એકદમ ક્રિશ્પિ ઘઉં અને મેથીના બજાર જેવા ખાખરા બનાવવાની રીત

0

એકદમ ક્રિશ્પિ ઘઉં અને મેથીના બજર જેવા ખાખરા બનાવવાની રીત

ખાખરા બનાવવા સામગ્રી

  • ૧/૨ કપ ઘઉંનો લોટ
  • ૨ ટેબલસ્પૂન ઝીણા સમારેલા મેથીના પાન
  • મીઠું  સ્વાદાનુસાર
  • ૧ ટેબલસ્પૂન તલ
  • ૧ ટીસ્પૂન તેલ
  • ૨ ૧/૨ ટીસ્પૂન તેલ , શેકવા માટે

ખાખરા બનાવવાની  રીત
એક બાઉલમાં ઘઉંનો લોટ, મેથી, તલ, તેલ અને મીઠું મેળવી જરૂરી પાણીની મદદથી નરમ કણીક તૈયારકરવીકણિકનો ૧૦ સરખા ભાગ પાડી દરેક ભાગને ઘઉંના લોટની મદદથી ૧૫૦ મી. મી. (૬”) વ્યાસના પાતળા ગોળાકારમાં વણી લો.એક નૉન-સ્ટીક પૅનને ગરમ કરી, ૧/૪ ટીસ્પૂન તેલની મદદથી ધીમા તાપ પર દરેક ખાખરા બન્ને બાજુ પર ગુલાબી ટપકાં પડે તે રીતે શેકીલો.મલમલના કપડાની મદદથી ખાખરાને એકસરખુંદબાવી ધીમા તાપ પર ખાખરા કરકરા થાય અને તેની બન્ને બાજુએ બ્રાઉન રંગના ટપકાં પડે ત્યાં સુધી શેકી લો.નીચે ઉતારી ઠંડા પડવા દો.હવે તેને હવાબંધ ડબ્બામાં ભરી દો. તો તૈયાર છે એકદમ ક્રિશ્પિ ઘઉં અને મેથીના બજર જેવા …  ખાખરા બનાવવાની રીત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here