ઉનાળાની સિઝનમાં ઘરે બનાવો કાચી કેરીની ખાટી મીઠી મજેદાર ચટણી

0

કાચી કેરી અને મસાલાથી બનેલી આ ચટણીનો સ્વાદ …ખૂબ જ મજેદાર હોય છે. આ ચટણીને તમે કચોરી, સમોસા, પકોડા કે પછી ભોજન સાથે સર્વ કરી શકો છો.

રીત:(A) કાચી કેરીને લઇને સરખી રીતે સાફ પાણીથી ધોઇ લેવી. હવે તેની છાલ કાઢીને તેના નાના-નાના ટુકડા કરી લેવા.(B) પેનમાં 1 ચમચી તેલ મૂકીને તેને ગરમ કરો. ત્યાર…. બાદ કેરીના ટુકડાને નરમ થાય ત્યાં સુધી પકવો.(C)કેરીના …ટુકડા નરમ થઇ જાય ત્યારે તેને એક વાસણમાં કાઢી લેવા અને.. ઠંડા થવા દેવાં. આ ટુકડા ઠંડા પડી જાય પછી મિક્સચરમાં…. તેની પેસ્ટ તૈયાર કરી લેવી જોઇએ.(D) ચટણી માટે મસાલા. તૈયાર કરવા માટે, પેનને ગેસ પર રાખો અને તેમાં 1/2 કપ સરસિયાનું તેલ મૂકીને ગરમ કરી લો. તેલ ગરમ થઇ જાય ત્યારે તેમાં જીરૂ અને સરસિયાના દાણાને હળવા સાતળી લેવાં. તેમાંવરિયાળી, હીંગ, વરિયાળીનો પાવડર, પીળો સરસિયો, મેથીનો પાવડર, હળદર, મરીનો પાવડર, લાલ મરચું અને મીઠું નાખીને…બધાને સરખી રીતે મિક્સ કરી લો. હવે તેમાં કેરીની પેસ્ટ એડ કરીને યોગ્ય રીતે મિક્સ કરો.(E) બધા જ મસાલા અને કેરીની પેસ્ટ મિક્સ થઇ જાય ત્યારે તેને ગેસ પરથી ઉતારી લો અનેચટણીને થોડી ઠંડી થવા દો. થોડી ઠંડી થયા બાદ તેમાં સરકો મિક્સ કરી દો.

  • સામગ્રીઃકાચી કેરી- 2 (300 ગ્રામ),સરસિયાનું તેલ – ½ કપ (100 ગ્રામ), વરિયાળી- 2 ટેબલ સ્પૂન, પીળો સરસિયો- 2 ટેબલ સ્પૂન, કાશમીરી લાલ ….મરચું- 2 ટેબલ સ્પૂન, મીઠું- 2 ટેબલ સ્પૂન, મેથીના …દાણા- 1 2 ટેબલ સ્પૂન, હળદરનો પાવડર- ½ 2 ….ટેબલ સ્પૂન, મરી- ¾ નાની ટેબલ સ્પૂન,
  • હીંગ- 1 પિંચ, સરકો- 1 ટેબલ સ્પૂન, …..સરસિયાના દાણા- 1 ટેબલ સ્પૂન, જીરૂ- ½ ટેબલ સ્પૂન.તૈયાર છે કેરીની ચટણી. આ ચટણીનો ઉપયોગ તમે આખા વર્ષ દરમિયાન કરી શકો છો. પોસ્ટ વાચીને શેર કરો નીચે આપેલ લાઈક બટન દબાવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here