6 મહિના સુધી એર ટાઇટ કન્ટેનરમાં સારો રહે તેવો ટામેટા ઝામ ઘરે બનાવવાની રેસીપી નોંધી લો

0

આજે ટમેટા ઝામ ઘરે બનાવવાની  રેસિપી શેર કરું છું, ૬મહિના સુધી એર ટાઇટ કન્ટેનર માં સારો રહેશે..

બનાવવા માટે જોઈશે આ સામગ્રી  –

૨૫૦ ગ્રામ પાકા ટામેટા

૨૫૦ ગ્રામ ખાંડ

૩નંગ કાશ્મીરી મરચા ની પેસ્ટ

અડધી ચમચી મરી પાવડર

મીઠું સ્વાદાનુસાર

૪ નંગ મરી

૨ લવિંગ

ટુકડો ૧ નાનો તજ નો

ટામેટા ઝામ બનાવવાની રીત | tameta jamm | tometo jam

ટામેટા ને કાંટા ચમચી માં ભરાવી ડાયરેક્ટ ગેસ ની ફલેમ્ ઉપર જ શેકી લેવા. ઠંડા પાણી વાળા બાઉલ માં કાઢવા એટલે સરળતા થી એની બ્લેક સ્કિન નીકળી જશે

મિક્સર જારમાં ટામેટા ના પીસ લઈ અધકચરું ક્રશ કરવું

ટામેટા ની પેસ્ટ ને કડાઈ મા લઈ મધ્યમ તાપે ઉકાળવી, એમાં સ્વાદ મુજબ મીઠું, મરી પાવડર, આખા મરી, લવિંગ, તજ, લાલ મરચા ની પેસ્ટ એડ કરી ઉકાળવું.

ખાંડ નાખી ખાંડ નુ પાણી બળે ત્યાં સુધી ઉકળવા દેવું, ગેસ બંધ કરી ઠંડુ થવા દેવું, ઠંડુ પડે એટલે એર ટાઇટ કન્ટેનર માં ભરી સ્ટોર કરી લેવું..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here