October 31, 2020
Breaking News

લીલી વરીયાળી અને કલકત્તી પાનનો મુખવાસ બનાવવાની રીત

લીલી વરીયાળી અને કલકત્તી પાનનો મુખવાસ:
રીત 1:

સામગ્રીઃ– 12 નંગ કલકત્તી પાન,- 60 ગ્રામ ખાંડ,- ખાંડ ડુબે તે કરતા થોડું વધારે પાણી,- 100 ગ્રામ લખનવી વરીયાળી,- થોડો ગ્રીન ફુડ કલર,- પોણો કપ લીલા ટોપરાનું છીણ,- 4 ચમચી બૂરુ ખાંડ,- 1 ચમચી ગુલકંદ,- અડધી ચમચી એલચી પાવડર,- પા ચમચી લવલીનો મસાલો,- ચાંદીનો વરખ સજાવટ માટે,- ટુટીફ્રુટી સજાવટ માટે.

રીતઃએક કઢાઈમાં ખાંડ લો. તેમાં ખાંડ ડુબે તેના કરતા વધુ પાણી ઉમરો. ખાંડ ઓગળે એટલે ગેસ બંધ કરી, લખનવી વરીયાળી તેમાં ઉમેરી થોડો ગ્રીન ફુડ કલર મિક્સ કરી 24 કલાક પલળવા દો.હવે એક બાઉલમાં લીલા ટોપરાનું છીણ લો. તેમાં બૂરુ ખાંડ અને ગ્રીન કલર ઉમેરી લીલા ટોપરાનું મિશ્રણ તૈયાર કરો.ત્યારબાદ કલકત્તી પાનની લાંબી કતરણ કરો. એક મોટા બાઉલમાં 24 કલાક પલળીને તૈયાર થયેલી લખનવી વરીયાળી લો. તેમાં ટોપરાનું મિશ્રણ પાનની કતરણ, ગુલકંદ, અલચી પાવડર અને લવલીનો પાવડર ઉમેરી હાથ વડે બરાબર મિક્સ કરો. તૈયાર થયેલો મુખવાસ એક સર્વિંગ ડીશમાં કાઢી, ઉપર ચાંદીનાં વરખથી સજાવો

રીત 2:પાન મુખવાસ (Pan Mukhvas)સામગ્રી-1 વાટકી ઝીણા સમારેલ નાગરવેંલ નાં પાન1 નાની વાટકી કલર ફુલ વળીયાળી2 ટી સ્પૂન ઘાણાદાર1 ટી સ્પૂન કાચી વળીયાળી1 ટી સ્પૂન ઝીણી કટકી સોપારી1 ટી સ્પૂન ગુલકંદ1/2 ટી સ્પૂન સિલ્વર બોલ્સચપટી ઠંડાઇ પાવડર
1/4 ટી સ્પૂન કાથોબનાવાની રીત-ઍક બાઉલ મા સૌ પ્રથમ બધી સૂકી વસ્તુ નાખી મિક્સ કરી લો.પછી તેમાં ગુલકંદ અને કાથો નાખી પાછું બધું મિક્સ કરી લો.તો તેયાર છે ઍકદમ ટેસ્ટી પાન મુખવાસઆ મુખવાસ કાચ ની બરણી માં ભરી 10 દિવસ સુધી રહીં શકે છે