હવે મલાઈમાંથી બનાવો ઘી , એ પણ એકવાર નહી બે બે વાર બનાવો ઘી…

0

આપણે દરેક લોકો મલાઈમાંથી ઘી તો બનાવતા જ હોઈએ છીએ, અને આપણે બધા જ લોકો એકવાર જ મલાઈમાંથી ઘી કાઢીને ફેંકી દઈએ છીએ. પરંતુ હવે એક જ મલાઈમાંથી ઘી બનાવો બે વાર…ઓછી મલાઈમાં વધુ ઘી બનાવી કરો તમે રસોડામાં ફાયદો જ ફાયદો.

જરૂરી સામગ્રી :

મલાઈ malai
બનાવવાની રીત :

તમે મલાઈમાંથી ઘી બનાવવું હોય તો સૌ પ્રથમ તો 20 કે 25 દિવસની મલાઈ ભેગી કરો ફ્રીજમાં. આટલા સ્ટોકમાં મલાઈ ભેગી થાય એટ્લે એક જાડા તળિયાવાળી કઢાઈ લો ને એમાં બધી જ મલાઇ કાઢો ને તેને ગેસ પર ગરમ કરવા માટે મૂકો.
હવે બધીજ મલાઈ ઓગળી જશે ને ઉકળવા લાગશે, તમારે ધીરે ધીરે હલાવતું રહેવાનુ જેથી તળિયે ચોટે નહી.

એક ઊભરો આવી જાય એટ્લે તેમાં લાકડાની ઝેયણી મૂકી દો. પછી મલાઈ તો ઉકળતી જ રહેશે ને એમાંથી ઊભરો આવી ઘી બહાર આવવા લાગશે. ઘી બધુ જ આછું ભૂરું બની જશે ને મલાઈ બળી જશે બધી.વે ગેસ બંધ કરો ને સહેજ ઠંડુ થાય કે તરત જ તેને ગાળી લો.

પછી જે મલાઈ વધેલી હશે એમાં બે વાટકી પાણી નકહો ને ઉકાળો, જે ઘી બાકી રહ્યું હશે એ પણ પાણીમાં ઉપર આવીને તરવા લાગશે.
થોડીવાર ઉકાળયા પછી તેને એક બીજા વાસણમાં ગાળો ને તેને ફ્રીજમાં મૂકી દો.

બે દિવસ પછી ફ્રીજમાં મૂકેલ વાસણને બહાર કાઢી ને ચમચીની મદદથી કિનારીએ છોટેલ કે ઉપર છોટેલ બધુ જ ઘી લઈ લો.

આવી રીતે એકદમ સરળતાથી ઓછી મલાઈમાં ડબલ ઘી કાઢી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here