પ્રદૂષણ જીવલેણ બન્યું, 28 વર્ષની નોન-સ્મોકર યુવતીને ફેફસાંમાં ચોથા સ્ટેજના કેન્સરનું નિદાન થયું

0

Health વાયુ પ્રદૂષણથી કેન્સર થાય છે એવા દાવા અગાઉ ઘણીવાર કરવામાં આવ્યા છે. એમાં પણ દિલ્હીનું પ્રદૂષણ હવે લોકોને શ્વાસ લેવા માટે જીવલેણ બની ગયું છે. ડોક્ટર્સ સામે આવો જ એક કિસ્સો આવીને ઊભો છે, જેમાં એક 28 વર્ષ ની યુવતીને ફેફસાંનું કેન્સર નિદાન થયું છે. ડોક્ટરનું કહેવું છે કે એક નોન સ્મોકરને 30 વર્ષની ઉંમર પહેલાં જો કેન્સર થાય તો તેનું મુખ્ય કારણ વાયુ પ્રદૂષણ છે

દિલ્હીની ગંગારામ હોસ્પિટલના લંગ્સ સર્જન ડોક્ટર અરવિંદ કુમારે જણાવ્યું કે 30 વર્ષથી ઓછી ઉંમરમાં એક નોન સ્મોકર માં લંગ કેન્સર થવું એવો આ પ્રથમ કેસ જોવા મળ્યો છે અને આ યુવતી આ કેન્સરના સીધા ચોથા સ્ટેજમાં પહોંચી ચૂકી છે.

ડોક્ટર અરવિંદે આ કેસ વિશે વધુ જણાવતા કહ્યું કે, ‘ગયા અઠવાડિયે તેમના જ ઓપીડીમાં એક MNC(મલ્ટિ નેશનલ કંપની)માં કામ કરતી 28 વર્ષની યુવતી સારવાર માટે પહોંચી. તે પહેલાં આશરે 6 વર્ષ સુધી પરિવાર સાથે ગાઝીપુર વિસ્તાર માં રહેતી હતી. ત્યારબાદસપરિવાર વેસ્ટ દિલ્હીમાં . આવીને રહેવા લાગી. તેના પરિવારમાંથી કોઈપણ સ્મોકિંગ નહોતું કરતું પરંતુ જ્યારે અમે તપાસ્યું તો યુવતીને ફેફસાંનું કેન્સર ડિટેક્ટ થયું અને તે ચોથા સ્ટેજમાં પહોંચી ગયું હતું. યુવતીનો સમગ્ર પરિવાર આ વાત માનવા તૈયાર જ નહોતો કે તેને … ફેફસાં નું કેન્સર હોઈ શકે છે. ડોક્ટર્સ પણ ચોંકી ગયા હતા. પરંતુ

ડોક્ટર્સનો દાવો છે કે આ કેન્સરનું કારણ દિલ્હી(Delhi) નું હવા પ્રદૂષણ હોઈ શકે છે કારણ કે, સિગારેટમાં 70 એવાં કેમિકલ્સ હોય છે જેનાથી કેન્સર થાય છે. આ બધાં કેમિકલ્સ દિલ્હીની હવામાં પણ છે. એવામાં જ્યારે એક માણસ દરરોજ 10 હજાર લિટર હવા શ્વાસ દ્વારા અંદર શરીરમાં લે તો ફંફસાંને એ પ્રદૂષણની અસર થાય છે.

ડોક્ટર્સનું કહેવું છે કે, ક્યાંક ને ક્યાંક આ પ્રદૂષણના કારણે જ યુવતીને ફેફસાંનું કેન્સર થયું છે … સરકાર આની પર રિસર્ચ કરાવી શકે છે. જો કે, પ્રદૂષણથી થતા રોગો કોઈ ડેન્ગ્યૂ જેવા રોગ નથી કે મચ્છર કરડતાં તરત જ તેની અસર દેખાવા લાગે. તેથી, ફેફસાંના કેન્સર માટે આ કારણને સાબિત કરી બતાવવું શક્ય નથી. કારણ કે, પ્રદૂષણની અસર એક દાયકા પછી જોવા મળે છે.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો શેયર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારીપાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય તો તમેઅમનેજણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ ટીપ્સ બ્યુટી ટીપ્સ, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે ફેસ બુક પર અમારા પેજ ગુપ  ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી….. અને તમારા માટે લાવતા રહીશું.

અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર……..નીચે આપેલી લિન્ક ખોલો પેઝ લાઇક કરો ગુપ જોઇન કરો ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here