ઘરે બનાવો ઓટસ – મગદાળની ટીક્કી

0

બનાવો ઓટસ – મગદાળની ટીક્કી ઓટસ અને મગની દાળના મિશ્રણ સાથે જુદી જુદી જાતના ભારતીય મસાલા મેળવીને એક ફાઇબર અને પ્રોટીનયુકત નાસ્તાની વાનગી તૈયાર કરવામાં આવી છે , જે ખાવાના શોખીનો અને તબિયતની કાળજી લેનારા , એમ બન્નેને સંતુષ્ટ કરે એવી તૈયાર થાય છે . આ ઓટસ – મગદાળની ટીકકીનો આકાર સહેજ પાતળો બનાવીને તેને ધીમા તાપ પર | રાંધશો , તો તે અંદરથી પણ સારી રીતે રંધાશે . આ ટીક્કી જો બર્ગરમાં ભરશો તો તમને આહલાદ કરાવે એવા જમણનો આનંદ મળશે .

તૈયારીનો સમય : ૧૦ મિનિટ , કુલ સમયઃ ૩૫ મિનિટ ૧૨ ટીક્કી માટે સામગ્રી : ૧/૨ કપ પીળી મગની દાળ , ૧/૨ કપ કવીક કુકિંગ રોલ્ડ ઓટસ , ઓટસ – મગદાળની ૨ ટેબલસ્પન તાજું દહીં , ૩ ટેબલસ્પન ખમણેલા કાંદા , ૧/૨ ટીપૂન ઝીણા સમારેલા લીલા મરચાં , ૨ ટીપૂન ચાટ મસાલો , ૨ ટીપૂન મરચાં પાવડર , ૧/૪ ટપૂન ગરમ મસાલો , ૧/૪ ટીસ્પન હળદર , ૧ ટીપૂન આદુ – લસણની પેસ્ટ , ૨ ટેબલપૂન ઝીણી સમારેલી કોથમીર , મીઠું સ્વાદાનુસાર , ૨ ટીપૂન તેલ ચોપડવા માટે તથા રાંધવા માટે , પીરસવા માટે પૌષ્ટિક લીલી ચટણી .

ટીક્કી રીત ઃ મગની દાળને સાફ કરી , ધોઇને એક ઊંડા પેનમાં ૧ કપ પાણી સાથે દાળ બરાબર રંધાઇને નરમ થઇ જાય અને સંપૂર્ણ પાણીન બાસ્પીભવન થઇ જાય ત્યાં સુધી રાંધી લો . , હવે દાળને ગરણી વડે ગાળી મિકસરમાં ફેરવી કરકરી પેસ્ટ તૈયાર કરો . આ પેસ્ટને એક બાઉલમાં મૂકી , તેમાં બાકી રહેલી બધી સામગ્રી મેળવી સારી રીતે મિકસ કરી લો . આ મિશ્રણના ૧૨ સરખા ભાગ પાડી , દરેક ભાગની ૬૩ મી . મી . ( ૨ ૧/૨ ) ની પાતળી ગોળકાર ટીક્કી તૈયાર કરી લો . , હવે એક નોન – સ્ટીક તવાને ગરમ કરી તેની પર ૧/૨ ટીસ્પન તેલ ચોપડી લો . તે પછી દરેકટીકકીને ૧/૮ ટીસ્પન તેલ વડે તે બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો . , પૌષ્ટિક લીલી ચટણી સાથે તરત જ પીરસો .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here