ચાલવાથી આપણા શરીરમાં શું ફાયદા છે વાંચો અને મિત્રો સાથે શેર કરો

0

ચાલવાની કસરત એટલે શરીર માટે શ્રેષ્ઠ કસરત બધી જ સગવડો માનવ જાતે શોધી તે પહેલાં પરમ કૃપાળું પરમેશ્વરે માનવ જાતને એક જગાએથી બીજી જગ્યાએ જવા માટે આપેલી અદ્ભુત અને અણમોલ ભેટ છે -‘બે પગ’…………..

તમને ખબર છે ? આખા જગતના કોઈ પણ રોગ માટે મળતી દવાઓ કરતાં શ્રેષ્ઠ દવા એટલે ચાલવાની કસરત તમારે એક જગાએથી બીજી જગાએ જવું હોય તો આજના જમાનામાં ટુ વ્હીલર, કાર, બસ, ટ્રેન અને એરોપ્લેનની સગવડ થઈ ગઈ છે. આ બધી જ સગવડો માનવ જાતે શોધી તે પહેલાં પરમ કૃપાળું પરમેશ્વરે માનવ જાતને એક જગાએથી બીજી જગ્યાએ જવા માટે આપેલી અદ્ભુત અને અણમોલ ભેટ ‘બે પગ’ને વાપરવાનું માનવી ભૂલી ગયો છે…………….

અમેરિકાના ટેક્સાસ સ્ટેટમાં આવેલા ‘ડલાસ’ શહેર સ્થિત જગતભરના શ્રેષ્ઠ ‘એરોબિક સેન્ટર’ના વડા અને ડો. કેનેથ કુપરને જ્યારે સવાલ પૂછાયો કે, ‘ડોક્ટર કુપર ? તમારે કોઈ ડોક્ટરની જરૃર પડે ખરી ?’ ત્યારે તેમણે હસતા હસતા જવાબ આપ્યો, ‘હા, મારા બે ડોક્ટરો છે તે સતત મારી સાથે જ હોય છે.’  ‘ડોક્ટર લેફ્ટ ફૂટ અને ડોક્ટર રાઇટ ફૂટ.’ કેટલો સૂચક જવાબ છે………… …

આજના જમાનામાં માનવી આ બે ડોક્ટરોનો સમયસર ઉપયોગ કરવાનું ભૂલી ગયો છે તેથી જીવનભર અનેક રોગોનો ભોગ થાય છે અને તેના દુ:ખમાં અને સંતાપમાં પોતાનું જીવન ગુમાવે છે. વારસાગત રોગો સિવાય શરીરની કોઈ પણ ઉમ્મરે નિરોગી અવસ્થા એટલે કે સંપૂર્ણ તંદુરસ્તી મેળવવાનો એકમાત્ર રસ્તો કસરત કરવાનો છે. જૂના જમાનામાં રોજના કામકાજમાં સ્ત્રી હોય કે પુરુષ કસરત મળી જતી હતી. આજના જમાનામાં જ્યારે લગભગ બધા જ શારીરિક કામ મશીનથી થાય છે ત્યારે કસરતનું મહત્ત્વ જતું રહ્યું છે……….

શરીરની સંપૂર્ણ તંદુરસ્તી એટલે શું ? : ૧. તમારા, હૃદય, ફેફસા, રક્તવાહિનીની સંપૂર્ણ ક્ષમતા (એરોબીક પાવર)…….. ૨. તમારા શરીરના બધા જ સ્નાયુની ક્ષમતા (‘મસલ પાવર’) અને………. ૩. તમારા શરીરના બધા જ સાંધાની ક્ષમતા (ફ્લેક્સિબિલિટી પાવર)……….. હવે તો પ્રયોગોથી સિદ્ધ થઈ ચૂક્યું છે કે ચાલવાની કસરત એ શ્રેષ્ઠ ‘કસરત’ છે જેમાં ઉપરના ત્રણે પાવરનો સમાવેશ થઈ જાય છે. માનવી જીવનભર થતાં અનેક શારીરિક અને માનસિક સંતાપનો દૂર કરવાનો એટલે કે શરીરની સંપૂર્ણ તંદુરસ્તી મેળવવાનો મોટા નાના મોટા સૌ કોઈ અમલમાં મૂકી શકે તેવો સહેલામાં સહેલો અને એકમાત્ર ઉપાય એટલે તમારા બન્ને પગનો ઉપયોગ કરીને ચાલવાનો છે………..

ચાલવાની થોડી સૂચનાઓ : ૧. તમારા શરીરની સંપૂર્ણ તપાસ ડોક્ટર પાસે કરાવીને પછી જ ચાલવાની કસરત શરૃ કરશો. ૨. ચાલવા માટે સારી જગ્યા પસંદ કરશો. સવારના ગાર્ડનમાં કે રનિંગ ટ્રેક પર ચાલવાનું સારું. બને ત્યાં સુધી એકલા ચાલવા જશો. સવારના સમય ના હોય ત્યારે જીમમાં ટ્રેડમિલ પર ચાલવા જશો. ૩. ચાલવાનો સ્પોર્ટ શુઝ પહેરીને જ ચાલશો. ભલે સમય લાગે પણ તમારું ધ્યેય એક કલાક ચાલવાનું રાખશો. ૪. સિઝન પ્રમાણે કપડા (શોર્ટ અને ટી-શર્ટ) પહેરશો. ૫. પૂરતું પાણી પીવાનું ભૂલશો નહિ. ૬. તમારા ચાલવાનો રેકોર્ડ રાખશો. ૬. તમારી જીવનભરની તંદુરસ્તી માટે તમારે ચાલવા જવાનું છે એ નિશ્ચયમાં થોડી પણ ઢીલ ના આવે એ ખાસ ખ્યાલ રાખશો.

શરીરમાં શું  ફેરફાર થાય છે ? તમે પાંચ મિનિટ ચાલો કે પચાસ મિનિટ. જેમ જેમ તમે ચાલશો તેમ તેમ તમારા શરીરમાં ચાલવાના લીધે જે રાસાયણિક ફેરફાર થશે. અને તેનાથી તમને કેટલું સારું લાગે છે તે અનુભવશો ત્યારે તમને કસરત તરીકે રોજ ચાલવા જવાનો ઉત્સાહ આવશે અને તમને રોજ ચાલવા જવાનું ગમશે. અત્યારે તો પરિસ્થિતિ એવી છે કે મંદિર નજીક છે અને ઘરની ખરીદી માટેનો સ્ટોર અને શાકભાજીની દુકાન પણ નજીક છે જ્યાં તમે ચાલીને જઈ શકો એમ હોવા છતાં વાહનનો ઉપયોગ કરો છો…………..

ચાલો તો જાણી લઈએ તમે ઘરની બહાર પાંચ મિનિટ કે પચાસ મિનિટ ચાલવાનું શરું કરો છો ત્યારે તમારા શરીરમાં કયા ફેરફાર થાય છે………… ૧. પહેલી પાંચ મિનિટમાં તમારા હૃદયના ધબકારા જે ૭૦ કે ૭૫ હતા તે વધીને ૧૦૦ થઈ જાય છે. ૨. આને કારણે લોહીની નળીઓમાં લોહી જલ્દી ફરવા માંડે છે. ૩. તેને લીધે તમારા પગના સાંધામાંથી હલનચલન માટે જરૃરી પ્રવાહી (લુબ્રીકેટિંગ ફ્લુઇડ) નીકળે છે અને ૪. પગના સ્નાયુ જે થોડા કડક (સ્ટીફ) હતા તે ઢીલા થયા છે અને તમે સરળતાથી ચાલી શકો છો. ૫. આ જ વખતે તમારું શરીર એક મિનિટની પાંચ કેલેરીનું દહન કરે છે જે તમારા શરીરમાં રહેલા કાર્બોહાઇડ્રેટ અને ચરબીમાંથી મળે છે. ૬. છથી દસ મિનિટ ચાલો એટલે તમારા હૃદયના ધબકારા એક મિનિટના ૧૦૦થી વધીને ૧૪૦ સુધી જાય છે અને તમારું શરીર એક મિનિટમાં છથી સાત કેલેરીનું દહન કરે છે. આ વખતે તમારું બ્લડપ્રેશર થોડું વધે છે પણ તે જ વખતે તમારા શરીરમાંથી કેમિકલ્સ નીકળે છે જેનાથી તમારા શરીરની લોહીની નળીઓ પહોળી (એક્ષ્પાન્ડ) થાય છે જેથી તમારા સ્નાયુ (ખાસ કરીને પગના)ને લોહી વધારે મળે છે.

યાદ રાખો જેમ જેમ તમે ચાલવાની ગતિ વધારશો તેમ તેમ તમારું હૃદય અનેે લોહીની નળીઓ તેને પહોંચી વળશે અને બ્લડપ્રેશર નોર્મલ થઈ જશે. ૭. તમે ગતિ વધાર્યા વગર ૧૧થી ૨૦ મિનિટ ચાલશો તે વખતે તમારું શરીર થોડું ગરમ થશે અને તે વખતે તમને પરસેવો થશે અને ચામડી નીચે આવેલી લોહીની નળીઓ પહોળી (એક્ષ્પાન્ડ) થશે અને શરીર વધારે ગરમ થતું અટકશે…………

