ઉપયોગમાં આવે તેવી 24+ ટીપ્સ અને ટ્રિક્સ

0

1). ચણાનો લોટ જો લાંબા સમય સુધી રહી ગયો હોય તો તેને ફેંકી ન દેતા , તેને ડિટર્જન્ટની જેમ વાસણ સાફ કરવા વાપરી શકાય . 2). કીડી થતી હોય તે જગ્યા પર નિમકવાળું પાણી છાંટવાથી કીડીથી છુટકારો મળશે . 3). લીંબુ અને સંતરાનાં બીને સૂકવીને ડિટર્જન્ટમાં મિક્સ કરવાથી કપડાં ઊજળાં બનશે . 4) પ્લાસ્ટિક બોટલનો ચેલો કલર થઈ ગયો હોય તો પાણીમાં લીંબુના રસમાં થોડાં ટીપાં નાખી બોટલમાં રાખવાથી મેલ નીકળી જશે .

5) વિડિયોમાં ફૂગ ન થાય તે માટે રોજ એક વાર ટેપને રિવાઈંડ કરો . 6) લીંબુના રસનાં 2-4 ટીપાં જ જોઈતા હોય તો આખું લીંબુ કાપવાને બદલે તેમા ટૂથપીક નાખી લીંબુને નિચોવી એનાથી લીંબુ સુકાશે નહી .

7) દહીં ખૂબ ખાટું થઈ ગયું હોય તો તેમાં ચાર કપ પાણી નાંખી અડધા કલાક બાદ પાણી નિતારી લો ખટાશ ઓછી થઈ જશે . 8) કપડાં પર તમાકુવાળા ઘૂંકનો ડાધ પડ્યો હોય તો , ડાધની બંને બાજુએ કળી ચૂનાનો લેપ કરી કપડાને થોડો સમય સૂકયા પછી ચૂનો સાફ કરતા ડાધ નીકળી જશે .

9) ફલાવર પોટમાં રાખેલા ફૂલને વધારે દિવસ ખીલેલા રાખવા માટે ફલાવર પોટનાં પાણીમાં ન વપરાતી દવાની ટેબલેટ નાંખવાની ફૂલ વધારે દિવસ તાજા રહેશે .

10) ફુદીનાના પાનને તેલમાં તળીને બોટલમાં ભરી રાખવાથી તેનો ગમે ત્યારે ઉપયોગ કરી શકાય છે . * 11)ભજીયાનાં ખારામાં ખાવાનો સોડાને બદલે દૂધ અથવા લીંબુના નાખવામાં આવે તો ભજીયા ફૂલે છે અને પૌષ્ટિ ત્તવો સચવાઈ રહેશે .

12)“ ઘંઉના લોટમાં થોડો ચોખાનો લોટ મેળવી બાંધવાની રોટલી ખૂબ જ મુલાયમ અને સફેદ થશે .13) મેથીની , પાલકની કે કોઈપણ લીલી ભાજીને સમારી મીઠાઈના ખાલી બોકસમાં ભરી ફ્રિઝમાં મૂકી રાખવાથી ઘણાં દિવસો સુધી તાજી રહે . 14)ખીલ પર મૂળાના પાનનો રસ લગાડવાથી અઠવાડિયામાં ખીલ મટે છે .

15) મીઠા લીમડાં કે ફુદીનાના પાનને તેલમાં તળીને બોટલમાં ભરી રાખવાથી તેનો ગમે ત્યારે ઉપયોગ કરી શકાય છે . 16) ગરમ પાણી વડે લોટ બાંધવાથી રોટલી પોચી બને છે . 17)” હુંફાળા પાણીમાં નખને પાંચ મિનિટ બોળી રાખવાથી તે મુલાયમ બનશે .

18) કોઈપણ વસ્તુ રાંધતી વખતે એની ઉપર ઢાંકણ ઢાંકી રાખવાથી તેમાં પૌષ્ટિક ત્તવો નાશ પામશે નહિ .19) “ વીજળીની સગડી ગેસના સટ્વ પર ડાઘ પડી ગયા હોય તો એક ચોખખું કપૂર એરંડાના તેલમાં પલાળી ડાઘ દૂર થાય છે .20) * ઢોસા અને ઈડલીના ચોખા પીસતી વખતે એમાં મેથીનાં થોડા દાણા નાખવાથી ઢોંસા અને ઈડલી સવાદિષટ બનશે .

21) નેલ પોલિશને છેલલા ટીપા સુધી બહાર લાવવા માટે ફ્રીજમાં મૂકો . 22)ચામડીની વસતુ પર મીઠા તેલમાં સરકો મેળવી લગાડવાથી તેની પર લીસોટા પડશે નહિ .23) ” લીલા કાચા કેળાને પોલીથીન બેગમાં મૂકી રાખવાથી કેળા તરત પાકી જશે .24) ઝાંખા પડી ગયેલો સોનાના દાગીના ઉપર ટુથપેસટ ઘસી પાણીથી ધોઈ નાંખો.દાગીના ચમકી ઉઠશે .

તમે અમને twitter અને telegram પર લાઇક અને follow કરી શકો છો

આ પણ વાંચો

માર્કેટ જેવી એકદમ પાતળી અને ક્રિસ્પી ચીકી બનાવવાની રીત

રસોઈનો સ્વાદ વધારવા અપનાવો આ ઘરગથ્થુ ટિપ્સ

કાચા કેળાને ઝડપથી પકાવવા માટે શું કરવું? | કોથમીર, પાલક, મેથી લાંબા સમય સુધી તાજી રાખવા માટે |
ગેસના ચૂલાને ચમકાવવા માટે | કપડાં પર થયેલ પાન / ફાકીના ડાઘ દૂર કરવા માટે | વારંવાર ઉભરાતી કીડીથી છુટકારો મેળવવા માટે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here