સાબુદાણા બટાકા અને સાબુદાણા ટમેટા ની વેફર/ ચકરી બનાવવાની રીત

0

સાબુદાણા બટાકા અને સાબુદાણા ટમેટા ની વેફર/ ચકરી

સામગ્રી: સાબુદાણા બટાકા માટે: સાબુદાણા 1kg, બટાકા 3 kg, મીઠું સ્વાદ પ્રમાણે, આદું મરચાં ની પેસ્ટ જરૂર મૂજબ

સાબુદાણા બટાકા ની વેફર બનાવવાની રીત: સૌ પહેલા સાબુદાણા ને 5 થી 6 કલાક પાણી માં પલાળીને રાખો . પછી બટાકા ને બાફી ને છીણી લો હવે સાબુદાણા ને કૂકર માં લઇ ને ૧ સિટિ પાડી લો હવે એક પેન માં સાબુદાણા ને બટાકા ને મિક્ષ કરી ને તેમાં મીઠું ને આદું મરચા ની પેસ્ટ નાખી ને 5 મિનિટ નાખી ને ગેસ પર હલાવી લો પછી તેને સંચા માં ચકરી ની જાળી નાખી ને પાડી લો ને તડકા માં સુકાવી દો 2 દિવસ માં સુકાયા જાય છે પછી તેને ડબામાં ભરી દો ને ગરમ તેલ માં તળી ને ખાવા માં લો.સાબુદાણા ટામેટા માટે : સાબુદાણા 1 kg , ટામેટા 1kg, મીઠું સ્વાદ મુજબ, જેરું 4/5 ચમચી, ખાંડ ટેસ્ટ મુજબ

સાબુદાણા ટમેટા ની વેફર બનાવવાની રીત:

સૌ પહેલા સાબુદાણા ને ૬ થી ૭ કલાક પલાની ને રાખી લો તયાર બાદ આ સાબુદાણા ને એક મોટા જાડાં તળીયા વાળા તપેલા માં લઇ લો .હવે ટામેટા બાફી ને કર્ષ કરી લો પછી સૂપ ગાળવા ના જારા ના લાઇ ને ગાળી લો હોવી આ મિશ્રણને સાબુદાણા માં ઉમેરી ને તેમાં મીઠું જીરૂં ને ખાંડ નાખી ને ગેસ ઉપર ઉકળવા મુકો સાબુદાણા ફૂટી ના જાય તયા સુધી ઉકાળો પછી આમીસરણ ઠંડુ થાય બાદ સંચા માં ચકરી ની જાળી લગાવી ને પાડી લો આને સુકાતા ૩ દિવસ થાય છે તાયર બાદ તેને તણી ને ખાવા માં લો. તો તૈયાર છે બે જાત ની સાબુદાણા ની ચકરી/ વેફરજો સવારે પાડો તો વધુ સારી રીતે result મળશે પણ જો રાત્રે પાડી ડો તો પણ વાંધો નાઈ આવે.બટાકા સારા લેવા જેથી result સારું મળે .સાબુદાણા પણ નવા લેવા જેથી વેફર પોચી થાય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here