સ્વાદિષ્ટ ભોજન બનાવવા માટેની ટિપ્સ વાંચો અને દરેક મહિલા સાથે શેર કરો

0

 ….ચણાના લોટના પકોડા સ્વદિષ્ટ બનાવવા માટે તેમા ઝીણી સમારેલી મેથી થોડુ લસણ નાખો….

….. ઢોકળા કે ઈદડાંનો સ્વાદ વધારવા તેને બાફવા મુકતા પહેલા તેના પર સાંભાર મસાલો ભભરાવો …

….- ચણાની દાળના ખમણ નરમ બનાવવા તેમા બનાવતી વખતે લેમન ફ્રૂટ સોલ્ટ નાખો …

…. કોઈપણ લોટની વાનગી બનાવતી વખતે તેમા ગરમ-ગરમ ઘી-તેલનું જ મોણ નાખશો વાનગી વધુ સ્વાદિષ્ટ બનશે…… 

ઘરે મલાઈમાંથી ઘી બનાવતી વખતે તેમા થોડું પાણી છાંટે દો, ઘી સારુ બનશે. ……

ભરેલા કેપ્સિકમ જલ્દી અને ઓછા તેલમાં બનાવવા હોય તો તેને બનાવતા પહેલા અડધો કલાક ગરમ પાણીમાં રહેવા દો. 

ઢોકળાને નરમ બનાવવા તેમા આથો આપતી વખતે મલાઈ મિક્સ કરશો તો ઢોકળા પોચા બનશે……

 મરચાં સમાર્યા બાદ થતી બળતરાને ઓછી કરવા માટે હાથ પર થોડુંક દહીં અથવા હળદર ઘસી લો તેનાથી બળતરા શાંત થઈ જશે. 

* શાક બાફયું હોય તો તેના પાણીને ફેંકી દેવા કરતાં તેને તમારા ઘરના છોડમાં રેડો. છોડને તે પાણીમાંથી જરૂરી એવા પોષક તત્‍વો મળી રહેશે. 

* પૂરીને વધારે સ્વાદિષ્‍ટ બનાવવા માટે લોટ બાંધતી વખતે તેમાં ચારથી પાંચ સ્લાઈસ પલાળેલી બ્રેડ નાંખી દો. 

* હવાઈ ગયેલા ચવાણાને ઓવનમાં જરા બેક કરવાથી, ભીનાશ દૂર થઈ જશે. 

* ઢોકળાનું કે આથાવાળું ખીરું વધેલું હોય તો તેને પ્લાસ્ટીકના ડબ્બામાં ભરીને ફ્રીજમાં મૂકવાથી ખટાશ પડતી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here