ઉપયોગમાં આવે તેવી ટીપ્સ એકવાર જરૂર અજમાવી જુઓ

0

1). ફ્લાવર સમારતી વેળા તેમાં ભરાયેલી ઈયળો ઘણી વાર નાકે દમ આણી દેતી હોય છે . તેથી ફ્લાવર સમારતાં પહેલાં મીઠાના ગરમ પાણીમાં થોડીવાર ડૂબાડી રાખો . મીઠાનું પાણી તેમાં છુપાયેલી ઈયળોને બહાર આવવા મજબૂર કરી દેશે . 2). કપડાં ધોતી વેળા શર્ટસના કૉલર સાફ કરવા સૌથી મુશ્કેલ કામ હોય છે . ફરી જ્યારે તમે કૉલર કોઈ જીદ્દી ડાઘ દૂર કરવા મથામણ કરી રહ્યા હો ત્યારે સાબુની જગયાએ સેમપુનો પ્રયોગ કરી જોજો .

3). કાચા શાક કે ફળને જલદી ખાવાલાયક બનાવવા તેમને ખાખી કાગળની થેલીમાં મૂકી અંધારું હોય એવી જગ્યાએ રહેવા દો . પરિણામ કલાકોમાં જોવા મળશે . * 4). પલાસ્ટિકનાં વાસણો ઉપર મીઠાનું પાણી ઘસવાથી ચમક આવશે .

5). તાંબાના વાસણ ગરમ પાણીથી સાફ કરી , પછી રાખ ઘસવાથી ચમક આવશે . “ તાંબા- પિતળનાં વાસણ ઉપર આમળી કે બીજી ખટાશ ઘસતાં તે ચમકદાર થશે . 6) બાફેલ બટાટાના પાણીમાં ચાંદી , ટીન કે પિતળનાં વાસણ સાફ કરવાથી કદાર થશે . “7) કાચનાં વાસણ ચાના ઉકાળેલ કૂચાના પાણીથી સાફ કરશો , તે ચમકદાર થશે “

8)એલ્યુમિનિયમનાં વાસણો માટે મીઠું – લીંબુના રસનો ઉપયોગ કરો . “9) કૂકરમાં તળિયે લીંબુનો કટકો નાખવાથી અંદરનો ભાગ કાડો થશે નહિ . 10) દાઝેલ વાસણમાં મીઠાના પાણીવાળો કટકો ઘસવાથી સાફ થશે . લીંબુનો રસ કાઢી લીધા પછીનાં છોડાં કૂકરમાં નાખવાથી તે ચકચકિત બને છે .11) બળી ગયેલા વાસણને રાતે સોડાના પાણીમાં બોળી રાખવાથી બળેલ ડાઘ દૂર થશે .

12) ફ્રિજમાંથી તીવ્ર વાસ આવતી હોય ” થોડા કોલસાના કટકા મૂકવાથી તે દૂર થશે . 13) કાંદાનો રસ ચોપડવાથી ચપ્પુનો કાટ દૂર થશે . “14) છરીમાંથી કાંદા કે લસણની વાસ આવતી હોય તો છરીને થોડીવાર માટીમાં ખોસી દેવી . 15) મિક્ષચરના બાહ કાંદા કે લસણની વાસ દૂર કરવા બટાટો ઘસી ધોઈ નાખો .

16) ઘણા સમયથી પડી રહેલ ઘીમાં નાગરવેલનું પાન નાખી , ગરમ કરવાથી વાસ દૂર થશે .17). ‘તેલમાં ૧ તમાલપત્ર અને થોડી ખાંડ નાખી , ગરમ કરી , ગાળી લેવાથી વાસ દૂર થશે . 18) ગેસના ચૂલાને કોપરેલવાળું કપડું ફેરવવાથી ચૂલો ચમકતો થશે . 19).” વોશબેશીન ઉપર ડાઘ પડી ગયા હોય તો એસિડનું પોતું ઘસો . ”

20) * અડદ કે મગની દાળમાં બજારમાં મળતી માટીની થેપલી રાખો જેથી લાંબા સમય સુધી તેમાં જીવાત નહી પડે . 21) ગંદા દેખાતાં મેટ અને કાર્પેટને ટર્પેટાઇન મિક્સ કરેલા ગરમ પાણીમાં ઘસીને સાફ કરવાથી ઊજળાં થઇ જશે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here