ઘુટણનો ગમે એવો દુખાવો દુર કરી દેશે આ ઘરગથ્થુ ઉપાઇ

0

જ્યારે કોઈપણ માણસને ઘૂંટણનો દુ:ખાવો થાય ત્યારે આપણે તેની કોઇ ને કોઇ સારવાર તો કરતા જ હોઇએ છીએ, છતાં પણ ઘણીવાર રાહત મળતી નથી. તેનું એક કારણ આપણાં જૂતાં-ચંપલ પણ હોય છે. રોજિંદા જીવનમાં આપણે જે પ્રકારનાં શુઝ (ફૂટવેર, ચંપલ) પહેરીએ છીએ, એ ક્યારેક યોગ્ય પ્રકારનાં હોતાં નથી, જેથી તેની શોક એબ્સોપર્શન (વજન લેવાની) ક્ષમતા સારી હોતી નથી. પરિણામે ઘૂંટણ પર વધારે ને વધારે ભારણ આવતું રહે છે અને દુ:ખાવામાં રાહત મળતી નથી. આની સાથે સાથે આપણાં પગનાં પંજામાં પણ ઘણી બધી તકલીફો જેવી કે ફલેટ ફીટ, હેલક્ષ વાલ્ગસ, ઇન્વર્ટેડ ફૂટ, જોવા મળતો હોય છે. જેનાથી પગનાં પંજા દ્વારા જમીન પર સારી રીતે વજન પસાર થઈ શકતું નથી અને તે ઘૂંટણ પરનું ભારણ વધારે છે, જેનાથી ઘૂંટણમાં દુ:ખાવો થતો હોય છે.

ખાસ કરીને જે લોકોને લાંબા સમય સુધી ઊભા રહેવાનું, ચાલવાનું કે સીડી ચડવાનું કામ કરવાનું હોય તો તેમણે શુઝ, ચંપલ એકદમ યોગ્ય પ્રકારનાં જ પહેરવાં જોઇએ નહીં, તેમને ઘૂંટણનો દુ:ખાવો થવાની સંભાવના વધી જતી હોય છે. આજકાલ આપણે ચંપલ, શુઝ કે ફૂટવેર માત્ર સ્ટાઈલ કે ફેશનને અનુલક્ષીને જ પસંદ કરતાં હોઇએ છીએ, પરંતુ એ આપણા શરીરમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. આપણા શરીરમાં લાઈન ઓફ ગ્રેવિટી (ગુરુત્વાકર્ષણ બળની રેખા) એ ઘૂંટણ અને ત્યાર બાદ ઘૂંટી (એન્કલ)માંથી પસાર થાય છે. જો ખરાબ પ્રકારનાં ફૂટવેર પહેરવામાં આવેતો આ લાઈન ઓફ ગ્રેવિટી બદલાઈ જાય છે અને ઘૂંટણ પર વધારે પડતું ભારણ આવવાની શરૂઆત થઈ જતી હોય છે અને ઉંમર સાથે દુ:ખાવો શરૂ થઇ વધતો જતો હોય છે. આપણે ત્યાં ફૂટવેરની યોગ્ય પ્રકારની પસંદગી પર ખૂબ ઓછું ધ્યાન આપવામાં આવે છે. જ્યારે અન્ય દેશોમાં તેના પર ખૂબ ધ્યાન અપાય છે, તેનું મુખ્ય કારણ એ છે કે જો બેઝ (પાયો) મજબુત અને સારો હોય તો જ બિલ્ડિંગ સીધું ઊભું રહી શકે છે. આપણાં ફૂટવેર, શુઝ કે ચંપલ જો ખરાબ હોય તો આપણને વિવિધ પ્રકારના દુ:ખાવા થવાની સંભાવના વધી જતી હોય છે.

ઘણા બધા લોકો એ તેનો અનુભવ પણ કર્યો હશે. કોઈવાર બજારમાંથી ખોટા પ્રકારનાં ફૂટવેર આવી જાય તો તમે બે કે ત્રણ દિવસ પહેરો ત્યાં જ તમને દુ:ખાવા થવાની શરૂઆત થઈ જતી હોય છે. એટલે જ જો તમને ઘૂંટણનો દુ:ખાવો હોય કે તેનાથી બચવું હોય તો શુઝ, ચંપલ કે ફૂટવેરની ચોઈસ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here