નવરાત્રીના ઉપવાશમાં બનાવો સાબુદાણાના વડા

1

સાબુદાણા વડા પેટીસ બનાવવા માટે જરૂરી સામગ્રી મુખ્ય સામગ્રી:સાબુદાણા, સેકેલા શીંગદાણાનો ભુક્કો(પાવડર), બટેકા જરૂરી સામગ્રી :૨૫૦ ગ્રામ સાબુદાણા,૧૫૦ ગ્રામ સેકેલા શીંગદાણાનો ભુક્કો(પાવડર),૪૦૦ ગ્રામ બાફેલા બટેકા,૫ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ,૧ નંગ લીંબુ અથવા ૧ટેબલ સ્પૂન બીંબુ રસ,૧ ટેબલ સ્પૂન લાલ મરચું, ૧/૨ ટેબલ સ્પૂન ગરમ મસાલો,૨ટેબલ સ્પૂન જીણી સમારેલી કોથમીર, ૩ ટેબલ સ્પૂન શીંગોડા અથવા રાજગરાનો લોટ,સ્વાદ મુજબ મીંઠુ, ૪૦૦ ગ્રામ તળવા માટે તેલ સાબુદાણા વડા પેટીસ બનાવવાની પદ્ધતિ ૧(પુર્વતૈયારી) સૌપ્રથમ સાબુદાણાને ૧ કલાક ૫૦૦ મિ.લી પાણીમાં પલાળી દો. સાબુદાણા પલળી જાય એટલે તેને ચારણીમાં નાખીને પાણી નીતારી લો.(પુર્વતૈયારી) બટેકાને કુકરમાં ૩ થી ૪ સીટી વગાડીને બાફી લો, છાલ ઉતારીને બટેકાનો માવો કરો એક વાસણમાં બટેકાનો માવો, પલાળેલા સાબુદાણા, શીંગનો ભુક્કો, સ્વાદ પ્રમાણે મીંઠુ, ૫ ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ,૧/૨ટેબલ સ્પૂન ગરમ મસાલો,૨ટેબલ.સ્પૂન.જીણી.સમારેલી કોથમીર, ૧ ટેબલ સ્પૂન લાલ મરચાનો પાવડર,૧ટેબલ સ્પૂન બીંબુનો રસ. આ બધી જ વસ્તુઓને બરાબર મસળીને મિક્સ કરો માવો મસાલો એક રસ થઇ જાય પછી તેની મધ્યમ કદની ટીક્કી બનાવો અને એક તરફ ઢાંકીને રાખોબીજી તરફ એક કઢાઇમાં ફાંસ ગેસે તળવા માટે તેલ ગરમ મુકો. તેલ વધુ ગરમ થઇ જાય એટલે ગેસને મધ્યમ આંચ પર કરી તેમાં બનાવેલા વડા(પેટીસ) આછા બ્રાઉન કલરના તળોનોંધજો તળતી વખતે પેટીસ વડા છુટ્ટી પડી જાય તો માવો ભેગો કરીને તેમાં ૩ ટેબલ સ્પૂન શીંગોડાનો લોટ કે રાજગરાનો લોટ ભેળવીને ટીક્કી બનાવી તળો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here