શરીર ની તમામ 72 હાજર રક્તવાહિનીઓં ખુલવા અને લોહી સાફ કરવા ધાણા – જીરુંનો પ્રયોગ

1

ધાણા – જીરું નો ભૂકો બનાવવાની રીતઃ -100 ગ્રામ ધાણા અને 100 ગ્રામ જીરું તવા પર ગરમ કરી ને ખાં s ણીમાં ખાંડી લેવા અથવા મિક્સર માં જાદુ પીસી લેવુંપાવડર કરવો નહિ.એક મહિના માં આ ચૂર્ણ પૂરું કરવું . ફાયદા શરીર ની તમામ 72 હાજર રક્તવાહિનીઓં ખુલી જાય છે . પથરી ઓગળી જાય છે . મુત્રત્યાગ માં તકલીફ પડતી નથી . મેદ ઘટે છે . પેટ સાફ થાય છે . શરીર હલકું બને છે . રક્તમાંના બિન જરૂરી કણો ઓગળી જાય છે કણો ઓગળી જાય છે રક્ત પરિભ્રમણ વ્યવસ્થિત થાય છે .

હૃદયની સામાન્ય માહિતી વિશ્વના તમામ લોકો કરતાં ભારતીયો હૃદયરોગના શિકાર જલદી બને છે. ઝડપી શહેરીકરણ, તણાવયુક્ત જીવનશૈલી, તમાકુનો વ્યાપક ઉપયોગ, આહારમાં ચરબીવાળા પદાર્થોનું ઊંચું પ્રમાણ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને આરામદાયક જીવનશૈલી જેવાં વિવિધ કારણોસર ભારતીયોમાં હૃદયરોગના પ્રમાણમાં વધારો થયો છે. હૃદયરોગ હવે ઓછી ઉંમરના લોકો પર પણ ત્રાટકી રહ્યો છે. હાલમાં ૧૦ કરોડથી પણ વધુ ભારતીયો હૃદયની ધમનીના રોગથી પીડાય છે. એક અંદાજ મુજબ ૨૦૨૦ની સાલ સુધીમાં વિશ્વના તમામ હૃદયરોગીઓમાં અડધોઅડધ ભારતના હશે, તથા ભારતમાં મૃત્યુનું મુખ્ય કારણ હશે હૃદયરોગનો હુમલો. ખરેખર, હૃદયરોગ વિશે જાણવાનો સમય પાકી ગયો હોય એમ નથી લાગતું?

શિરાઓ દ્વારા લોહી પાછું હૃદય સુધી પહોંચે છે. ઝરણાં ભેગાં મળીને નદી બને એમ નાની શિરાઓ ભેગી મળીને મોટી શિરાઓ બનાવે છે, અને તે ફરી ભેગી મળીને સૌથી મોટી બે શિરાઓ — ઊર્ધ્વ મહાશિરા (સુપીરીઅર વેના કેવા) અને અધો મહાશિરા (ઈનફીરીઅર વેના કેવા)  બનાવે છે. આ સૌથી મોટી બે શિરાઓ વડે લોહી પાછું હૃદયના જમણા કર્ણકમાં પહોંચે છે. આ લોહીમાં ઍાક્સિજન ઓછું હોય છે. એને ઑક્સિજનયુક્ત કરાવવા તે લોહી જમણા કર્ણકથી જમણા ક્ષેપકમાં ધકેલવામાં આવે છે અને ત્યાંથી તે ફેફસાની ધમની વાટે ફેફસામાં ઑક્સિજનયુક્ત બનવા જાય છે.

લોહી ઑક્સિજનયુક્ત થયા બાદ ડાબા કર્ણકમાં આવે છે, ત્યાંથી માઇટ્રલ વાલ્વમાંથી પસાર થઈને ડાબા ક્ષેપકમાં પહોંચે છે અને ડાબા ક્ષેપકના શક્તિશાળી સંકોચનના કારણે મહાધમનીમાં ધકેલાઈ જાય છે. બંને કર્ણકો વચ્ચે અને બંને ક્ષેપકો વચ્ચે રહેલી દીવાલ ઍાક્સિજન વગરના અને ઍાક્સિજનયુક્ત લોહીને અલગ રાખે છે. આ દીવાલોની અંદરની કોઈપણ ખામી અથવા દીવાલોમાં કાણાના કારણે આ બે જાતનાં લોહી ભેગા થઈ જાય છે તો બીમારી સર્જાય છે. આ પ્રકારની ખામીઓ સામાન્ય રીતે જન્મજાત હોય છે, અને શસ્ત્રક્રિયાથી અથવા આંતરિક હસ્તક્ષેપવાળી (ઈન્ટરવેન્શનલ) વિના શસ્ત્રક્રિયાની સારવારથી તેને સુધારી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here