સ્પ્રિંગ રોલ બનાવવાની રીત વાંચો અને શેર કરો

0

સ્પ્રિંગ રોલ બનાવવાની રીત વાંચો અને શેર કરો
રીત 1:-
સ્પ્રિંગ રોલ

સામગ્રી:

1/2 કપ પનીર છીણેલું
1 નાની ડુંગળી સમારેલી
1/2 કપ ઝીણી સમારેલી કોબી
1 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ
2 લીલા મરચાં સમારેલા
મીઠું અને મરી પાવડર સ્વાદ અનુસાર
1 ટેબલસ્પૂન તેલ
2 કપ મેંદો
તેલ તળવા માટે
2 ટીસ્પૂન મલાઈ

રીત:

– મેંદા તેલ અને મલાઈ ભેળવીને બરાબર મિક્સ કરીને નરમ કણક ગૂંથી લો.
– એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં સમારેલી ડુંગળી સાંતળો.
– પછી કોબી, લીલા મરચાં, આદુ-લસણની પેસ્ટ, મરી પાવડર, છીણેલું પનીર અને મીઠું ઉમેરીને ફ્રાઈ કરી લો.
– મિશ્રણને બાજુ પર રાખી દો.
– મેંદાની કણકમાંથી રોટલીઓ વણો.
– તેમાં વચ્ચે તૈયાર કરેલું મિશ્રણ પાથરો અને તેને રોલ કરી લો.
– બન્ને ખુલ્લા છેડા બંધ કરી લો.
– હવે એક કઢાઈમાં તેલ ગરમ કરીને આ રોલને તળી લો.
– દરેક રોલના ટુકડા કરીને સોસ સાથે સર્વ કરી શકો છો.

આના મિશ્રણમાં તમે ઈચ્છો તો ફણસી, ગાજર અને લસણ પણ લઈ શકો છો
રીત 2:

(spring roll) સામગ્રી

-1/2 કપ મેંદો
-બીંસ
-કોથમીર
-કેપ્સિકમ
-1 નાની ચમચી ટોમેટો સોસ
-1 નાની ચમચી ખાંડ
-1/2 નાની સોયા સોસ
-2 ઈંડા
-1 કપ કોર્નફ્લોર
-1/2 કપ ગાજર
-કોબીજ
-મીઠું સ્વાદ અનુસાર
-તેલ તળવા માટે
-1 નાની ચમચી ઝીણું સમારેલું આદું
-1 નાની ચમચી ઝીણું સમારેલું લસણ

રીત

spring roll) મેંદો, કોર્નફ્લોર સારી રીતે મિક્સ કરી લો. ઈંડાનું ખીરું બનાવો. બધા શાકભાજી ઝીણા સમારી લો. એક ફ્રાયપેનમાં તેલ ગરમ કરો. તેમાં આદુ-લસણ શેકો. ત્યારબાદ શાકભાજી નાખી તેને શેકો. તેમાં ટોમેટો સોસ, સોયા સોસ અને ખાંડ મિક્સ કરો. જરૂરિયાત પ્રમાણે મીઠું નાખો. મેદાના તૈયાર મિશ્રણને નોનસ્ટીક તવા પર ફેલાવી પાતળા પેન કેક બનાવી લો. દરેક પેન કેકની વચ્ચે શાકનું મિશ્રણ ભરી રોલ બનાવો પછી તેને ગરમ તેલમાં ફ્રાય કરો. ફ્રાય કર્યા પછી તેને ગરમાગરમ સર્વ કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here