આજે જ ઘરે બનાવો સૌનું પ્રિય કાજુ કરીનું શાક

કાજૂ એ ડ્રાયફ્રૂટનો મહત્વનો ભાગ છે. ત્યારે કાજૂને શાકના સ્વરુપમાં આરોગવું એ પણ એક લ્હાવો છે. તો આવો જણાવીએ કે કઇ રીતે ઘરે બનાવશો કાજૂ કરી.

સામગ્રી : માખણ – ૨ ચમચી, આદુ-લસણની પેસ્ટ – ૧ ચમચી , ડુંગરીને પસ્ટ – ૩ ચમચી, કાજૂની પેસ્ટ – ૨ ચમચી, ખસખસની પેસ્ટ – ૧ ચમચી, નાળિયેરની પેસ્ટ – ૨ ચમચી, લાલ મરચું પાઉડર – ૨ ચમચી, ગરમ મસાલો પાઉડર – ૨ નાની ચમચી, હળદળ – ૧ નાની ચમચી, ફ્રેશ ક્રિમ – ૩ ચમચી, દૂધ – ૨ ચમચી, મીઠુ – સ્વાદ મુજબ, તેલ – જરુરત મુજબ, આખા કાજૂ – ૧ કપ

‘કાજૂ કરી’ બનાવવાની રીત.:– એક વાસણમાં માખણ ગરમ કરી તેમાં આદુ-લસણની તેમજ ડુંગળીની પેસ્ટ નાંખો. – ૨-૩ મિનિટ સુધી એ મિશ્રણને પકાવો.– હવે તેમાં કાજૂ, ખસખસ, નાળિયેર પેસ્ટ ઉમેરી એક રસ કરો. – ત્યાર બાદ તે મિશ્રણમાં મરચું, ગરમ મસાલો, હળદળ ઉમેરો મિક્સ કરો અને ફ્રેશ ક્રિમ, દૂધ અને મિઠુ ઉમેરી હલાવો. – આ મિશ્રણને બે મિનિટ સુધી પાકવા દો અને અલગ રાખો.

– હવે એક કડાઇમાં તળવા માટે તેલ લઇ લો, ગરમ તેલમાં આખા કાજૂને તળી લો. તે કાજૂ તૈયાર કરેલી ગ્રેવીમાં ઉમેરો અને સર્વ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *