સેન્ડવિચ ઢોકળા બનાવવા માટે અપનાવો આ ટિપ્સ, એકદમ બહાર જેવા જ સોફ્ટ અને ટેસ્ટી બનશે !!

0

સેન્ડવિચ ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી: 1 કપ તૂવેર દાળ 1 કપ ચણાની દાળ 1/2 કપ મગની દાળ 1/2 કપ અડદની દાળ 6 કપ ચોખા અથવા ચોખાનો લોટ 2 ટેબલસ્પૂન આદુ-લસણ-મરચાંની પેસ્ટ 2 કપ ખાટું દહીં 1 ટીસ્પૂન ફ્રેશ યિસ્ટ 1 ટીસ્પૂન હળદર 1 ટેબલસ્પૂન તેલ 1/2 ટીસ્પૂન બેકિંગ પાવડર વઘાર માટે 2 ટેબલસ્પૂન તેલ 1 ટીસ્પૂન રાયના દાણા 1 ટીસ્પૂન તલ 1/2 ટીસ્પૂન હીંગ

ચટણી બનાવવા માટે 1 જૂડી લીલા ધાણા 3-4 મધ્યમ કદના લીલા મરચાં 2 ટેબલસ્પૂન આદુ-લસણની પેસ્ટ 1 ટેબલસ્પૂન છીણેલું નારિયેળ 1 ટીસ્પૂન લીંબુનો રસ સ્વાદ અનુસાર મીઠું 

રીત: – બધી દાળ અને ચોખાને 6-8 કલાક પલાળીને રાખો. – હવે આ મિશ્રણમાં યિસ્ટ અને ખાટું દહીં મિક્સ કરીને ગ્રાઈન્ડ કરીને આથો આવવા માટે મૂકી દો. – આદુ-લસણ-મરચાંની પેસ્ટને આ આથામાં મિક્સ કરો. – તેમાં હળદર અને મીઠું મિક્સ કરો. – એક નાના પેનમાં તેલ ગરમ કરો અને બેકિંગ પાવડર ઉમેરો. – જ્યારે આથામાં નાના પરપોટા જોવા મળે ત્યારે આ મિશ્રણને આથામાં મિક્સને બરાબર હલાવો. – ત્યાર બાદ ચટણીની બધી સામગ્રીને મિક્સ કરીને ગ્રાઈન્ડ કરી લો. ચટણી તૈયાર છે. – હવે ઢોકળાની થાળીમાં થોડું તેલ લગાડીને આથો તેમાં પાથરો. – આ થાળીને સ્ટિમ કુકરમાં 5-8 મિનીટ સુધી પકાવો. – ત્યાર બાદ તૈયાર કરેલી ચટણીને થાળીમાં રહેલા ખીરા પર એકસમાન સ્તરમાં પાથરો. – હવે ચટણી પર ફરી ખીરું પાથરો અને 10-12 મિનીટ સુધી પાકવા દો. – બહાર કાઢ્યા બાદ થાળીને ઠંડી થવા દો. ત્યાર બાદ ઢોકળાને નાના ચોરસ કે ડાયમંડ શેપમાં કાપી લો. – એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં રાયના દાણા અને તલ ઉમેરો. – રાયના દાણા ફૂટે એટલે તેમાં હીંગ નાંખીને તેને આંચ પરથી ઉતારી લો. વઘારને કાપેલા ઢોકળા પર રેડો. – લીલા ધાણા અને છીણેલા નાળિયેર સાથે ગાર્નિશ કરીને સર્વ કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here