May 10, 2021

ફ્રૂટ કસ્ટર્ડ ખાવાની પડી જશે મજા, ઘરે જ બનાવો ફટાફટ

ગુજરાતી લોકો અવનવી વાનગીઓ બનાવીને ખાવાના શોખીન હોય છે. તો આ જે અમે તમારા માટે વધુ એક રેસીપી લઇને આવ્યા છીએ. જેને તમે ઘરે બનાવીને ખાય શકો છો. તમે કેટલીક વખત બહાર તેમજ કોઇના લગ્ન પ્રસંગમાં ફ્રૂટ કસ્ટર્ડ ટ્રાય કરો છો. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય ટેસ્ટી અને હેલ્ધી ફ્રૂટ કસ્ટર્ડ.. જે બનાવવામાં સહેલું અને ઝડપથી બની જાય છે.

સામગ્રી

100 ગ્રામ – કસ્ટર્ડ પાવડર
250 ગ્રામ – દૂધ
1.5 લીટર – દૂધ
200 ગ્રામ – ખાંડ
150 ગ્રામ – દાડમના દાણા
300 ગ્રામ – દ્રાક્ષ
150 ગ્રામ – કેળા
1 નંગ – સફરજન

બનાવવાની રીત

સૌ પ્રથમ ફ્રૂટ કસ્ટર્ડ બનાવવા માટે એક બાઉલમાં કસ્ટર્ડ પાવડર લો અને તેમા દૂધ ઉમેરો અને તેને બરાબર મિક્સ કરી લો. તેમા ગાંઠ ન પડવા લાગે તે ધ્યાન રાખવું. હવે એક પેન ગરમ કરો અને તેમા 1.5 લીટર દૂધ ઉમેરો. હવે તેને ગરમ કરો અને દૂધ ઉકળે એટલે તેમા ખાંડ ઉમેરીને બરાબર મિક્સ કરો. હવે તેમા કસ્ટર્ડ પાવડરની પેસ્ટ ઉમેરીને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે ઘટ્ટ ન થઇ જાય. હવે તેને એક બાઉલમાં નીકાળીને ફ્રીઝમાં એક કલાક ઠંડુ કરવા માટે રાખો.તે ઠંડુ થાય બાદ તેમા દરેક ફ્રૂટ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તૈયાર છે ફ્રૂટ કસ્ટર્ડ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: