્કોહોલ 5 . તાણના સ્તરમાં અચાનક ફેરફાર ટાળો » યોગ , ધ્યાન , હિપ્નોસિસ જેવી પ્રવૃત્તિઓ સાથે તમારી તાણને સંચાલીત કરો . » કલ્સટર હેડએક ( Cluster Headache ) . » કલ્સટર હેડએક એ માઈગ્રેનની તુલનાએ ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળતી માથાના દુ : ખાવાની બિમારી છે . કલ્સટર પણ એક હેડએક પુરુષોમાં વધારે જોવા મળે છે .

કારણો » મુખ્યત્વે આનુવંશિક » જોખમ કારક પરિબળો ) મુખ્યત્વે પુરુષોમાં ઉંમર 30 વર્ષથી વધારે આલ્કોહોલ » માથામાં ઈજા

લક્ષણોઃ કલ્સટર હેડએકમાં માઈગ્રેન કરતા વધારે તીવ્ર દુખાવો માથાના કોઈ એક ભાગમાં થાય છે . દુઃખાવાનો સમય 15 થી 80 મિનીટનો હોઈ શકે છે . માથાનો દુખાવો દિવસના કોઈ એક ચોક્કસ સમયે વારંવાર આવે છે . માથાના દુ : ખાવાની સાથે સાથે આંખો લાલ થવી , આંખમાંથી પાણી પડવું , નાક વહેવું , ચેહરા પર પુષ્કળ પરસેવો થવો કે આંખની કીકી ઝીણી થવી જેવા લક્ષણો જોવા મળે છે .

ઉપચાર આમાં પણ ઉપચાર મુખ્યત્વે બે પ્રકારના હોય છે , 1 , દુઃખાવા વખતે દુઃખાવાને કાબુમાં લેવા માટે વપારી દવાઓ 2 , કલ્ટર હેડએક ઓછું કરવા વપરાતી દવાઓ .

ગંભીર પ્રકારના માથાના દુઃખાવાના લક્ષણો : જો માથાના દુ : ખાવા સાથે નીચે જણાવેલ લક્ષણો હોય તો એ ગંભીર પ્રકારના કરશો સાથે સંકળાયેલ માથાનો દુખાવો હોઈ શકે , » શરીરના કોઈ એક ભાગમાં લકવાની અસર કે કમજોરી » જોવામાં તક્લીફ પડવી » ખેંચ આવવી » લાંબા સમયથી તાવ આવવો » સવારે ઊંઘમાંથી ઉધ્યા પછી માથું દુખવું . ઉપર જણાવેલ લક્ષણોમાંથી કોઈ એક લક્ષણ હોય તો ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરવો જોઈએ .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here