કસરત માટે કયાય જવાની જરૂર નથી ઘરે બેઠા આ પ્રકારની કસરત કરો અને સ્વસ્થ રહો

0

રેઝિસ્ટન્સ બેન્ડથી ઘરેબેઠાં જ એક્સર્સાઇઝ કરો અને બોડીને યોગ્ય શેપમાં બનાવો……. લાવો ઘણા લોકોના ઘરમાં કસરત કરવા માટે પુરતી એટલી ખાલી જગ્યા નથી હોતી. જેના કારણે કેટલાકને એક્સર્સાઇઝ ન કરવાનું બહાનું મળી જતું હોય છે. જો મનથી નિયમિત કસરત કરવાનો સંકલ્પ લીધો હોય તો ઘરમાં સોફા અથવા પલંગ પર બેસીને પણ વ્યાયામ કસરત કરી શકાય છે. આ પ્રકારની કસરત માટે રેઝિસ્ટન્સ બેન્ડનો ઉપયોગ કરવો પડશે. જે તમારા બાવડાં અને પગને સુડોળ બનાવવાનુ કામ કરે છે .

રેઝિસ્ટન્સ બેન્ડ એક પ્રકારનો ઇલાસ્ટિક બેન્ડ છે, જે વ્યાયામને અસરકારક તેમજ રસપ્રદ બનાવે છે. ચાલો રેઝિસ્ટન્સ બેન્ડથી ઘરેબેઠાં જ કસરત કરવાની રીત જાણીએ.
આર્મ કર……

આ એક્સર્સાઇઝ સોફા અથવા કાઉચ એટલે કે બેડ પર બેસીને કરી શકાય છે. પગને જમીન પર અડાડીને સીધા બેસી જાઓ. ત્યારબાદ પગને થોડા પહોળા કરો. હવે પછી ડાબા પગની એડી હેઠળ રેઝિસ્ટન્સ બેન્ડ પહેરો. અને જમણા હાથથી બેન્ડનો બીજો ભાગ પકડી રાખો. જમણા હાથની કોણી જમણા પગના ઘૂંટણ પર ટેકવો. ડાબા હાથની કોણી ડાબા પગના ઘૂંટણ પર ટેકવો. હવે જમણા હાથથી બેન્ડ તમારી તરફ ખેંચો અને પછી તેને ઢીલું છોડી દો. આ પ્રક્રિયાનું અનેકવખત પુનરાવર્તન કરો. તેમજ આ એક્સર્સાઇઝ ડાબા હાથથી પણ કરો.

શોલ્ડર પ્રેસ

સોફા પર સીધા બેસી જાઓ. પગને જમીન પર રાખતા થોડા પહોળા કરો. તસવીર અનુસાર, હાથને ચેસ્ટની સામે રાખો અને બંને હથેળીઓના પાછળના ભાગમાં રેઝિસ્ટન્સ બેન્ડ ભરાવો. હથેળીઓને વિપરિત દિશામાં ખેંચો. હાથને આ જ અવસ્થામાં માથાંની ઉપર સીધા લઈ જાઓ. હાથે આ જ રીતે ફરી નીચે ચેસ્ટની સામે લઈ આવો. આ એક્સર્સાઇઝ અનેક વાર કરો અનેકગણા ફાયદાકારક છે

વિન્ડશીલ્ડ વાઇપરઆ વ્યાયામ પલંગ પર કરી શકાય છે. બંને પગ જોડો અને પગની ઘૂંટી પર રેઝિસ્ટન્સ બેન્ડ ભરાવો. સીધા સૂઈ જાઓ અને તમારા હાથ ખોલી ખભાને ફેલાવી પલંગ પર હાથ મૂકી દો. તસવીર મુજબ,બંને પગને પલંગની ઉપર ઉઠાવી કમર અને પગ વચ્ચે સમકોણ આકાર બનાવો પગ જોડીને રાખો હવે પગ ફેલાવાનો પ્રયત્ન કરો પછી તેને સામાન્ય સ્થિતિ માં લાવો. પછી પગ ખોલ્યા વિના ઉપલા શરીરનેજમણી તરફ અને પછી ડાબી બાજુ વાળો….ત્યારબાદ પગને સામાન્ય સ્થિતિમાં લવો. આ પ્રક્રિયાનું શક્ય તેટલી વખત પુનરાવર્તિત કરો.

સીટેડ રોપીઠ સીધી રાખતા બેસી જાઓ અને પગને સામેની બાજુ ફેલાવતા જોડીને રાખો. બેન્ડને તસવીર અનુસાર, તાળવાની નીચે ભરાવો. બેન્ડનો બીજો ભાગ બંને હાથથી પકડો. હવે હાથથી બેન્ડને પોતાની બાજુ ખેંચો અને પછી ઢીલો છોડી દો. આ એક્સર્સાઇઝ કરતી વખતે પગ અને કમર એકદમ સીધી રાખવાની છે….. આ કસરત પલંગ અથવા કોઈ સમતળ સપાટી પર બેસીને જ થવી જોઇએ………

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here