પાલકની કઢી / રેસિપીઃકંઇક અલગ ખાવા ઇચ્છતાં હો, તો બનાવો પાલકની કઢી

Recipe: શિયાળામાં પાલકની ગરમાગરમ ભાજી ખાવાની મજા જ અનેરી છે. સામાન્ય રીતે આલુ-પાલક તો બધાં ખાય છે અને ઘણાં પાલકની ભાજીમાં મગની દાળ બનાવે છે. કંઇક અલગ ખાવા ઇચ્છતાં હો, તો બનાવો પાલકની કઢી. 
સામગ્રીઃ

  • છાશ – 4 કપ
  • ચણાનો લોટ – 1 ચમચો
  • પાલક – 300 ગ્રામ 
  • તેલ – 1 ચમચો
  • આદું-લસણની પેસ્ટ – 1 ચમચી
  • કોથમીર-મરચાંની પેસ્ટ – 1 ચમચી
  • રાઇ – અડધી ચમચી, જીરું – અડધી ચમચી
  • મેથીદાણા – પા ચમચી
  • હિંગ – ચપટી
  • હળદર – 1 ચમચી
  • લીમડો – 6-7 પાન
  • આખા ધાણા – પા ચમચી
  • વઘાર માટે
  • તેલ – 1 ચમચો
  • મરચું – 1 ચમચી
  • જીરું – પા ચમચી
  • રાઇ – પા ચમચી
  • આખા લાલ મરચાં – 1 નંગ 
  • હિંગ – ચપટી

બનાવવાની રીત : છાશમાં હળદર, થોડું મરચું, હિંગ અને ચણાનો લોટ નાખી વલોણાથી ખૂબ હલાવી એકરસ કરો. તેલ ગરમ કરી તેમાં જીરું, રાઇ, આખા ધાણા, મેથીદાણા અને લીમડાનો વઘાર કરો. કોથમીર-મરચાંની પેસ્ટ અને આદું-લસણની પેસ્ટ નાખીને સાંતળો. પાલક નાખો અને મિનિટ સુધી રહેવા દો. તે પછી આંચ મધ્યમ રાખી ચણાના લોટવાળી છાશ રેડી ચમચાથી સતત હલાવતાં રહો. એકાદ-બે ઊભરા આવે એટલે મીઠું નાખો અને મધ્યમ આંચે જ ઊકળવા દો. વઘાર માટે તેલ ગરમ કરી તેમાં જીરું, રાઇ, મરચું અને આખા મરચા નો વઘાર કરો. તે પછી આંચ પરથી ઉતારી હિંગ નાખી કઢી માં નાખો. પાલકની ગરમાગરમ કઢી પરોંઠા કે રોટલા સાથે ખાવ. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *