ગુજરાતી મોહનથાળ, મેસુબ બનાવવાની રીત અચૂક વાંચજો

0

ગુજરાતી મોહનથાળ બનાવવાની રીત અચૂક વાંચજો. દરેક ગુજરાતીઓને મોહનથાળ ખુબજ પ્રિય હોય છે તો તમે પણ શીખી જાવ આ મોહનથાળ બનાવવાની રીત

સામગ્રીઃ 4 કપ ચણાનો લોટ (1 કપ-200 ગ્રામ), (2 ટે.સ્પૂન ઘી, 2 ટે.સ્પૂન દૂધ લોટને ધાબો આપવા માટે), 1 ¼ કપ ઘરની મલાઈ અથવા માવો, 1 કપ ઘી, 2¾ કપ સાકર, 15-20 કેસરના તાંતણા

રીતઃ 2 ટે.સ્પૂન 2 ટે.સ્પૂન દૂધમાં ઘી નાખીને ઘી ઓગળે ત્યાં સુધી ગરમ કરવું. નીચે ઉતારી થોડું ઠંડું થાય એટલે ચણાના લોટમાં મિક્સ કરી લોટને થપથપાવીને અડધા કલાક માટે એક બાજુએ મૂકી દો. અડધા કલાક બાદ ચાળણીથી ધાબો દીધેલો લોટ ચાળી લેવો. માવાને બદલે મલાઈ લેવી હોય તો પણ ચાલે એને એક કઢાઈમાં ગરમ કરવી. જ્યાં સુધી એમાંથી ઘી અને માવો છૂટ્ટો થાય ત્યાં સુધી ગરમ કરવી. એક કઢાઈમાં ઘી લેવું, એમાંથી એક ચમચી ઘી બાજુએ રાખવું. કઢાઈને ગેસ ઉપર ગરમ કરવા મૂકો. ચાળેલો લોટ ઘીમાં ઉમેરો અને તવેથા વડે હલાવતાં રહો. લોટ અને ઘી મિક્સ થાય એટલે બાકી રાખેલું ઘી પણ ઉમેરી દો. લોટ હલાવતાં હલાવતાં જેવો હલકો થવા માંડે અને સુગંધ આવવા લાગે એટલે એમાં માવો ઉમેરી દો. મિશ્રણને સરખું મિક્સ કરીને નીચે ઉતારી લો. અને બીજા વાસણમાં કાઢી લો.બીજી બાજુએ ચાસણી બનાવવા માટે કઢાઈમાં સાકર લો. સાકર ડૂબે એટલું પાણી નાખો. ધીમી આંચે ગરમ કરવા મૂકો. હવે એમાં કેસર ઉમેરી દો. જેવી સાકર ઓગળી જાય એટલે ગેસની આંચ ફાસ્ટ કરી દો. મિશ્રણમાં ચિકાશ આવવા માંડે એટલે ગેસની આંચ ફરીથી એકદમ ધીમી કરી દો. હવે ચાસણીનું એક ટીપું એક ડીશમાં રેડીને બે આંગળી વચ્ચે ચેક કરી લો. જો એક તાર નીકળે તો એમાં લોટનું મિશ્રણ રેડી દો. અને તવેથા વડે મિશ્રણને હલાવો. આ દરમ્યાન એલચી પાવડર પણ ઉમેરી દો. ફક્ત અડધી મિનિટ સુધી હલાવો અને તરત ગેસ બંધ કરીને કઢાઈ નીચે ઉતારી લો. અને અગાઉથી ઘી ચોપડેલી થાળીમાં મિશ્રણ રેડી દો. (મિશ્રણ ઘણું ગરમ હોવાથી સાવધાની પૂર્વક થાળીમાં રેડવું.) ઉપરથી બદામ-પિસ્તાની કાતરી ભભરાવી દો. અને ઠંડું થવા મૂકી દો. ઠંડું થાય એટલે એના પીસ કરી લો.

મેસુબ માટે રેસીપી: ચાસણી બનાવવા  માટે ની સામગ્રી: ૧ કપ ખાંડ ૧/૨ કપ પાણી ૪-૫ તાંતણા કેસર અને ઇલાયચી પાવડર , મેસુબ બેટર માટે ની સામગ્રી: ૧ કપ બેસન, ચપટી બેકિંગ સોડા, ૧/૨ ચમચી ઇલાયચી પાવડર, ૧/૨ ચમચી પીળો ફુડ કલર, તેમજ અન્ય સામગ્રી માં  ૧ કપ ઘી બદામ- પિસ્તા કતરણ ગાર્નિશ માટે

મેસુબ બનાવવા માટેની રીત: ચાસણી માટે સૌપ્રથમ ગેસ ઉપર પાણી ગરમ કરી તેમાં ખાંડ ઉમેરો. પાણી ઉકળે એટલે તેમાં ઈલાયચી પાવડર અને કેસર નાખો અને એક તારની ચાસણી તૈયાર કરી લો. ચણાના લોટમાં ચપટી બેકિંગ સોડા અને પીળો ફુડ કલર નાખી મિક્સ કરી ચાળી લો.પછી નોનસ્ટિક કડાઈમાં ચણાનો લોટ લઈ બ્રાઉન થતા સુધી શેકી લો. પછી તેને ઉકળતી એક તારી ચાસણીમાં ધીરે ધીરે નાખતા જવો અને ચમચાથી મિક્સ કરતા જવો. લમ્સ ના રહે તે રીતે સતત હલાવી એક રસ બનાવી દો. બીજા ગેસ ઉપર ઘી ગરમ કરવા મૂકો. ઘી એકદમ ગરમ થાય પછી તેને ચણા ના લોટ વાળા ચાસણીના મિશ્રણમાં નાખતા જાવ અને સતત હલાવતા જાવ. મિશ્રણ માં ઉભરો આવે ત્યાં સુધી ચમચાથી થોડું થોડું ઘી નાખતા જાવ અને એક જ ડિરેક્શનમાં હલાવતા જાવ જેથી જાળી પડશે અને બબલ્સ છુટશે. લોટ અને ઘી બન્ને છુટા પડવા લાગે ત્યારે ઇલાયચી પાવડર નાખી હલાવી તરતજ ગ્રીઝ કરેલ મોલ્ડિંગ પ્લેટમાં કાઢી હળવા હાથે પ્રસરાવી દો. અને ડ્રાય ફ્રુટ કતરણ થી સજાવી દો પછી ફોઇલ પેપરથી કવર કરી પાંચ મિનિટ એમજ રહેવા દો. જેથી મેસુબમા સરસ જાળી પડશે. પછી ચોરસ ટુકડા માં કાપી લો. તૈયાર છે જાળીદાર મેસુબ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here