આ વખતે તમારું શરીર એક મિનિટની ૭થી ૧૦ કેલેરીનું દહન કરશે. ૮. આ વખતે તમારા શરીરના સ્નાયુને શક્તિ આપવા હોર્મોનલ ગ્રંથિમાંથી ‘એપીનેફ્રીન’ અને ‘ગ્લુકાગોન’ નામના હોર્મોન નીકળશે. ૯. ૨૦ મિનિટથી વધારીને ૪૫ મિનિટ ચાલશો ત્યારે તમારા મગજમાંથી ‘એન્ડોર્ફિન’ નામનો હોર્મોન નીકળશે જેથી તમારું શરીર (શરીરના સ્નાયુ) થોડું ઢીલું (રીલેક્ષ) થશે. આ વખતે તમારા શરીરને શક્તિ મળે માટે વધારે ચરબીનું દહન થશે જે લોકોને શરીરમાંથી ચરબી ઓછી કરીને વજન ઓછું કરવું છે તેઓએ આ સ્ટેજ સુધી પહોંચવું (૨૦ મિનિટથી વધારીને ૪૫ મિનિટ ચાલવાની ક્રિયા) જરૃરી છે

૧૦. જો તમે ૪૫ મિનિટથી વધારીને ૬૦ મિનિટ (એક કલાક) ચાલશો તો તમને જે ફાયદા થશે તે બધા જ અદ્ભુત હશે. એ તમારા શરીરમાંથી ચરબીનું દહન થવાથી વજન (કોઈ પણ ઉમ્મરે) ઓછું થશે. બીજું હૃદયની ક્ષમતા વધવાથી હાર્ટ એટેક નહિ આવે. એટલું જ નહિ આખા શરીરના બધા જ અંગોને પૂરતું લોહી મળવાથી તમારા શરીરમાં રહેલા બધા જ અંગો (સ્નાયુ, સાંધા, લીવર, કીડની, હોજરી, આંતરડા, હોર્મોન ગ્રંથિઓ અને ખાસ કરીને મગજને) ને લોહી મળવાથી બધા જ અંગોની કાર્યશક્તિ વધશે………………

સી. તમારા શરીરની (ઇમ્યુનિટી) રોગપ્રતિકારક શક્તિ વધશે. ડી. ચેપી રોગો થવાની શક્યતા એકદમ ઓછી થઈ જશે. ઇ. પેટના પ્રોબ્લેમ નહી થાય. એફ. મગજમાં લોહી પહોંચવાતી માનસિક તનાવ (સ્ટ્રેસ), હતાશા (ડિપ્રેશન) નહિ થાય, મગજની કાર્યશક્તિ વધવાથી એકાગ્રતા વધશે, યાદશક્તિ વધશે, કંપવા અને સ્ટ્રોક (બ્રેઇન એટેક) જેવા રોગો નહિ થાય અને તમે આનંદમાં રહેશો. જી. સવારના તડકામાં ચાલવાને કારણે તમારા શરીરમાં વિટામિન ડીની ખામી નહી પડે તેની સાથે શરીરના હાડકાને લોહી મારફતે પૂરતું કેલ્શિયમ મળવાથી હાડકાં પાતળા થવા (ઓસ્ટોપીનિયા) કે પોલા થવા (ઓસ્ટીઓપોરોસિસ)નો ડર નહિ રહે અને મોટી ઉમ્મર સુધી તમે ટટ્ટાર કોઈની મદદ વગર ઘરમાં અને બહાર ફરી શકશો. એચ. જો તમે એક કલાકમાં ૫થી ૬ કિલોમીટર ચાલો તો ૩૫૦ કેલરીનું દહન થાય છે…………..

રોજ આટલું ચાલો તો થોડા વખતમાં તમારા શરીરમાંથી ચરબી ઓછી થશે અને વજન ઓછું થશે. બી.એમ.આઇ. ઓછો થશે એટલે વારસાગત કારણો સિવાય બ્લડપ્રેશર કે ડાયાબિટીસ થવાની શક્યતા નહિવત થઈ જશે. આઇ. કેન્સર જેવા જીવલેણ રોગો નહિ થાય. કોઈ પણ રોગ નહિ થવાને કારણે દવાનો અને હૉસ્પિટલમાં સારવાર કરવાનો ખર્ચ નહિ થાય…………..

છેલ્લે એટલું સમજી લેશો કે ચાલવું એ સરળ છે, સહજ છે અને સ્વાભાવિક છે. તમે જન્મ્યા પછી અને સમજાય તેવું બોલતા શીખ્યા તે પહેલા પા પા પગલી પડી અને ચાલતા શીખ્યા છો. બાળપણમાં સ્વાભાવિક રીતે શીખેલી ચાલવાની ક્રિયા ને તમે જિંદગીભર અપનાવો મોટી ઉંમર સુધી રોગરહિત તંદુરસ્ત જીવન જીવવાનો આનાથી સારો કોઈ પણ બીજો રસ્તો નથી એ કાયમ યાદ રાખશો………….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here