શરીરની ચરબી ઉતારવા, ખોરાકનુ પાચન કરવા, કફ દૂર કરવા ખુબ અસરકારક છે આ મરીનો પાઉડર બનાવવાની રીત વિદેશમા આની ખૂબ માંગ છે

આપણો વન વગડો

ઔષધ મહિમા

તીખાં, તીક્ષ્ણ, ગરમ, પચવામાં હલકાંઃ કાળાં મર

કાળાં મરી : કાળાં મરી તીખાં, તીક્ષ્ણ, ગરમ, પચવામાં હલકાં, રુચિ ઉત્પન્ન કરનાર, શોષક, ભૂખ લગાડનાર, શીરો વિરેચનીય, કૃમિનાશક, કફ, વાયુ તથા હૃદયના રોગોનો નાશ કરનાર છે. ઉપરાંત મરી નાડીને બળ આપનાર, જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર, આહારનું પાચન કરાવનાર, યકૃતનું બળ વધારનાર, વાયુને નીચેના માર્ગેથી બહાર કાઢનાર, મૂત્ર અને માસિકને પ્રવૃત્ત કરનાર અને કફને બહાર કાઢનાર છે. તુલસી, કાળાં મરી અને ગોળનો ઉકાળો કરી તેમાં લીંબુનો રસ નાખીને ગરમાગરમ પીવાથી મલેરિયાનો તાવ મટે છે.

શરીરમાં જમા થયેલી વધારાની ચરબીના કારણે કોઇ વ્યક્તિનો બોડી લુક બગડી જાય છે અને ઘણી વખત બધા વચ્ચે હાસ્યનું પાત્ર પણ બને છે. શરીરમાં ચરબી વધવાના લીધે ઘણી બધી બીમારીઓ લાગુ પડવાનું જોખમ વધી જાય છે. એક વખત શરીરમાં ચરબી જમા થયા બાદ તેને ઘટાડવી મુશ્કેલ બની જાય છે. નિયમિત શારીરિક કસરત ઉપરાંત કેટલાંક આયુર્વેદિક ઉપાય પણ કરવામાં આવે તો શરીરમાં જમા થયેલી ચરબી ઝડપથી ઓગળવા માંડે છે અને થોડાક જ દિવસોમાં તમને શરીરમાં પણ ફરક જોવા મળશે.

શરીરની ચરબી ઘટાડવા માટેનો એક આર્યુર્વેદિક ઉપાય છે જે ઘરે જ સરળતાથી બનાવી શકાય છે. જેનાથી ચરબી ઘટાડવા ઉપરાંત શરીરને ઘણા ફાયદા થશે.

હળદર ૧૦૦ ગ્રામ, તજ ૧૦૦ ગ્રામ, મેથીના દાણા ૨૦૦ગ્રામ, કાળું જીરું ૧૦૦ ગ્રામ, સૂંઠ ૫૦ ગ્રામ, કલૌંજી ૧૦૦ ગ્રામ, કાળાં મરી ૨૦ ગ્રામ

આ તમામ વસ્તુઓને મિક્સરમાં દળીને પાઉડર બનાવી લો અને તેને એક હવાચુસ્ત કાચની બોટલમાં ભરી લો. સવાર-સાંજ ભોજન પહેલાં નવશેકા પાણી/ સહેજ ગરમ પાણીમાં એક ચમચી એપ્પલ સાઇડર વિનેગર મેળવો અને તેની સાથે આ એક ચમચી પાઉડરનું સેવન કરવું.

આ પાઉડરનું નિયમિત સેવન કરવાથી શરીરમાં જામેલી વધારાની ચરબી ધીમે ધીમે ઓગળશે અને પહેલાની જેમ સ્લિમ અને ફિટ થઇ જશો.

હિંદુસ્તાનમાં ઉત્પન્ન થતાં કાળાં મરીએ દુનિયાના ઈતિહાસ પર અસર કરી છે. પ્રાચીન રોમમાં ‘પાઈવર નીગરમ’ અથવા કાળાં મરીનાં ડાંખળાં બહુ મોંઘાં ભાવે વેચાતાં. ૪૧૦ ઈસવી સનમાં જ્યારે બર્બર ગોથ જાતિના રાજા એલેરીકે રોમને હરાવ્યું ત્યારે સજારૂપે ૩૦૦૦ પાઉન્ડ કાળાં મરી માગ્યાં હતાં !

તુર્ક લોકો પાસેથી કાળાં મરીનો વ્યવસાય લઈ લેવા માટે વાસ્કો-દ-ગામા આફ્રિકા ફરીને હિંદુસ્તાન આવ્યો હતો એ દુનિયા આખી જાણે. કાળા અને સફેદ બંને મરીનું સેવન સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી માનવામાં આવે છે સાથે જ અનેક ઔષધિઓમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. મરીનો સ્વાદ તીખો હોય છે.

જેથી મરીનો ઉપયોગ કફની સમસ્યામાં કારગર સાબિત થાય છે. તેના માટે અડધી ચમચી સફેદ મરી લઈને તેને પીસી લેવાં. ત્યારબાદ તેમાં એક ચમચી મધ મિક્સ કરી લેવું. આ મિક્સરને ૧૦-૧૫ મિનિટ માઈક્રોવેવમાં રાખવું. આ પેસ્ટ પીવાથી જામેલા કફમાં ખૂબ જ ઝડપથી આરામ મળે છે. કફની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે મિક્ચરને એક સપ્તાહ સુધી દિવસમાં ત્રણવાર નિયમિત સેવન કરવું.

શાસ્ત્રી હિમાંશુ વ્યાસ. (પત્રકાર) તા.૦૭.૦૮.૨૦૧૯,બુધવાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *